________________
1 શ્રી ભગવતીજી સુત્રવિવેચન (૪) જિનવચન સો ટચના સોનાની જેમ કષ, છેદ અને તાપની પરીક્ષામાં પૂર્ણ પસાર છે, માટે એ પ્રમાણભૂત જ હોય, એજ પ્રમાણભૂત માનવાનાં. એમાં i) “કષ-પાસ” એટલે સુયોગ્ય વિધિ-નિષેધ છે કે દાન-શીલ-તપ-ભાવના કરો, અને હિંસાદિ પાપસ્થાનક ન લેવો; (i) “છેદ-પાસ” એટલે એમાં એ વિધિનિષેધના પાલનને અનુકૂળ આચાર-અનુષ્ઠાનો અને યોગ્યતાના ગુણોનું પ્રતિપાદન છે, પણ નહિ કે વિધિનિષેધ કયાં, ને આચાર આદિ એથી ઊલટા! (iii) તાપ-પાસ” એટલે વિધિનિષેધ અને આચાર આદિ સંગત થાય એવાં તત્ત્વ-સિદ્ધાન્ત વર્ણવ્યા છે. દા.ત. સ્યાદ્વાદ-અનેકાન્તવાદનો સિદ્ધાન્ત હોવાથી આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. એમાં નિત્ય હોઈ જે દાનાદિ કરે છે, એ જ એનું ફળ ભોગવે છે, તેમ અનિત્ય હોઈ પહેલાં દાનાદિ ન કરવાની અવસ્થામાંથી હવે એ કરવા જોગી અવસ્થામાં પરિવર્તન પામી શકે. એકાન્ત નિત્ય જ હોય તો આ ન ઘટે,સંગત ન થઈ શકે. આમ જિનવચન ત્રિવિધ પરીક્ષામાં પાસ હોવાથી પ્રમાણભૂત જ છે.
(૫) જિનવચનોમાં પરસ્પર વિસંવાદ નથી. જૈન શાસ્ત્રોમાં એક જગાએ અમુક કહ્યું ને પછી બીજે ક્યાંક તેથી વિરુદ્ધ જ બતાવ્યું, એવું નથી. જિનવચનો અ-વિસંવાદી છે, પરસ્પર મેળવાળા છે, વિરોધરહિત છે.
(૬) જિનવચનમાં કોઈએ ન બતાવી હોય એવી કેટલીક વાતો પ્રત્યક્ષસંગત મળે છે, તો પછી એની બીજી અતીન્દ્રિય વાતો પણ માન્ય જ કરવા યોગ્ય હોય. માટે સમસ્ત જિનવચન પ્રમાણ છે.
(૭) જિનવચન (અ) પૂર્વે કહ્યું તેમ વસ્તુમાત્રને અને એના ઘર્મ તથા કાર્યને ન્યાય આપે એવા અનેકાંતવાદાદિ સિદ્ધાન્તને કહેનારાં છે, તેમજ (બ) ઠેઠ પૃથ્વી કાયાદિ એકેન્દ્રિય સૂક્ષ્મ જીવો સુધીના જીવોની તેમજ અજીવ-પુણ્યપાપ-આશ્રવસંવર વગેરે તત્ત્વની ઓળખાણ કરાવે છે. અને (ક) એ જીવોની ભરપૂર-સંપૂર્ણ દયા, મન-વચન-કાયાથી એની હિંસા ન કરવા, ન કરાવવા અનુમોદવારૂપે અહિંસા આદિ કર્તવ્યોનું પ્રતિપાદન કરે છે. જે આ સિદ્ધાન્ત જીવાદિ પરિચય અને કર્તવ્યોનું વિધાન બીજે નથી; વળી (ડ) અન્યત્ર અલભ્ય કર્મવિજ્ઞાન, પદ્રવ્ય વિસ્તાર, અણુવિજ્ઞાન વગેરે પ્રરૂપે છે. માટે એવાં અકાટય સિદ્ધાન્ત, સંપૂર્ણ જીવાદિ તત્ત્વ, કર્મવિજ્ઞાનાદિ અને વ્યાપક અહિંસાદિ કલ્યાણ કર્તવ્યને કહેનારાં જિનવચન ટંકશાળી પ્રમાણ છે.
(૮) જિનવચન આત્માના ઉત્થાનનો ક્રમ વ્યવસ્થિત બતાવે છે. ૧લા ગુણસ્થાનકથી ૧૪મા ગુણસ્થાનક સુધીનો યુક્તિસિદ્ધ ઉત્થાન-ઉત્ક્રાન્તિનો માર્ગ બતાવે છે; એમ અપુનબંધક માર્ગાનુસારિત્વ, સમ્યક્ત દેશવિરતિ વગેરે સાધનાઓનાં ક્રમને યથાસ્થિત રજૂ કરે છે, માટે એવાં જિનવચન પ્રમાણ જ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org