________________
| શ્રી ભગવતીજી સગ-વિવેચન E
ધર્મનો રસ ઊભો કરવો હોય તો પાપરસો મંદ પાડવા જોઈએ. ને આ માટે પાપક્રિયાઓ ઓછી કરી હોંશથી ધર્મક્રિયાઓમાં જોડાયા રહેવું જોઈએ. આ જો નથી તો ધર્મરસ નહિ જાગે. માણસને હરવા ફરવાના રસમાં સામાયિક- સત્સંગસ્વાધ્યાયાદિ ધર્મનો રસ નથી રહેતો, એની આકાંક્ષા જ નથી જાગતી. પછી એની પ્રવૃત્તિ શે જાગે ? જુઓ છો ને કે આજે પ્રતિક્રમણમાં કે રાતના યા રજાના દિવસે પણ સાધુ-સત્સંગમાં કેટલા આવે છે? કેમ નહિ જેવી સંખ્યા? કહો, એની આકાંક્ષા જ નથી રસ જ નથી, પછી શું કામ આવે ? એ રસ - આકાંક્ષા ન હોવાનું કારણ, કે હરવા-ફરવાના રસ પૂર જોશમાં ઊછળી રહ્યા છે ! જરાક નવરા પડ્યા કે “ચાલો ફરવા' ભલેને એમાં કશું મળવાનું ન હોય, છતાં ચડસ એનો. માને છે કે “એથી ચિત્ત ફોરૂં થાય. ચાર જણને મળાય કરાય, તો મહોબ્બત વધે.” માનવજીવનના આ કસ ખેંચવાના ? આવાં તુચ્છ પ્રયોજનો ? શું નથી કોઈ ઉચ્ચ પ્રયોજનો ? હરવા-ફરવામાં શું ચિત્ત ફોરૂં થયું કે એના રસથી છલોછલ ભરાયું તે ધર્મરસને પેસવા જગા જ નથી ? ચારની મહોબ્બત થઈ તે મોહના કીડાઓની કે જ્ઞાની-ડાહ્યા-ધર્માત્માઓની ?
કહે છે અને પ્રતિક્રમણમાં રસ નથી, પણ તે ક્યાંથી હોય જો પેલા હરવા ફરવા-મળવાના રસના પૂર વહેતા હોય ? કોને વિચારવું છે કે પ્રતિક્રમણનો રસ નહિ એટલે શાનો રસ નહિ ? પાપના કચરા સાફ કરવાનો જ રસ નહિ ને ? પણ જાત પાપથી ભારે લાગે છે જ ક્યાં? પાપ પર અને પાપભરી જાત પર ધૃણા જ ક્યાં છે ?
હરવા-ફરવા-મળવામાં કેટલાય રકમબંધ રાગ-દ્વેષનાં પાપ મફતિયાં ઊભા થાય છે એ તરફ દ્રષ્ટિ જ કયાં છે ? દ્રષ્ટિ જ નહિ, તો એનો ભય એનો અરેકારો-અફસોસી-પશ્ચાત્તાપ થાય જ શાનો?
એકલું જગત સામે જોયું છે. જગત કેમ વર્તે છે એની ચાલે ચાલવું છે, ને જિન સામે જોયું નથી, જિનનાં વચન વિચારવાં નથી, એની આ રામાયણ છે કે હરવા ફરવા જેવા અતિ તુચ્છ આનંદના રસ બન્યા રહે છે. ત્યારે સમજવા જેવું છે કે,
માણસનું નૂર એના આનંદરસના પ્રકાર પરથી મપાય છે. આનંદનો પ્રકાર જેમ ઊંચો તેમ એનું નૂર, તેજસ્વિતા ઊંચી ગણાય. ત્યારે અતિતુચ્છ હલકટ વાત-વસ્તુથી જો આનંદ આનંદ થાય છે તો ત્યાં નૂરની અધમતા છે. પશુમાં જુઓ, - ગધેડો ઉકરડે ભટકવામાં આનંદ માને છે, ત્યારે ઘોડો સવારીમાં ફરવામાં, ને એમાંય લશ્કરી ઘોડો વળી યુદ્ધિભૂમિ પર દોડવા-ઘુમવામાં, કાગડો અશુચિ ચૂંથવામાં આનંદિત થાય છે. તો પોપટ ફળ-ફળાદિ ખાવામાં, ઊંટ રસ્તે ચાલતાં બાવળિયે બાવળિયે મોંઢું મારવા તત્પર, અને રાજહસ્તી સામે લાડુ ધરાય છતાં એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org