________________
૪. શ્રી ભગવતી સૂત્રમાં શું છે ? A
વર્તમાનમાં મળતા શ્રુતમાં અંગસૂત્રો ૧૧, ઉપાંગ ૧૨, છેદ ૬, મૂળ ૪, પન્ના ૧૦ અને નંદી-અનુયોગ ર એમ ૪૫ આગમ છે, એના પર નિર્યુકિત-ભાગ્ય-ચૂર્ણટીકા, એ મળી પંચાંગી આગમ બને છે. ઉપરાંત ઉપદેશમાલા, પ્રશમરતિ, સન્મતિતર્ક, અનેકાંતવાદ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે અનેકાનેક શાસ્ત્રો એ પણ શ્રત છે. આમાં ૧૧ અંગસૂત્રો પૈકી પહેલું આચારાંગ, પછી સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, બાદ પાંચમું અંગ વિવાહપન્નતિ એજ શ્રી ભગવતી સૂત્ર કહેવાય છે. આના પર અહીં વ્યાખ્યાન કરવાનાં છે.
શ્રી ભગવતી સૂત્રમાં અનેકાનેક વિષયો પર ગૌતમસ્વામિજી વગેરેના પ્રશ્નો છે, અને પ્રભુશ્રી મહાવીર દેવના એના ઉત્તરો છે. એમાં ભરચક મસાલો છે. વિજ્ઞાનની
જ્યાં ચાંચ ખૂંચે નહિં, એવા પદાર્થો એમાં બતાવ્યા છે. એમ જે વાત વિજ્ઞાન આજે સાબિત કરે છે એ વાત અહીં અઢી હજાર વર્ષ પૂર્વે કહેવાઈ ગયેલી પડી છે. એ બધી વાતો મહાબુદ્ધિવિધાનોથી મનાતી સ્વીકારાતી આવી છે.
શું શાસ્ત્રોમાં લખી નાખી એટલા માત્રથી માની લેવાની ?હા અનંતજ્ઞાની વીતરાગ ભગવાનથી કહેવાયેલી છે, સર્વજ્ઞવચન છે, માટે અજ્ઞાન એવા આપણે અવશ્ય માની લેવાની. કહે છે “આજે બુદ્ધિવાદનો યુગ છે એમાં એમ કેવી રીતે મનાય?' પણ ખરો બુદ્ધિવાદ તો પૂર્વે હતો કે જ્યાં સનાતન કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા ચેતન તત્ત્વને મુખ્ય નજર સામે રાખીને સચોટ સૂક્ષ્મ તર્કના આધાર પર વસ્તુનિર્ણય કરાવામાં આવતો. આજ તો નજરમાં જડને જ મુખ્ય રાખી વિચાર કરાય છે. ત્યાં વિકસ્વર બુદ્ધિવાદ શાનો? મુદ્દામા ચેતન તત્ત્વનું જ વિસ્મરણ કરીને વિચાર કરાય તે શું બુદ્ધિનો ઉપયોગ છે? જુઓ વિચારો કે વિજ્ઞાનની વાતો થાય છે એ વખતે ચેતન આત્મા એના ભાવો અને ઈદ્રિયાદિ આશ્રવો એથી એના પર કર્યજૂથનાં સર્જન-બંધન,એના વિપાકમાં આ ચતુર્ગતિમય સંસારમાં આત્માની દુઃખદ દુર્દશા વગેરે કશું લક્ષમાં ખરું? આટલા મહાઅગત્યના અને જડ પર અસર કરનારા આત્મતત્ત્વ પર દ્રષ્ટિ જ નહિ એ શું વિકસિત બુદ્ધિનો યુગ છે? કે જ્યારે એ લક્ષમાં રાખીને વિચાર થતો હતો, એ બુદ્ધિયુગ? પરંતુ એમ કહો કે આજના બુદ્ધિવાદનો અર્થ એવો છે કે પ્રત્યક્ષ દેખાય એના પર વિચાર કરવાનું માને. ત્યારે શું જગતના પદાર્થ બધા જ ચર્મચક્ષુથી દેખાય એવા જ છે? કે અતીન્દ્રિય પદાર્થો પણ છે? એનું ઉઠાંતરૂં કરાય એ શું બુદ્ધિનો ઉપયોગ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org