________________
esensessor
222210
0
%
aa%ae%e0%aa%ae
%
4 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પણ હેઠી મૂકી ત્યારે ! ઋષભદેવપ્રભુએ બ્રાહ્મી-સુંદરી બેનસાધ્વીઓને મોકલી એમના માનાકાંક્ષા-માનકષાયના પાપ-અધ્યવસાય પર ટકોર લગાવી,
“વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચઢયે કેવળ ન હોય રે,”
- અર્થાત્ “ભાઈ મારા ! અભિમાનના હાથી પરથી નીચે ઊતરો, તો જ કેવળજ્ઞાન થાય પણ અભિમાનના હાથી ઉપર બેઠા ર કેવળજ્ઞાન નહિ થાય.” પણ એમ માનાકાંક્ષા-માનકષાયને થપ્પડ લગાવી રવાના કરાવ્યા, ત્યારે કેવળજ્ઞાન મળ્યું. ત્યાં બાહુબળજી મહામુનિએ શું વિચાર્યું? આવું જ કાંક, કે “અરે ! હું ક્યાં ભૂલ્યો ? કેવળજ્ઞાન તો વીતરાગ થાય એને જ મળે. એટલે પહેલાં તો મારે અહીં વીતરાગ બનવું પડશે. તે સમસ્ત ક્રોધ-માન વગેરે કષાયો નિર્મૂળ નાશ પામે તો જ બનાય, અને અહીં તો હું “નાનાને કેમ નમું ?' એમ માનકષાયને પોષી-થાબડી રહ્યો છું. પછી વીતરાગ ક્યાંથી બની શકવાનો ? એ નહિ તો કેવળજ્ઞાન પણ શી રીતે મળવાનું હતું ? માટે હવે તો પહેલું આ માન પડતું મૂકું અને એ માટે જાઉં, વીતરાગ કેવળજ્ઞાની મહર્ષિ બનેલા નાના ભાઈમુનિઓને જઈને નમસ્કાર કરું', એમ ભાવનામાં ચડયા અને પગ ઉપાડતાં ભાવના ખૂબ વધી તે ક્ષપકશ્રેણીના ભાવ ઉછળ્યા ત્યારે કેવળજ્ઞાન થયું ! અહીં એક પ્રશ્ન થાય, -
3
જ
ગ
જ
'*
**
*
*
***
*
*
*
*---
-
----------*
*
******
***
*
***
*****
*********
*
**
જ ૧૨. શુભ ભાવની અગત્યતા :
પ્ર. - ઠીક છે માનાકાંક્ષા તો પડતી મૂકી, પરંતુ નાના ભાઈ મહર્ષિઓને નમન કરવાની આકાંક્ષા જાગી એ પણ આકાંક્ષા એક રાગરૂપ જ છે ને ? તો એ છતેય વીતરાગ શી રીતે બનાય ? વીતરાગ એટલે તો સર્વથા રાગરહિત.
ઉ. - અહીં સમજવાની જરૂર છે કે માનાકાંક્ષા એ અશુભ અધ્યવસાય છે, અને નમસ્કારની આકાંક્ષા એ એક શુભ અધ્યવસાય છે. ત્યાં પહેલાં એ અશુભ અધ્યવસાય તોડવાને માટે આ શુભ અધ્યવસાયની જરૂર છે. માનનો કે લોભનો અધ્યવસાય એ કષાયપરિણતિ છે, સંકલેશ છે, તે “ચાલો આપણે આ કષાય-પરિણતિ મૂકી દો આપણે માન રાખવાની કે લોભ કરવાની જરૂર નથી” એમ ચિંતવવામાત્રથી કાંઈ એ રવાના ન થાય. એ તો રવાના કરવા માટે સંકલેશના અધ્યવસાયને બદલે વિશુદ્ધિનો અધ્યવસાય લાવવો પડે, ને એ વિશુદ્ધિનો અધ્યવસાય પણ કષાયના ઘરનો છે. સાંભળીને ભડકતા નહિ. શાસ્ત્ર કહે છે.
જેટલા સંકલેશ-સ્થાન છે એનાં એ વિશુદ્ધિસ્થાન છે.” અશુભ કષાયભાવમાં નીચે અંદર ઊતરતા જાઓ એ સંકલેશમાં પડ્યા કહેવાય. ત્યારે એમાંથી બહાર નીકળતા જાઓ એટલા વિશુદ્ધિમાં ચડયા ગણાય. ખૂબી જુઓ કે દા.ત. નવમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW