________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન
હવે રાતના કોણ તપાસ કરે કે રાજકુમાર ક્યાં છે? એ તો સવારે લોકો જંગલ જતાં જુએ તો રાજકુમાર કપાઈ મરેલો પડ્યો છે ! ત્યાં હાહાકાર થઈ ગયો. રાજાની પાસે વાત પહોંચી. પરિવાર સાથે એ દોડતો આવ્યો. નગરમાં વાત ફેલાઈ ગઈ. લોકો ય ખૂબ ઉદ્વિગ્ન થઈ ગયા. લોકમાં વાત ચાલી, - “અરે ! કોણ દુષ્ટ આવા ઉમદા રાજકુમાર બિચારાને આવી કરપીણ રીતે મારી નાખ્યો ? મારનારનું સત્યાનાશ જજો”...
નરસિંહ પણ ત્યાં આવ્યો. એ તો પોકે પોક રુએ છે, - “ઓ મારા પ્રાણપ્યારા દોસ્ત ! આ તને ક્યા હરામીએ મારી નાખ્યો? ઓ મારા ભગવાન ! આ બિચારા નિર્દોષ જીવની તેં રક્ષા ન કરી? હાય રે હૈયા ! આ જીગરજાન મિત્રને મરેલો જોઈ તું કેમ ફૂટી જતું નથી?...” અંદરમાં સમસમી ગયો કે “આ શું? પૂજાપો લઈને હું જ જતો હતો, તો હું ત્યાં ગયો હોત તો શું મારી આ જ દશા થાત ? મિત્ર મર્યાનો ભારે ખેદ કલ્પાંત કરે છે. રાજાનો કલ્પાંત ઃ
ત્યારે રાજા તો અવાક જેવો જ થઈ ગયો. એણે જોયું કે
જે નરસિંહને મારે ખત્મ કરાયેલ જોવો હતો, એ પૂર્વની જેમ અહીં તે પણ સુરક્ષિત છે, ને મારો અતિપ્રિય પુત્ર જ ખત્મ થયો? હાય ! હાય ! આ શું થયું? મારાં જ કર્યા મારા જ લમણે વાગ્યાં? ખરેખર ! જેનું પુણ્ય જોર કરે છે એને કોણ કશું કરી શકે? આ મારો હવસ જ ખોટો હતો. એમાં નરસિંહ પર વારંવાર આક્રમણ લઈ ગયો છતાં એને ઊની આંચ ન આવી, ને મેં વ્યર્થ પાપનાં પોટલા બાંધ્યા ! અને અંતે મારા પોતાના જ દીકરાની બિચારાની કરપીણ હત્યા થઈ.
હાય ! હાય !' રાજાને પસ્તાવાનો પાર નથી. એના મનને એમ થાય છે કે, મારા આ ગોઝારા છૂપા પાપ મને કેવી નરકમાં લઈ જશે? હજી પણ જગત મને સારા રાજા તરીકે ઓળખશે ! મારા જેવા ભયંકર પાપીના સન્માન કરશે ? અને હું માયાવી કપટ બન્યો રહી શું એવા ખોટાં માનપાન લઈ હજી પણ ઘોર પાપ બાંધતો રહેવાનો ? આ મનુષ્ય જનમ શા માટે મળ્યો છે ? શું પુણ્ય ભોગવી ભોગવીને ખલાસ કરવા માટે ? અને ભરચક નવા ભયંકર પાપોના પોટલાં કમાવા માટે મળ્યો છે? કે નવા પાપ બંધ કરી પૂર્વનાં જનમ-જનમનાં પાપોનો નિકાલ કરવા અને ભગવાનની ભક્તિમાં જ લાગી જવા માટે ? પરંતુ આ ભગવદ્ ભજન સાચું ક્યારે થાય? પાપી છતાં દુનિયાની આગળ સારા દેખાવાની માયા મૂકી દઉં તો જ સાચું ભજન વાસ્તવિક ભજન થાય.
કોઈ પણ નાની ય ધર્મસાધના માયા-કપટ-દંભ રાખીને નિર્મળ થઈ શકે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org