________________
શ્રી ભગવતી
સન્ન-વિવેચન
સમજી એ પામ્યાને અહોભાગ્ય માનીને જે હોંશ ઉલટથી દર્શન કરતો રહ્યો છે, એવું આપણને કયા ધર્મસાધનામાં સતત ઉલટ ચાલ્યા કરે છે ? કઈ ધર્મસાધના આપણે ભલીવાર વાળી કરીએ છીએ ?
જો જો ભિખારીને પરભવે માત્ર આ એક મહાન કલ્યાણ કર્તવ્ય માની એ બજાવવાના પ્રતાપે કેવી ઉત્તરોત્તર ચઢિયાતી ઉન્નતિ મળતી રહે છે ! અને એમાં વિઘ્નો ભારે આવવા છતાં એ જ કેવા ચડિયાતા હૃદય માટે થાય છે ! જિનદર્શનના પ્રભાવ અજબ ! એ પણ જોવા જેવું છે કે ભિખારીપણે જે દર્શનનો ધર્મ કરી રહ્યો છે એમાં હજી કાંઇ ‘સંસાર પાર કરી જવા માટે જ ધર્મ કરું' એવો કોઇ આશય નથી, આશય માત્ર આટલો જ કે ‘પૂર્વે ધર્મ નથી કર્યો તેથી આ ભિખારીપણું આવ્યું ને એમાંય ભીખ માગતા સરખું ન મળે એવી કમભાગિતા આવી છે, તો હવે ધર્મ કરું તો આ વિટંબણા ન આવે.’ એટલો જ છે. એટલે કે સરખી રીતે પેટ ભરવાનું થાય એવા દુન્યવી કાર્યનો આશય છે, છતાં એવા પણ આશયથી એ શું કરી રહ્યો છે, પાપ નહિ, પણ વીતરાગ પ્રભુનાં દર્શનનો ધર્મ કરી રહ્યો છે. શાસ્ત્રકારો પાપપ્રવૃત્તિ છોડી ધર્મપ્રવૃત્તિ કરવાનું બહુ મહત્ત્વ આંકે છે. અને એ મહત્ત્વ આપણને પૂર્વ પુરુષોનાં જીવનમાં દેખાય છે. જુઓ.
ભિખારી દર્શનના ફળરૂપે એ જ જીવનમાં ભીખ સારી પામતો ગયો અને મરીને ૫૨ભવે એક બ્રાહ્મણના છોકરા તરીકે જનમ્યો. એ બેએક વરસનો થયો હશે ત્યાં બ્રાહ્મણ એને રાજાને પગે પડવા લઇ જાય છે. ત્યાં બન્યું એવું કે રાજાની પડખે રાજજોષી બેઠેલો તે બોલી ઊઠ્યો, ‘વાહ કેવુંક ભાગ્યશાળી આ રૂપાળું બાળક !'
રાજા પૂછે ‘કેમ ભાગ્યશાળી ?’
જોષી કહે ‘મહારાજા ! આના મુખની રેખાઓ કહી રહી છે કે એ અહીં રાજા થાય,'
રાજાએ એ વખતે તો ઉદ્ગાર કાઢ્યો કે ‘એમ છે ? તો તો ખરો ભાગ્યશાળી?’ પરંતુ રાજાના પેટમાં સંતાપની આગ ઊઠી ‘હાય ! આ દક્ષિણાની ભીખ માગતા ફરનાર બ્રાહ્મણનો દીકરો મારો વારસદાર ? લાવ વારસદાર બને એ પહેલાં એનું કાટલું કઢાવી નાંખું.’
એ બાળકને કેવુંક વિઘ્ન આવે છે ! પણ જો જો પૂર્વનો દર્શનધર્મ જે હોંશે હોંશે કર્યો ગયો છે, એ એની કેવીક રક્ષા અને ઉન્નતિ કરે છે. રાજાએ એક માણસને તૈયાર કર્યો કહ્યું ‘આ બ્રાહ્મણના બાળકને નગર બહાર કૂવામાં પધરાવી આવજે. ઇનામ મોટું લઇ જજે.’ પરંતુ બાળકનું જોરદાર પુણ્ય શું કામ કરે છે એ જુઓ. સંધ્યાકાળે એ માણસ બ્રાહ્મણના ઘરમાં એકલા બાળકને જોઇ એને ઉપાડીને ચાલતો થઇ ગયો. ગામ બહાર આવ્યો ત્યાં ચાંદનીના પ્રકાશમાં જુએ છે તો બાળક ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org