________________
પ્રકાશકીય :
માનવના જીવનમાં અનેક દુઃખદ સમસ્યાઓ ઊભી થાય છે અને એનો રુચિકર ઉકેલ આણી સુદીર્ઘ સુખ, શાંતિ અને સુંદર સ્કૂતિ પામવા મનુષ્ય ઝંખે છે, મથે છે, પણ અફસોસ! કે એ સમગ્ર જીવન તો શું પણ એક દિવસ પણ એવો જોવા નથી પામતો કે જેમાં દુઃખદ સમસ્યાઓના એવા સફળ ઉકેલ એ પામી શકયો હોય. એ તો તોજ પામી શકે કે જો અધ્યાત્મભાવોનું આલંબન લે. અધ્યાત્મભાવની એ તાકાત છે કે શું રોજીંદી કે શું જીવનવ્યાપી ઘેરી વિષાદ છાયાઓ, ગાઢ કલેશના વાદળો અને વ્યથા ભરી ચિંતા દૂર કરે. શ્રી ભગવતીસૂત્ર એક દ્રવ્યાનુયોગનો મહાખજાનો છે. એના પદાર્થોનું ચિંતન અધ્યાત્મભાવ લાવવા અજોડ સાધન છે.
પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ આચાર્ય દેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ભગવતીસૂત્ર ઉપર પ્રવચનો ફરમાવેલ તેનું શબ્દશઃ અવતરણ પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી ઘવસેનવિજયજી ગણિવર્યે કરેલ. તેમાંના શરૂઆતના પ્રવચનો પૂજ્ય આચાર્યદેવશ્રીએ આઘા જોઈ તપાસી આપવા કૃપા કરેલ. તેથી પ્રવચનકાર પૂજ્યશ્રી તેમજ અવતરણકાર અને સંપાદક પૂ. પંન્યાસશ્રી પબ્રસેનવિજયજી ગણિવર્યનો ઉપકાર ભૂલાય એમ નથી. આ ગ્રંથ પ્રકાશનમાં અમદાવાદ શ્રી લાવણ્ય .મૂ.જૈન સંઘ જ્ઞાનખાતા તરફથી લાભ લીધેલ છે. તે બદલ તેમના ઋણી છીએ.
આપ સૌ આ ગ્રંથના સ્વાધ્યાયથી આત્મશ્રેય સાધો એજ મંગળ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org