________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન અનંતજ્ઞાન શી રીતે થયું? કહો, અહિંસા-સંયમ-તપના ભવ્ય આચરણ પર કર્મનાં આવરણ સમૂળ ઊખડી જવાને લીધે કેવળજ્ઞાન પ્રગટ થયું. આચારપાલનની બલિહારી છે. વાતેય સાચી, આચારથી ઊંધે રસ્તે પાપસેવનના માર્ગે દોડી દોડીને આત્મા પર વધારેલા જ્ઞાનાવરણીય કર્મના ઢેર આચારપાલનના સીધા ઉપાયથી તોડ્યા વિના અંદરનું જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય ? જ્ઞાન એ આગંતુક ગુણ નહિ પણ સ્વભાવ :
જ્ઞાન એ આત્માનો બહારથી આવનારો આગંતુક ગુણ નથી, પણ આત્માનો મૂળભૂત સ્વભાવ છે. એના પર જ્ઞાનાવરણ કર્મના ઢેર જામેલા છે તેથી એ સ્વભાવ ઢંકાઈ ગયેલો છે. ૨૦૦૦ કેંડલ પાવરના સળગતા ઇલેકટ્રીક ગોળા પર ઘાસલેટનો ડબો ઊંધો વળી ગયો; તો બહાર કશો પ્રકાશ ન આવે. જ્ઞાન જો આત્માનો સ્વભાવ ન માનીએ તો પછી આત્માનું ચૈતન્ય કશું રહેતું નથી, જડમાં ને એમાં શો ફરક રહે ? પણ ના, “ચૈતન્યલક્ષણો જીવઃ' કહેવાય છે તે આત્માનો જ્ઞાન સ્વભાવ માનવાથી જ ઘટી શકે. ન્યાય-વૈશેષિક-સાંખ્ય વગેરે દર્શનવાળા આત્માનો આ જ્ઞાન સ્વભાવ માનતા નથી, તેથી એમને બિચારાને મોક્ષ જડ પત્થર જેવો માનવો પડે છે ! અને આત્માનું ચૈતન્ય એ શો પદાર્થ, એનો સ્પષ્ટ ખુલાસો નથી આપી શકતા ! ત્યારે સર્વજ્ઞ તીર્થકર ભગવાને તો આત્માનું સ્વરૂપ સ્પષ્ટ પ્રત્યક્ષ જોઈને કહ્યું કે આત્મા અનંતજ્ઞાન-સ્વભાવ છે. એનાં પર કર્મના આવરણ ચડી ગયેલા છે. તેથી એ આવરાઈ ગયો છે. પવિત્ર જ્ઞાનાચાર-દર્શનાચાર વગેરેનું દિલથી વિશુદ્ધ ભાવે જેમ જેમ પાલન કરતા આવો તેમ તેમ એ કર્મના જટિલ વાદળો વિખરાય છે, ને જ્ઞાનપ્રકાશ બહાર આવે છે. આજની અજ્ઞાન દશા !
આજે “જ્ઞાન ભણો'ની બૂમો મારવામાં આવે છે, પરંતુ પવિત્ર આચારો પાળો, આચારો પાળો' એવા અવાજ કેટલા કાઢે છે ? મૂળ પાયામાં વિનયનો આચાર, કૃતજ્ઞતાપાલનનો આચાર, દયા-દાન-શીલવ્રત નિયમના આચાર, ત્યાગ તપના આચાર, વગેરે આચારનું પાલન નહિ, એનું પરિણામ આજે જુઓ છો ને? ભણેલા વધારે ભૂલે છે. ઉદ્ધતાઈ-સ્વચ્છંદતા-અભક્ષ્યભક્ષણ-અગમ્યગમન વગેરે વગેરે કેટલું બધું વધી પડયું છે !! મોટી મોટી લાંચ-રુશ્વતો ભણેલા જ લે છે ને ? લાંચ લેવી એટલે? ચોરી, વિશ્વાસઘાત, નિર્દયતા, દેશદ્રોહ, દેશબંધુદ્રોહ વગેરેનું જ આચરણ ને ? ભણતરે શું શીખવાડ્યું? પણ કહો આચારપાલનને અભરાઈએ ચડાવી કોરું ભણો ભણો’નું ડિડિમ વગાડાય એ આજ પરિણામ લાવે. અભય અને કોણિક :
અભયકુમાર શ્રેણિકનો પુત્ર, પણ મોસાળમાં જન્મી મોટો થયો ત્યાં દાદાના ઘરે આચારપાલનના સારા સંસ્કાર પામ્યો, તો પછી બાપના ઘેર જઈ એમાં આગળ વધતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org