________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન
૧.૧ ૫.
બાહુબલજી મુનિ ગમે એટલા માનમાં હતા કે ‘સર્વજ્ઞ પણ નાના ભાઈને વંદન ન કરૂં,' છતાં જ્યાં પોતે બેનસાધ્વીઓ બ્રાહ્મી-સુંદરીનાં વચનનાં શ્રવણની ક્રિયા કરી અને એટલા માત્ર વિચારમાં ચડયા કે ‘જાઉં હવે તો એ સર્વજ્ઞ લઘુબંધુઓને નમન કરૂં' ત્યાં અંતરનો અભિમાન-અક્કડતા-મોટાઈરૂપ માનકષાય દબાતો આવ્યો, નમ્રતા-મૃદુતા-લઘુતા વિકસતી આવી, ને એ માર્ગે પગલું ઉપાડવાની ક્રિયા શરૂ કરી ત્યાં ભાવનો ઉત્કર્ષ વધી જતાં માનકષાય અને બીજા કષાય સમૂળગા નષ્ટ થઈ ગયા, ને વીતરાગ બની સર્વજ્ઞ બન્યા ! જો ક્રિયાનું મૂલ્ય જ ન હોત, જો પોતે માનતા હોત કે ‘નમનની ક્રિયાથી કાંઈ ન વળે, એથી કાંઈ અંદરના કષાય શમે · નહિ', તો એ નાના ભાઈને નમવા જવાનો વિચાર જ શું કામ કરત ? તેમ પગલું ય શું કામ ઉપાડત ? ને એ ન કરતે તો એમને માનકષાય શી રીતે દબાત ?
એટલે આ હકીક્ત છે કે ક્રિયા તો ભાવને જગાવવા-વધારવામાં બહુ ઉપયોગી હોઈ ભાવને પેદા કરે છે. પુષ્ટ કરે છે.
એવી એ પણ વસ્તુ છે કે એમાં શુભ ભાવ એ પ્રશસ્ત રાગ-દ્વેષના ઘરના હોય છે, ને એ અપ્રશસ્ત કષાયને દબાવે છે.
બાહુબળજીના પ્રશસ્ત રાગદ્વેષ :
દા.ત. બાહુબળજીને બેનસાધ્વીનાં વચન ‘વીરા મોરા ગજથકી ઉતરો, ગજ ચઢ્ય કેવળ ન હોય' એ સાંભળવાની ક્રિયાથી પસ્તાવો થયો કે ‘અરે ! આ મેં શું કર્યું ? અભિમાનમાં રહીને મારે વીતરાગ સર્વજ્ઞ બનવું છે ? કેવી મારી સરાસર ભ્રમણા ? કેવો હું મૂઢ ?' એ જાત પર ધૃણા-અરુચિનો અને અભિમાન-દુષ્કૃત ૫૨ દ્વેષનો ભાવ થયો કહેવાય. એ પ્રશસ્ત દ્વેષ છે. એમ, પછી જે થયું કે ‘કોની સામે મારી મોટાઈ અક્કડતા અને અભિમાન ? સર્વજ્ઞ એવા નાના ભાઈઓની સામે ? ક્યાં હું મૂઢ રાગદ્વેષમાં ખૂંચેલો અધમ આત્મા ? ને ક્યાં એ તદ્દન નિર્દોષ વીતરાગ અનંતજ્ઞાની પરમાત્મભાવ પામેલા ? ધન્ય અવતાર કે એ નાના છતાં વહેલા વીતરાગ બન્યા ! તો જાઉં, એમને હું નમું ! આ જે ભાવ આવ્યો તે એ વીતરાગતા ને વીતરાગ સર્વજ્ઞ લધુબંધુ પ્રત્યે ભક્તિ બહુમાનનો અર્થાત્ પ્રશસ્ત રાગનો ભાવ જાગ્યો કહેવાય. એ વિશુદ્ધિ છે. પેલા સ્વગૌરવ-અક્કડતા-અભિમાનના ભાવ એ સંકલેશ હતા. હવે એ મટીને વિશુદ્ધિ આવી, ને વધતી ચાલી. એ કષાયના ઘરના જ ભાવ છે, પણ પ્રશસ્ત, એટલે અપ્રશસ્ત કષાયમાંથી બહાર નીકળતા ચાલ્યા એમાં વધતાં વધતાં શી વાત ? સર્વજ્ઞ વીતરાગ ભાઈ ! કોઈ જ લેશમાત્ર કષાય નહિ !' – એમ વીતરાગતાના અત્યંત વધેલા રાગમાં વીતરાગતાના સાથે એકતાન ધ્યાનમાં ચડી ગયા ! ધ્યાતા-ધ્યેય-ધ્યાનની એકરૂપતા એકરસતા થઈ ગઈ ! સમભાવ આવી ગયો ! ત્યાં પ્રશસ્ત રાગ સહેજે છૂટી ગયો ! એને ધક્કો ન મારવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org