________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન એ છોડું,'ના, કશો ભાર જ નહિ, બંધાયેલાપણું નહિ, વિશ્વ શ્રેષ્ઠ શાસન ભલે ને મળ્યું, ભલે ને એ ત્યાગના કેટલા ય આદેશો કરતું હોય, કિન્તુ આપણે એને બંધાયેલા નથી કે એ બધું કરવું જ પડે. ભાવના હોય એટલું કરીએ આપણી મરજીની વાત છે.” ખાનપાનાદિની લંપટતા શું શું કરાવે ? :
કોણ બોલાવે છે આ? કોણ આ માથે શાસનના ભાર-બંધન વિના સ્વચ્છંદતાનું વિચારાવે છે? ખાનપાનાદિ વિષયોની લંપટતા. રખેને ખાવાનું રહી જશે ! રખે કાયા દુબળી પડી જશે! માંદો પડીને મનગમતું ખાવાનું રહી જાય કે શરીર દુબળું પડે, એનો વાંધો નહિ. વાંધો માત્ર ધર્મખાતામાં જોખવાનો !
ઘર્મની, શાસનની અને અતિ અતિ દુર્લભ મોક્ષમાર્ગની કિંમત નથી, આકર્ષણ નથી, સાચું સેવકપણું નથી. કિંમત છે વિષય-સુખોની! આસક્તિ - સેવકપણું છે વિષયોનું, તે એમાંથી થોડુંય જતું કરી, નથી કોઈ તપ કરવો, નથી કોઈ ત્યાગ, નથી કોઈ વ્રતનિયમમાં આવવું.
માનવના ખોળિયે જનાવરની સંજ્ઞાને પોષવી છે ! આગળ વધીને રાત્રિભોજન-અભક્ષ્યભક્ષણ-ઈદ્રિયગુલામી સેવતાં પણ સંકોચ નથી.
પરસ્ત્રીઓ જોવાના ને વિલાસી વાંચન કરવાના આંખોના દુરાચાર, * બિભત્સ કામગીતો ને નિંદાઓ-પાપકથાઓ સાંભળવાના કાનના
દુરાચાર,એમ, + નિંદા-વિકથા-પાપોપદેશ કરવાના જીભના દુરાચાર અને * પરનું ભંડ, તથા અનાચારો અને અસત્ય-અનીતિ-ઈર્ષ્યાદિ ચિતવવાના મનના
દુરાચારો.
એ સેવતાં આંચકો નથી. ઉચ્ચ માનભવની કિંમત હોય તો ને ? વિષયગૃદ્ધિ એનો વિચાર જ નથી કરવા દેતી.
કલેવર માનવનું, પણ હૃદય જંગલી પશુનું ! જોવું નથી કે મોટમોટા શેઠ શાહુકારો, તથા રાજા મહારાજ અને ચક્રવર્તી જેવાઓએ પણ કેટલું ભરપૂર મળેલું છતાં એની તેવી આસક્તિ નહોતી, લંપટતા નહોતી, ને આ ભવની કિંમત હતી, તો કેવા અભુત ત્યાગ-વ્રતનિયમ અને સંતોષ કેળવેલા? વિષયલંપટતા ઓછી કરાય તો જ થોડોય આ ત્યાગ-વ્રતનિયમ-સંતોષનો ધર્મ સૂઝે. વિકથા-કુથલીની લંપટતા :
એમ, વાતોના રસિયાની પણ દુર્દશા છે કે એ રસમાં કલાકો બગાડશે, પણ નવકારવાળી, સામાયિક, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે કઈ નહીં સૂઝે. લાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org