________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
$3
વાત્સલ્ય અને પ્રભાવનાના મર્મને ચિત્તપર લે કે નહિ ? જીવનમાં એને ઉતારવાનું કરે જ ને ? એ દર્શનાચારો જો ઝગમગતા જીવાય તો પછી બોલ ઉકરડાના કઢાય કે ઉદ્યાનના ?
જિનવચન પર જ મદાર રાખ્યો હોય તો મોંઘવારીની સમસ્યા શી ? રોજના એના સંતાપ અને બખાળા શા ? કહે છે ‘અમે સંઘના હિતમાં બોલીએ છીએ,’ પણ વિચારવાનું છે કે એમ વર્ષો સુધી બોલીને એ સમસ્યા ઊકેલી ? આજે મોંઘવા૨ીમાં કપરી સ્થિતિ અનુભવતાનાં દિલ ઠાર્યા? અને શ્રીમંતોને ઉદાર તથા સમસ્યા ફેડનારા બનાવ્યા ? એ તાકાત તો વિજ્ઞાનમાં અંજામણ અને નવી જીવન પદ્ધતિઓનાં આકર્ષણ હેઠાં મૂકી જિનવચનને મહત્વ આપવાનું કરાય તો બને.
જિનવચન તો કહે છે, તે આજના વિષમ યુગમાં આવી પડવાથી સમજાય છે કે પુણ્ય કાચાં છે, એટલે પછી પરિસ્થિતિ એવી જ જોવા મળે. પરંતુ જીવન જો વ્રત-નિયમ, સંયમન, અને બહુ ઓછી જરૂરિયાતોવાળું તથા લહેલાટ-લોકસંજ્ઞા અને લાલસાઓ વિનાનું બનાવાય, તો ઘણી સમસ્યા ઉકલી જાય. જિનવચન તો જીવન અગવડમાં મૂકાય એના કરતાં મન દુર્ધ્યાન-સંતાપ-સંકલ્પ વિકલ્પોમાં રહ્યા કરે એ બહું ખતરનાક કહે છે, દુ:ખદ દુર્ગતિદાયક, અને શુભ ગુમાવી અશુભ ભાવોના અનુબંધ પોષનારૂ કહે છે. એના ડરવાળો તો એ દુર્ધ્યાન આદિથી બચવાનું પહેલું કરે. એ બચવા માટે જિનવચનનું જ આલંબન પકડે; સમજે કે ‘સોંઘવારી વગેરે માલ પુણ્યનાં નાણા પ્રમાણે મળે, પુણ્ય દુબળું તો માલ પણ એવા જ પ્રાપ્ત થાય. છતાં મને જે બીજી બાજુ આવા અરિહંત પરમાત્મા વિશુદ્ધચારિત્રી સદ્ગુરુઓ અને લોકાત્તર જિનશાસન મળ્યું છે એ અપૂર્વ નિધાન છે, કોહિનૂર હીરા મળ્યા છે પછી કાચના ટૂકડા બે રાશિ મળ્યા પર ખેદ શાનો ? મોંઘવારી તો આખા જગતને પીડી રહી છે, પણ મને જૈનધર્મની આરાધના મળી છે એ મારૂં મહાન અહોભાગ્ય છે, તો એને જ મુખ્ય રાખું.’ આમ જિનવચન આ સમસ્યાનો ઉકેલ લાવી આપે
છે.
ત્યારે ભાઈ કે પાડોશી વગેરેની વાંકાશની સમસ્યા પણ જિનવચન એવી ઉકેલી આપે છે કે પહેલાં તો જિનવચનના આધારે પોતાના દિલમાં મૈત્રી-કરુણા-પ્રમોદ અને માધ્યસ્થની ભાવનાઓ અને એ ભાવો એવા મહેકાવતા જવાય કે એની સામા પર જબ્બર અસર પડે. સામો જીવ બિચારો કદાચ ભારે કર્મથી પીડાતો હોય તો ભલે એની ઉપર અસર ‘ન’ પડી, તોય એની ભાવદયા વિચારવાનું થાય અને પોતાને પોતાનાં અશુભ કર્મનું જ પરિણામ નડતું માની એના નિવા૨ક અરિહંત પ્રભુનું વિશેષ શ૨ણ-સ્મરણ-ભક્તિ થાય. પછી સમસ્યા ક્યાં ઊભી રહે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org