________________
S
easessmeeeeeeeewsweeeeeeeeessessenessessoms
( શ્રી ભગવતીજી સત્ર વિવેચન પ્રાણ નહિ પણ એ જિનવચન જ સર્વસ્વ'.- આવાં એનાં અંજામણથી એના તરફ ખેંચાયા ઉત્તર કરે છે કે, - ‘હિંસાનું ફળ નરક.”
આ ઉત્તર કરતાં ભીતિ નથી કે એથી યજ્ઞમાં હિંસા કરનારો રાજા એને નરકગામિતાની ગાળ લાગવાથી ગુસ્સે થઈ કંઈ કરી નાખશે તો? આવો કોઈ ભય નથી. કેમકે ભય તો પોતાના શરીર પર જુલ્મ આવે એનો ને ? પરંતુ પોતાની કાયાનું ય એવું અંજામણ નથી જેવું જિનવચનનું અંજામણ છે.
રાજા ગુસ્સે થઈ કહે છે, “તો શું હું નરકગામી? ત્યારે તમે ક્યાં જશો?' કાલિકસૂરિજી મહારાજ કહે છે, - “અમારે તો અહિંસાથી સ્વર્ગે જવાનું.”
રાજા કહે “મારી નરકગામિતાની ખાતરી શી ?' આચાર્ય મહારાજ કહે છે. એની ખાતરી છે કે તું આજથી સાતમે દિને ઘોડા પર બેઠે તારા મોઢામાં વિષ્ઠાનો કણિયો પડશે, ને તું કમોતે મરીશ.
રાજાને ગુસ્સાનો પાર નથી. પણ કરે શું? છતાં કહે છે, - “તમને સાત દિવસ અટકાયતમાં રાખીશ. જો તમારું વચન ખોટું પડ્યું તો તમને દેહાંત દંડની સજા મળશે !' - બસ, રાખ્યા આચાર્ય મહારાજને અટકાયતમાં. રાજા પણ મહેલમાં ભરાઈ બેસે છે રખે ને ક્યાંકથી મોંઢામાં વિષ્ઠાનો કણિયો પડે તો ? દિવસ છ પસાર થઈ ગયા, પણ રાજા એ ભ્રમણાથી માની લીધું કે સાત દિન વીતી ગયા, તે હવે ખુશ થતો કાલિક સૂરિજી મહારાજની ખબર લઈ નાખવા બહાર નીકળ્યો. મદાંધપણામાં ઘોડા પર બેસી એને જોરથી દોડાવતો ચાલ્યો.
રાજાના મોંમા વિષ્ઠાનો કણિયો:
હવે અહીં બન્યું એવું કે રાજાનો માળી વહેલી પરોઢે ફૂલ આપવા આવતો હતો એને વડી સંજ્ઞાની જોરદાર હાજત લાગી, તે રસ્તા વચ્ચે જ એણે અંધારાનો લાભ લઈ હાજત ટાળી ને પોતાની વિષ્ઠાના પોદરા ઉપર ફૂલ પાથરી દીધા, ને ત્યાંથી ચાલ્યો ગયો. બસ, હવે રાજા ઘોડો દોડાવતો એ જ રસ્તે નીકળ્યો છે. તે ચારે પગે કુદતા ઘોડાનો પગ પેલા પોદરા પર પડવાથી વિષ્ઠાના કણ ઊછળીને જાય રાજાના મોંઢામાં. છે ત્યાં ખટ્ર રાજા ગભરાયો. લાગ્યું કે પોતે દિવસ ગણવામાં ભૂલ્યો, અને સૂરિજીનું વચન સાચું પડ્યું. પણ હવે આગળ જતાં ક્યાંક મૃત્યુ ન આવે માટે મહેલ તરફ પાછો ફરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org