________________
( શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન છે? એવા સીડી ચડનારા અને ટેકાને પકડનારા તો કઈ પડ્યા. આપણેય બાળક હતા ત્યારે પડેલા. માટે સીડી ને ટેકાથી સાતમા મજલાની અગાશીએ પહોંચવાનું માનવું એ મિથ્યાત્વ છે...” આવું બોલે એ મૂઢતાભર્યો લવારો નહિ તો બીજું શું ગણાય ? નીચે જમીન ઉપર ઉભેલાને સાતમા માળની અગાશી એ કાંઈ એક પગલાની વસ્તુ નથી, એક જ ફર્લાગે પહોંચવાની ચીજ નથી કે માત્ર એક ફલાંગ મારી ને ટપ અગાશી પર ઊભા ! એ તો પાયરીઓ ચડવી પડે ને એ માટે ટેકા લેવા પડે. એમ કષાયની અસંખ્ય માત્રાઓ છે. ઊંચી ઊંચી માત્રાના કષાય કાપતા આવવું પડે. એ માટે ક્ષમાદિ શુભ ભાવ અને એના જગાડનારા-પોષનારા વ્યવહાર માર્ગના ટેકા આલંબન લેવા પડે. એના આધારે, પેલામાં જેમ જેમ ઉપર ચડતાં નીચેના મજલાઓ પસાર થતા જાય અને અગાશીની નજીક નજીક પહોંચાતું જવાય, એમ અહીં નીચેનીચેના કષાયભાવો ઓળંગાતા જાય, ને વીતરાગભાવની નજીક નજીક થવાતું જવાય.
પ્ર. ખેર ! પણ એમાં તો આંતરિક ક્ષમાદિ-ભાવની જરૂર ગણાય, કિન્તુ બાહ્ય ક્રિયાની શી જરૂર ? એથી શું વળે ?
ઉ. - ક્રિયા એ પેલી ઊભી સીડીના કઠેડા જેવો ટેકો છે. કઠેડાનો આધાર પકડી ઉપર ઉપરના પગથિયા ચડાય છે. એમ ક્રિયાના આલંબને ઉપર ઉપરના ભાવમાં ચડાય છે. જો બાહ્ય અશુભ ક્રિયાના આધારે કષાયના ભાવ જાગે છે પોષાય છે અને વધે છે, તો બાહ્ય શુભ ક્રિયાના આલંબને ક્ષમાદિશુભ ભાવો જાગી-વધી ન શકે ? કૃત્રિમ નિશ્ચયવાદીનું જ વર્તન જુઓ ને કે એમનો પોકળ નિશ્ચયવાદ પ્રચારવા માટે એમણે પહેલાં ભાષણની ક્રિયા શરૂ કરી ! એથી ચાર માણસો જોડાતા દેખ્યા એટલે એમને પ્રચારનો લોભ લાગ્યો, ને માસિક પત્ર પ્રચારવાની ક્રિયા ચલાવી ! એથી વળી એમનામાં વધુ જોડાવાનું દેખ્યું એટલે લોભ ઓર વધ્યો, ને દૈનિક પત્રિકા શરૂ કર્યું! એનું ધાર્યું ફળ જોઈ પાછો આંતરિક લોભ વિકસ્યા તે ટેપ રેકર્ડિંગ ચલાવી એને પણ પ્રચારવાની ક્રિયા કરે છે ! આ શું છે? બાહ્ય ક્રિયાના આધારે આંતરિક લાભની માત્રા વધવાનો સ્પષ્ટ પુરાવો.
એમ નિશ્ચય-વ્યવહાર ઉભયને ન્યાય આપનાર મતની શ્રદ્ધા-રાગવાળો કોઈ એમને કહે કે “આ તમારૂં કહેલું ગળે ઉતરતું નથી.'
તો એ એને કહે છે કે “એનું કારણ એ છે કે તમે પેલો મિથ્યારાગ ધરી બેઠા છો એટલે ક્યાંથી ગળે ઉતરે? એ તો એ મિથ્યારાગ હટે તો સાચી વસ્તુ ગળે ઉતરે પણ ફિકર ન કરો, જરા ધીરજ ધરી અહીં રોજ પ્રવચન સાંભળો, અહીંવાળાનો સત્સંગ કરો, એટલે તમારો ભ્રમ ભાંગી જશે ને સાચું સમજાશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org