Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 124
________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન માનવા પૂજવા જઈશ તો એ કરમાઈ જશે. ને એ ખૂશ નહિ, તો તું ય ક્યાંથી ખુશીમાં રહેવાની ? અસ્તુ. વાત શ્રવણના અંજામણની છે. સારાંશમાં શ્રી ભગવતીસૂત્ર નિદ્રા તથા વિકથાને ત્યજીને મનવચન અને કાયાને ગોપવીને લલાટે અંજલિ જોડીને ભક્તિ બહુમાનપૂર્વક ઉપયુક્ત થઈ શ્રવણ કરવું. [ આ ભગવતીસૂત્રમાં એક શ્રુતસ્કંધ - ૧૦૦થી વધુ અધ્યયન, ૧૦૦૦૦ ઉદ્દેશક, ૩૬૦૦૦ પશ્નો અને ૨,૮૮,૦૦૦ પદ છે. પહેલા શતકના પહેલાં ઉદ્દેશામાં પ્રશ્ન “સે, પૂર્ણ ભંતે ચલમાણે ચલિએ ? ઉદ્દીરિજ઼માણે ઉદીરિએ ? વેઇજ઼માણે વેઇએ ? પહિજ઼માણે પહીણે.... નિ≈રિમાણે નિજજણે ?'' હંતા ગોયમાં ! ચલમાણે ચલિએ, જાવ નિરિજ઼માણે નિજ઼િણે ! છિજ્રમાણે છિન્ને ? ભિજ઼માણે ભિન્ને ? ડઝમાણે દઢે ? મિજ઼માણે મડે ? હે ભગવાન, જે ચાલતું હોય તે ચાલ્યું એ પ્રમાણે કહેવાય ?.....તેમજ બળતું હોય તો બળ્યું અને નિર્જરાતું હોય તે નિર્જરાયું એ પ્રમાણે કહેવાય ? ઉ. - હા, ગૌતમ ! ચાલતું હોય તે ચાલ્યું... યાવત્ નિર્જરાતું નિર્જરાયું એ પ્રમાણે કહેવાય. આ જ ભરતખંડમાં કુંડપુર નામનું શહેર હતું. ત્યાં ભગવંત મહાવીરદેવનો ભાણેજ જમાલિ નામે રાજપુત્ર હતો. ભગવંત મહાવીરદેવની પુત્રી સુદર્શના જમાલિની વહુ હતી. કાળક્રમે તે કુંડપુર શહેરમાં ૫૦૦ પુરુષોની સાથે જમાલિએ ભગવાન પાસે દીક્ષા લીધી. ત્યાર પછી ૧૦૦૦ સ્ત્રીઓ સાથે સુદર્શનાએ પણ દીક્ષા લીધી. જમાલિ દીક્ષા લીધા બાદ ૧૧ અંગોને ભણ્યો. છઠ્ઠ અક્રમ, પંદર અને માસખમણ વગેરે તપ કરીને આત્માને ભાવિત કરે છે. અન્ય કોઈ દિવસે ભગવાનને કહ્યું કે હે ભગવાન ! તમારી આજ્ઞાથી હું પાંચસો સાધુ સાથે બહારના દેશોમાં વિહાર કરવાને ઇચ્છું છું. છતાં ભગવત મૌન રહ્યા, આજ્ઞા ન આપી તો પણ તે પાંચસો સાધુઓને સાથે લઈને વિહાર કરે છે. ગામે ગામ ફરતાં સાવત્થી નામની નગરીમાં આવ્યો. ત્યાં તે વૈદુંક નામના બગીચામાં કોષ્ટક ચૈત્યમાં રહ્યો છે. અન્ય કોઇ દિવસે શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થયો તેથી તે બેસી શકતો પણ નહી. તેથી તેણે સાથે આવેલા સાધુઓને કહ્યું કે મારે માટે શીઘ્ર સંથારો પાથરો કે જેથી હું શયન કરું. ત્યાર બાદ તે સાધુઓએ પથારી પાથરવાની શરૂઆત કરી. દાહરથી અત્યંત પીડા પામેલ તે જમાલિએ પ્રશ્ન કર્યો ત્યારે જો કે પથારી પૂરી પથરાઈ ન હતી, અડધી પથરાઈ હતી તો પણ ત્યારે સાધુઓએ કહ્યું કે પથારી પથરાઈ છે. ત્યાર બાદ પીડાથી ભાંભળા ચિત્તવાળો બનેલો તે જમાલિ ઉઠીને જ્યાં પથારી તૈયાર થતી હતી ત્યાં આવ્યો અને આવીને અડધી પથારી જોઈને ક્રોધિત થયો. પછી કરાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126