Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 116
________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ગુણઠાણે બે આત્મા છે, પણ એક સાતમે-આઠમે થઈ ઉપર ચડતો નવમે છે, ને બીજો ૧૧મે ગુણઠાણેથી પડતો નવમે ગુણઠાણે આવ્યો છે. આ એના જેવું છે કે જેમકે તીર્થાધિરાજ શ્રી શેત્રુંજા પર હનુમાન હડે આગળ બે યાત્રિક એક જ પગથિયા ઉપર દેખાય છે. પણ એક જણ યાત્રા કરીને ઉપરથી ઉતરતો છે, ને બીજો યાત્રા કરવા માટે નીચેથી ઉપર ચડતો ત્યાં આવ્યો છે. એ જ રીતે અહીં એક જણ વીતરાગ બનવાની દિશામાં નીચેના ગુણસ્થાનકેથી ચડતો ચડતો નવમા ગુણઠાણે આવ્યો છે. ત્યારે બીજો ૧૧મે ગુણઠાણે વીતરાગ બનીને હવે એ અંદરમાં ક્ષણભર તદ્દન ઉપશાંત કરી નાખેલા કષાય ઉદય પામતા એ બીજો ૧૧ મે ગુણઠાણેથી પડતો નવમે ગુણસ્થાનકે આવ્યો છે. આમાં ચડતો એ વિશુદ્ધિમાં છે, ને પડતો એ સંકલેશમાં છે, આમ બંને અમુક સમયે એકસાથે નવમા ગુણઠાણે હોવા છતાં એક આત્મા કષાયમાંથી બહાર નીકળતો નીકળતો ઉપર ચડતાં નવમે આવ્યો છે માટે એ વિશુદ્ધિમાં ગણાય છે, અને બીજો ઉપરથી નીચે ઊતરતો કષાયની અંદર અંદર પેસતાં એ જ નવમાં ગુણઠાણે આવ્યો છે. કષાયસ્થાન, અધ્યવસાયસ્થાન સમાન, એ જ છતાં એકને વિશુદ્ધિ, વિશુદ્ધ પરિણામ, અને બીજાને સંકલેશ, સંક્લિષ્ટ પરિણામ ! એનો અર્થ એ થયો કે સંકલેશસ્થાન એજ વિશુદ્ધસ્થાન; સવાલ માત્ર પડવા-ચડવાનો; તફાવત માત્ર કષાયમાં અંદર ઊતરવાનો કે એમાંથી બહાર નીકળવાનો. હવે એ જુઓ કે, - કષાયમાંથી બહાર શી રીતે નીકળાય ? આ સમજવા માટે પહેલાં એટલું ધ્યાનમાં રહે કે કષાયનો અધ્યવસાય યાને ભાવ કાંઈ એકજ પ્રમાણનો નથી, કિન્તુ એમાં ડીગ્રીઓ (Degrees) છે, માત્રાઓ છે. સૌથી ઊંચી ડીગ્રીનો ઉત્કૃષ્ટ માત્રાનો, એનાથી જરાક ઉતરતી માત્રાનો, એનાથી પણ જરાક ઉતરતી માત્રાનો ઓછો કરતાં કરતાં વીતરાગભાવ યાને તદ્દન નિષ્કષાયભાવ આવવા પૂર્વનો અત્યંત નહિવત્ કષાયભાવ. એ સૌથી અલ્પ માત્રાનો કષાયભાવ એ ઊતરતી માત્રાઓ થઈ. એના બદલે અલ્પમાંથી વધતી માત્રાનો કષાય થતો આવે એ ચડતી માત્રાઓના કષાયભાવ ગણાય. હવે જોવાનું એ છે કે એમાં શી રીતે અલ્પ અલ્પ માત્રાના કષાય-અધ્યવસાય થતા આવે ? એનો ઉત્તર એ છે કષાય જેવા પ્રકારનો હોય, તેના-તેનાથી વિરુદ્ધ શુભ ભાવ ઊભો કરાય તો એ દબાય. દા.ત. ક્રોધ-કષાયનું ઉપશમન ક્ષમા-સમતાના ભાવથી થાય, માનકષાયનું શમન નમ્રતા- મૃદુતા-લઘુતાના ભાવથી; માયાનું ૠજુતાસ૨ળતા-નિખાલસતાના ભાવથી અને લોભનું ઉપશમન નિસ્પૃહતાતૃપ્તિ-નિર્મમતાના ભાવ વડે થાય. એનો અર્થ એ કે પેલા કષાયના અશુભ ભાવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126