Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 114
________________ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન છોકરી જરા રાશિ, પણ ગમે તેમ ઓઠકોઠ કરીને ઠેકાણે તો પાડવીને ?’ એટલે આ વાતોડિયો કહેશે કે ‘હાસ્તો, ઠેકાણે પાડવી જ પડે ને ?' શું કર્યું આ ? સામો એ ઠેકાણું પાડવામાં જે માયા-પ્રપંચ રમે એમાં મત્તું માર્યું ! સંમતિ આપી, ભયંકર પાપ ‘માયા’ની અનુમોદના કરી ! આવાં આવાં તો કેઈ દુષ્ટ પાપો વાતોના ચડસમાં પોષાય છે. માટે જ બહેતર છે કે ઘરના ખૂણે બેસી રહેવું અથવા સંતસાધુના સંસર્ગ સાધવા, વાંચન કરવું કે જાપ વગેરે કરવો, પણ વાતો-વિકથા-કુથલીમાં લેશ પણ નહિ ઉતરવું. માન-પ્રતિષ્ઠાની લંપટતા જગતમાં ધર્મ૨સ ન જાગવા દેનારી અને ધર્મ ભૂલાવનારી લંપટતાઓ કેટકેટલી છે ? વાતોના રસની જેમ માન-પ્રતિષ્ઠાની લંપટતા પણ ધર્મ ભૂલાવે છે, ધર્મરસ જ જાગવા નથી દેતી. એ તો એક જ જોશે કે ‘આપણને માન ક્યાં મળે છે ? આપણે સારા કેમ લાગીએ ? આપણી પ્રતિષ્ઠા કેમ વધે ?' અર્થ-કામ-ઠઠારાની લંપટ દુનિયામાં સારા દેખાવું છે, માન મેળવવું છે, આબરૂ વધારવી છે, એટલે પછી જીવ એ અર્થ, કામ, વિષયો અને દેખાવ-ઠઠારાની પ્રવૃત્તિમાં જ લાગ્યો રહેવાનો. ત્યાં ધર્મને જગા જ શાની મળે ? ધર્મ કદાચ ક૨વાનું કરે, તો પણ એની પાછળ આશય તો માન મેળવવાનો જ હોય એટલે પછી ધર્મ તરીકે ધર્મનો રસ હોય જ શાનો ? શુદ્ધ ધર્મરસ કેવો : આ જો રસ હોય તો તો મનને એમ થાય કે દુનિયાના બાહ્ય માન-સન્માનની આકાંક્ષા એ તો લોભપાપ છે, અને લોભ સૌથી ભૂંડું પાપ છે. તો કમમાં કમ જ્યારે હું ધર્મસાધનામાં જોડાઉં છું ત્યારે તો એ આકાંક્ષાના પાપને દૂર રાખું. કેમકે એ આકાંક્ષા ચિત્તના અધ્યવસાયરૂપ છે એટલે જો એ ઊભી હશે તો નિર્લોભતાની અર્હત્વત્યાગની, જિનવચનરાગની વગેરે વગેરે ધર્મ આકાંક્ષાને જગા ક્યાંથી મળશે ? પેલી માનાકાંક્ષાનો અશુભ અધ્યવસાય રહેવામાં આ ધર્મઆકાંક્ષાના શુભ અધ્યવસાયની ઉપેક્ષા-બેપરવાહી રહેવાની ! ધર્મ કરીને ધર્મરસ પોષવાને બદલે પાપ પોષાવાનું ! એ કેમ પાલવે ? માટે આ માનની લાલસા ભૂંડી ! બાહુબળજીના યુદ્ધભૂમિ ઉપર બાર બાર મહિના સુધી ચારિત્ર, સળંગ ઉપવાસો અને કાઉસ્સગ્ગધ્યાને એક સ્થાન પર ખડા રહેવાની ધર્મસાધના ક્યાં કમ હતી ? છતાં કેવળજ્ઞાન ક્યારે મળ્યું ? પેલી માનાકાંક્ષા, માનની લાગણી, કે ‘મારે કેવળજ્ઞાની નાના ભાઈઓને વંદન ન કરવું પડે' એ ઊભી હતી ત્યાં સુધી નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126