________________
માં શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન આ એમણે શું સમજીને સલાહ આપી? એજ કે “બાહ્ય પ્રવચનશ્રવણ અને સત્સંગની ક્રિયા કરતા આવવાથી જેમ બીજાઓ બુઝયા છે, અર્થાત એના આંતરિક મિથ્યા રાગ તૂટયા છે, એમ આ ભાઈને પણ એ બાહ્ય ક્રિયાના આલંબને મિથ્યારાગ કપાતો આવશે, સાચી સમજ-શ્રદ્ધા વધતી આવશે.” આવું એ દ્રઢપણે માનીને એને એવી સલાહ આપે છે. આમાં પણ શું આવ્યું? એ જ કે બાહ્ય ક્રિયાના આધારે મિથ્યારાગ કપાતો આવે ને સાચી સમજ-શ્રદ્ધા વધતી ચાલે.
આવી રીતે પોકળ નિશ્ચયવાદી બંને વસ્તુ માને છે, બાહ્ય ક્રિયાથી લોભ વધતો આવવાનું અને બાહ્ય ક્રિયાથી રાગ ઘટતો આવવાનું પછી એ કયા મોઢે બોલે છે કે બાહ્ય ક્રિયા અંદરના ભાવ પર કશી અસર કરતું નથી માટે એની શી જરૂર પડે ? એથી શું વળે?
વાચ સાચી છે કે ગધેડાને બાહ્ય તાલીમ ગમે તેટલી આપે છતાં એ અંદરથી ઘોડાના જેવા ભાવવાળો ન બને; કિન્તુ એ પણ એટલું જ સાચું છે કે બે ધોડામાં એકને બાહ્ય તાલિમ મળી તો એ અંદરથી સારા ઘડતરવાળો બને છે, ને બીજો એવી તાલિમ વિનાનો એવા ઘડતરવાળો નથી બનતો, જંગલી ઘોડા જેવો રહે છે.
પેલા પોપટના બે બચ્ચાની વાત આવે છે ને ? એકને વાઘરીના ઘરે રાખ્યું, બીજાને પંડિતના ઘરે, પછી રાજા જોવા નીકળ્યો તો વાઘરીના ઘરવાળો પોપટ ગાળો ને “મારો કાપો” બોલતું હતું ! ને પંડિત ના ઘરવાળો “આવો, પધારો, જય જય' કહેતું હતું.
એમ ક્ષમાશીલ પુરુષોના સંસર્ગમાં રહેવાથી ક્રોધી પણ થોડો શાંત બને છે. એમ પોતે જાતે જ ક્ષમાના પુસ્તક કે ક્ષમાશીલ કોઈનું ચરિત્ર વાંચે તો અને પોતાનામાં અંતરમાં પોતાની ક્રોધિષ્ઠતા ઉપર ખટકો-પસ્તાવો થાય છે, ને કંઈક પણ ક્રોધ દળે છે, ક્ષમાભાવ થોડો પણ વિકસે છે. આ સત્સંગ-વાંચનની ક્રિયાનું ફળ છે.
એમ બાહ્ય રસત્યાગ ભક્ષ્યદ્રવ્ય-સંકોચ અને તપસ્યા કરતાં કરતાં અંદરમાંથી ખાનપાનને રાગ ઓછા થતાં આવે છે. વિરાગભાવ વધે છે, એ પણ દેખાય છે, અનુભવથી અનુભવી શકાય છે.
એવી રીતે પહેલાં અંતરમાં બહુ અભિમાન-અક્કડતા-સ્વોત્કર્ષ (આત્મગૌરવ) રહેતા હોય, કિન્તુ નમ્ર, મૃદુ, અને લઘુતા ધરનારા સારા માણસોના સંપર્કમાં આવે, એવાના ચરિત્ર સાંભળે, તેમ જાતે એવાને નમન-પ્રણામ-નમસ્કાર કરતો રહે, તો પોતાનામાં નમ્રતા-મૃદુતા-લઘુતા અંશે અંશે પણ આવતી જાય છે. આ બાહ્ય ક્રિયાની જ અસર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org