________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન દાળ ભેગી ઢોકળી :
આ રીતે મન મારીને મૌન કેળવવાની જરૂર છે. નહિતર વાતો ચિતો-વિકથાના રસ-ચડસમાં તો પછી દાળ ભેગી ઢોકળી ચડવા જેવું થશે એ ભૂલવા જેવું નથી. એમાં લાગ્યા એટલે,
(૧) સહેજે અભિમાન પોષાવાનું, કેમકે વાતો કરવામાં હોશિયારી બતાવવા તરફ સહેજ દિલ હોય છે, ને હું સાચું કહું છું, તમારા પરની લાગણીથી કહું છું” એવો સામા પર ભાસ કરાવનારું હુંપદ હોય છે. પોતાનું સાચું ઠરાવવા તરફ અહંત રહે છે.
(૨) વળી વાતોની લંપટતાથી વાતો-વિકથા કરવામાં અસત્ય, અજુગતું ને વધારે પડતું બોલવાનું પણ થાય છે.
(૩) એમ, વાતોના તે તે વિષયથી રાગ, લોભ, માયા બીજા પર દ્વેષ, વગેરે કષાયો પણ જાગે છે, વધે છે, પોષાય છે. - (૪) બીજાનાં ગુપ્ત રાખવા જેવાં રહસ્ય બોલી કાઢવાનું થાય તેથી વિશ્વાસઘાત પણ કર્યાનું બને.
(૫) જાતની ક્ષુદ્રતા નીચવૃત્તિ પોષાય.
(૬) એમ, કેટલીક વાર બીજાના છતા પણ દોષની નિંદા ચાડી, અને અછતા દોષનું આરોપણ, આક્ષેપ, અભ્યાખ્યાન પણ થાય. આ બહું ભયંકર પાપ છે, કોઈનામાં જે દોષ નથી, ભૂલ નથી, એનું આળ ચડાવવા જેવી નીચતા જગતમાં બીજી કઈ હોય? તે પણ વાતોના ચડસમાં એનાથી ખાનગી ! એટલે કેમ? તો કે પછી એનો પ્રચાર ચાલવાનો. હૃદય ધિટું કઠોર નિર્દય બને ત્યારે આવું અભ્યાખ્યાનનું પાપ થાય. બહુ વાતરસિયાને આ સુલભ છે.
(૭) વાતોના ચડસમાં પાપોપદેશ-પાપસલાહ-પાપાનુમોદના અને પાપપ્રેરણાનો હિસાબ નથી રહેતો. કંઈ ને કંઈ વાત કરવી છે ને ? એટલે જેમ ગધેડાને કંઈ ને કંઈ આરોગવું છે, તેથી ઉકરડાનો કચરો આરોગે છે. એમ અહીં વાતોના રસમાં પોતે કરેલ પાપકાર્યોની હોશિયારી બતાવશે, પાપાનુમોદન કરશે ! પછી ત્યાં પાપનો ડંખ પણ ક્યાં ઊભો રહે ? સીધો એ પાપના અનંતાનુબંઘના રાગમાં તાણી જાય ! ને સમકિતથી ભ્રષ્ટ કરે !
વળી વાતોનો ચડસ; એટલે સામાને પાપની સલાહ-પ્રેરણા આપવાનો. ભોજનની, સ્ત્રીની, દેશની કે રાજ્યની એવી વાતો માંડશે કે જેથી સામાને રાગ-દ્વેષ થાય અને એને કોઈ પાપની પ્રેરણા પણ મળે. જરૂર પડયે આ વાતોડિયો એને હિંસાની જૂઠની કે અનીતિ-માયા વગેરેની પણ સલાહ આપતાં અચકાશે નહિ ! એમ સામાના પાપકાર્યની પ્રશંસા કરશે, યા એમાં મg મારશે. પેલો કહે “આપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org