________________
જામક
IN ૧૧. ધર્મરસ અને ધર્મ કેમ નથી જાગતા ?
(૧) વિષયસુખની લંપટતા એ ચીજ જ એવી છે કે એની આંધીમાં ઘર્મ રુચે નહિ, દેવ-ગુરુ-ઉપાસના ગમે નહિ કેમકે એમાં તો થોડો વિષયસંગ જતો કરવો પડે ને ? હૈયુ વિષયરસથી પડકાયેલું હોઈ વિષયત્યાગ બતાવનાર ધર્મનો રસ જામે જ ક્યાંથી? ધર્મરસ વિના ઘર્મ શે સધાય ? એમ પૈસાના લંપટ, માન-પ્રતિષ્ઠાના ભૂખ્યા, વાતોના રસિયા, હરવા ફરવાના શોખીન, ખાવાના લાલચુ વગેરેની દશા જુઓ. એની પાછળ એ ઘેલા થઈને ફરશે, પણ એને ધર્મ નહિ ગમે ! કેમકે એમાં પોતાની લંપટતાનો વિષય સંગ થોડો જતો કરવો પડે ને?
(૨) લક્ષ્મીના લંપટને દાન-પરોપકાર-ભક્તિ કરવાનું શાનું ગમે ? એમાં તો એના પ્રાણભૂત પૈસા થોડા ખરચવા પડે ! એટલે પછી કેમ, તો કે ઘરે લક્ષ્મીના ઢેર થવા લાગે પણ થોડોય દાન ધર્મ નહિ કરી શકે. અરે ! સીધો ઉપભોગ પણ નહિ! એમ, પૈસા મળતા હશે તો કૂદશે, નાચશે, પણ અન્યાય, દ્રોહ, વિશ્વાસભંગ વગેરે કશું નહિ જુએ. સગા બાપનો કે ભાઈનો ઘન-માલ ખાતર વિરોધ કરશે ! જુઆપું કરશે ! આ જગતમાં પૈસા, વેપાર, મકાન, યાવતુ રાજ્યપાટની લંપટતાએ કેવા કેવા કુકૃત્ય અને શા શા અનર્થ નથી જગાવ્યા ? એ તો એમાંથી તે બચે કે જેને ધન-માલની લંપટતા ન હોય.
કાશીનરેશની ઉદારતા આદિ ગુણોએ બહુ પ્રશંસા થતી તેથી કોશલનરેશે એના પર ચઢાઈ કરી. કાશીનરેશે જોયું કે “આમ લડવામાં તો પ્રજાને ઘણું સોસાવું પડશે; ને મારા લોભમાં શા સારૂ એમ થવા દઉં?' તેથી પોતે રાજ્ય છોડી ચાલી ગયો. જંગલમાં જઈ મુકામ કર્યો. અહીં હજી પણ લોક કાશી નરેશના ગુણ ગાય છે. તેથી કોશલનરેશે ઇર્ષાના માર્યા હજી પણ કાશીના નરેશનો પ્રપંચ જાણી ઢંઢેરો પિટાવ્યો કે જે કાશીનરેશનું માથું લઈ આવશે અને હજાર સોનામહોર ભેટ મળશે. પણ બહુ લોકપ્રિય કાશીનરેશનું માથું કાપવા કોણ તૈયાર થાય? કોઈને એ ઈનામનો લોભ નથી.
હવે પછી બન્યું એવું કે એક પરદેશી બ્રાહ્મણ પોતાની કન્યાના લગ્ન ખર્ચ માટે કાશીના રાજા પાસે મદદ લેવા જતો હતો, તો જંગલમાં પૂછાતાં કાશીનરેશને જ કહે છે. “હું કાશી નરેશની પાસે સહાય લેવા જાઉં છું; કેમકે એ બહુ ઉદાર છે, તે મારી પુત્રીના લગ્ન માટે ખર્ચની મદદ કરશે.' - કાશીનરેશે જેયું કે “એ બિચારો મને ઓળખતો નથી, તેમ જાણતો પણ નથી કે કાશીમાં તો હવે કોશલનરેશનું રાજ્ય છે. હવે એ ત્યાં માગવા જશે તો કોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org