________________
શ્રી ભગવતીજી સૂત્રવિવેચન
100
ખર્ચ થયા હોવાના હિસાબે એ કોટ કાઢી તો નખાય એવો નથી, પહેરવો તો પડશે જ, પણ એને અનુકૂળ જોવાની દૃષ્ટિમાં જ્યારે જ્યારે પહેરશે ત્યારે ત્યારે રોદણાં જ લલાટે લખાયેલાં ! એના બદલે પોતે એને અનુકૂળ થઈ જો એમ વિચારશે કે ‘કામમાં પડું ત્યારે આ કોટ તંગ છે એવું ક્યાં યાદે ય આવે છે ? અને નવરો પડયે કે પહેરતા યાદ આવી જાય છે, તો ત્યાં એમ માનું કે ચાલો આ પણ એક ચીજ એવી મળી કે જે આપણું સત્ત્વ, ધીરજ, સહિષ્ણુતા કેળવવા તક આપે છે. બધું સારૂં સારૂં ને અનુકૂળ અનુકૂળ મળે એમાં ક્યા સત્ત્વ કેળવવાનો અવસર જ છે ? શી ધીરજ અને સહિષ્ણુતા વધારવાની રહે છે ? વસ્તુ પ્રતિકૂળ છે અને આપણે વિકૃત નથી થતા, ઊંચા નીચા નથી થતાં, શાંતિથી આનંદપૂર્વક વધાવીએ છીએ, તો આપણું એમાં સત્વ ખીલે છે. આપણી સહિષ્ણુતા Resisting Power કેળવાય છે.’ માટે એને આપણે અનુકૂળ થઈ જાઓ. એ આપણને અનુકૂળ હોવી જોઈએ એ માથાકૂટ મૂકો.
એમ કોઈ વ્યક્તિ આપણાં છિદ્ર શોધે છે. બહાર આપણી વિરુદ્ધ બોલે છે, ત્યાં આપણે એને અનુકૂળ થવાનું એ કે આપણે માનવું કે ‘ચાલો આ પણ ઠીક છે કે આપણને જાગતા રાખશે કે જેથી ક્યાંય ભૂલભાલ ન કરી બેસીએ. તેમ બહાર આપણી ચોકખી પ્રતિષ્ઠા જ હોવાના ખોટા ભરોસે ન બેસીએ. આપણને સાવધાન રાખવાનો ને ચેતીને ચાલવાનો આ લાભ કરાવે છે, ને જીવનમાં એ બહુ જરૂરી છે.’
એમ કોઈના ટોણાં-ટપકાં ખાવા પડે ત્યાં પણ એ સ્થિતિને અનુકૂળ થવાનું એ, કે મન કહે, ‘ઠીક છે આ પણ; એથી ક્ષમા કેળવવાની તક મળે છે. કોઈ આપણે ‘ભાઈ ભાઈ’ કરે એમાં શી ક્ષમા રાખવાની મળે’? એ તો કડવું સાંભળવા મળે ત્યાં ક્ષમા રાખવાનો અવસર ઊભો થાય છે. વળી આ જગતમાં જેટલું સહવાનું મળે એ લાભમાં છે. એથી પાપ ખપી જાય છે. માટે તો શાસ્ત્ર કહે છે,
‘દેહે દુકખં મહાફલ’
- આપણી કાયા પર દુ:ખ આવે એ કર્મક્ષય સહિષ્ણુતા-સમતા, સત્વ, ભગવત્સ્યરણ વગેરે મહાન લાભને કરનારૂં બને છે.
બસ આ રીતે વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લાભદાયી માની શાંત-સ્વસ્થ-ધીર બની જઈએ એ આપણે એને અનુકૂળ થયા કહેવાય; ને એમાં સુખ અખંડ રહે; આપણે સદા સુખી.
પ્રસંગ ગમે તે બનો, પણ પોતે અનુકૂળ થઈ જવાથી હ્દયમાં કોઈ સંતાપ, વિકલ્પો કે રોદણાં નહી રહે, સીતાની નિંદા થઈ, પણ પોતે માન્યું કે ‘આ પાપનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org