________________
*
| શ્રી ભગવતીજી સત્ર-વિવેચન ખબર પેલો આને સહાય કરે કે કેમ? તેથી હું જ એને મદદ મળી જાય એવું કરું.” એટલે એ બ્રાહ્મણને કહે “ચાલ હું તને રકમ અપાવું.”
આ તો રાજી રાજી થઈ ગયો. બંને જણા કાશી રાજાના દરબારમાં પહોંચ્યા. ત્યાં કોશલનરેશને પ્રણામ કરી કાશીનરેશ કહે છે, -
“જુઓ તમે જેનું માથું લાવવા ઢંઢેરો પિટાવ્યો છે, એજ હું કાશીનરેશ છું, તો મારું મસ્તક કાપી લો અને મને અહીં લાવનાર આ ગરીબ બ્રાહ્મણને હજાર સોનૈયાનું ઈનામ આપી દો, જેથી એ બિચારાને કન્યા પરણાવવા મદદની જરૂર છે તે એને મળી જાય.'
આમેય કાશીનરેશના ગુણ સમજનારી સભા આટલી હદની ઉદારતા અને આત્મભોગ દેખી સ્તબ્ધ થઈ જાય એ તો નવાઈ નહિ, પણ હવે તો કોશલનરેશ પણ ચકિત થઈ ગયો કે આ શું? મારાથી નહિ પકડાતો આ કાશીનરેશ સામે પગલે ઉઠીને માથું આપવા આવે છે ? તે પણ મારા ઢંઢેરા મુજબ એક પરદેશી બ્રાહ્મણને હજાર સોનૈયાની મદદ કરાવવા ખાતર ? આ હું શું જોઈ રહ્યો છું?
કોશલનરેશના દયનું એકદમ જ પરિવર્તન થઇ ગયું. હૈયાને પોતાની સરાસર અધમતા માટે ફિટકાર છૂટ્યો. તરતજ સિંહાસન પરથી ઊઠી સામે આવીને કાશીનરેશની ક્ષમા માગવા પગે પડવા જાય છે! પણ કાશીનરેશ એને બાવડેથી ઝાલી લે છે. ત્યારે એ રડતી આંખે દડદડ પાણી પડવા સાથે કાશીનરેશને ભેટી પડી કહે છે, કોશલનરેશનો પશ્ચાત્તાપ :
નરેશ! નરેશ! તમે તો ગજબ કરી ! આ કેટલી બધી તમારી ઉદારતા કે એક ગરીબ માણસને મદદ કરાવવા તમે જાન આપવા તૈયાર થઈ ગયા છો ! અરે ! પ્રજાને કષ્ટ ન પડે માટે તમે પણ યુદ્ધ ટાળવા રાજ્યપાટ છોડી ગયા!” આ પાપ ભરેલી પૃથ્વી ઉપર પણ આટલી ઊંચી પુણ્ય કરણી હોય છે? ક્યાં હું બિનહકનું તમારું રાજ્ય પડાવી લેનારો અધમાધમ લૂંટારો ! ને ક્યા તમે દઈ દેનારા મહાન દાતાર ! આવા ઉચ્ચ ત્યાગીનું ય માથું કપાવવાની મારી દુષ્ટ બુદ્ધિ ક્યાં? અને ક્યાં તમારો એક અજાણ્યા પરદેશી ખાતર પ્રાણત્યાગની તૈયારીનો ઉચ્ચ આશય? ભાગ્યવાન ! મારી અધમતાની જ્યારે હદ નથી, ત્યારે તમારી ઉત્તમતા અપરંપાર છે! માફ કરજો આ મારા દુષ્ટ કૃત્યને ! આ તમારી જનેતાને પણ ધન્ય છે કે જેની કુક્ષીએ તમારા જેવું રત્ન પાકયું ! ત્યારે નાલાયક મેં માતાની કુક્ષીને કલંકિત કરી ! કેવાં આકાશ-પાતાળના અંતર ! સમાન માનવભવ છતાં જ્યારે તમે આટલાં ઊંચા સુકૃતને કરી શકો છો ત્યારે હું પાપી દુષ્ટતાની માઝા મુકું છું! કેવી મારી ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org