________________
4 શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન થઈ ગયો એટલે કેમ? તો કે પેટમાં પગ ઘાલીને પહોળા કરે ! દેખાય છે ને કેટલાકનાં લગ્ન, કેટલાયની વેપારની ભાગીદારી, કેટલાયની મિત્રાચારી યાવત્ કેટલાયના ગુરુ-શિષ્યના સંબંધ ખારા થઈ ગયા! કારણ છે, સામાને ગરજ હતી એટલે સ્વભાવ સારો દેખાડી સંબંધ જોડયો, પણ પછી કેમ ? તો કે “આ જા ફસા જા.” પોત પ્રકાશ્ય ! ત્યારે સંબંધ બાંધનારને લાગે છે કે “અલ્યા આપણે ફસાયા! આનો સ્વભાવ સારો નહિ.” પણ કરે શું? ઘંટીનું પડ ગળે પેઠું, હવે કેમ નીકળે ?
ત્યારે કેટલીક વાર એવું બને છે કે સામો તો ઠીક જ સ્વભાવવાળો હોય પરંતુ પોતાના મનને અનુકૂળ ન લાગવાથી માન્યા કરે કે “આમનો સ્વભાવ સારો નહિ' અને પોતાની પદ્ધતિએ ચાલવાનું કરે, એટલે પછી ઘર્ષણ થયા કરે. જુઓ સ્વભાવ સારો જોવા ગયા અને જોઈને સંબંધ બાંધ્યો, છતાં આજે કેટલા ઘરોમાં ને વેપારમાં સામાનો સ્વભાવ સારો નહી હોવાના રોદણાં છે? ઘણી કહે છે “પત્નીનો સ્વભાવ સારો નહિ, ' ત્યારે પત્ની કહે છે ઘણીનો સ્વભાવ સારો નહિ, એમ ભાગીદાર-ભાગીદારનું, બાપ-દીકરાનું, મા-દીકરાનું, શેઠ-નોકરનું ચાલ્યા કરે છે. ડાક્ટર દરદીના અને દરદી ડાક્ટરના સ્વભાવનો વાંક કાર્યો કરે છે. માસ્તર કહે છે “વિદ્યાર્થીનો સ્વભાવ સારો નહી ને વિદ્યાર્થી કહે છે “માસ્તરનો સ્વભાવ સારો નહિ. સામાના સ્વભાવનો વાંક કાઢી માને છે કે આપણે સંબંધ જોડવામાં ફસાયા, ક્યાં રહ્યું સંબંધ બાંધતાં સ્વભાવ સારો જોવાનું પરિણામ? નથી લાગતું કે ક્યાંક ગંભીર ભૂલ થાય છે ?'
પ્ર. - પણ સ્વભાવ તો સારો જોવો પડે ને? એ જોયા વિના એમજ આંધળિયા કરે તો પસ્તાવું ન પડે ?
ઉ. - તો પછી શું બધાય આંધળિયા જ કરે છે? તે કેમ આજે રોદણાં રોવાય છે, કે સામાનો સ્વભાવ સારો નહિ? શું પહેલાં સ્વભાવ સારો જોવાનું નહોતું કર્યું? અલબત્ સ્વભાવ સારો સર્જન જરૂર જોવાનો, પછીજ સંબંધ બાંધવાનો. પૈસા પ્રેમ, સુખ, શિષ્ય વગેરેની લાલચમાં સામાનો ખરાબ દુર્જન સ્વભાવ જાણવા છતાં સંબંધ બાંધવાના આંધળિયાં નહિ કરવાના. પરંતુ એટલું સમજી લેવા જેવું છે કે, -
આપણે સારા સ્વભાવના છીએ અને બીજા બધા ખરાબ સ્વભાવના છે, એવી ગણતરી જ ખોટી છે. આપણે ત્યાં ખખડાટ જોઈ આપણા સંબંધીના સ્વભાવનો વાંક કાઢીએ ને બીજાને ત્યાં સારો મેળ જોઈ કહીએ કે એમને સંબંધી સારા સ્વભાવના મળ્યા છે, એ તારવણી ખોટી છે. ખરી રીતે જ્યાં સારું ચાલે છે, ત્યાં પોતાની આવડત છે કે “સામાનો સ્વભાવ સારો અનુકૂળ જોવા કરતાં પોતે એના સ્વભાવને અનુકૂળ થઈ વર્તવું.” માટે સારું ચાલે છે. એટલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org