________________
| શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન મારવાનું લાગ્યું, ને તેથી આ મારી કન્યા ઉદ્ધત લાગી, પરંતુ તમારી ગેરસમજ થઈ. આ તો અમારા કુળનો રિવાજ છે કે પહેલા મીલનમાં આમ કરવાનું એટલે બિચારીએ એમ કરેલું. બાકી તો તમે જોશો કે દીકરી મારી કેવી વિનયી, નમ્ર અને આજ્ઞાંકિત છે.'
જમાઈ જરા ઝંખવાણો પડી ગયો. કહે છે, “એમ ? તો આની મને ખબર નહિ, ખેર ! હવે મારા મનમાં કાંઈ નથી.” પત્યું. કન્યા રહી ત્યાં, ને માતાએ કહેવા મુજબ વર્તન રાખ્યું. પતિને ઘણો સંતોષ થયો, ને બંનેનું જીવન સુખદ ચાલ્યું.
ત્યાર બાદ બ્રાહ્મણીની બીજી કન્યાનો વારો આવ્યો. એ પણ માતાથી અંજાયેલી અને એના વચન પર ભારે ઇતબારવાળી, તે એણે એ પ્રમાણે પતિને લાત મારતાં. પતિએ જરા મોં બગાડી કહ્યું કે “આમ કરાય ? જો હવે ફરીથી આવું કરીશ નહિ” એમ સહેજ રોષ દેખાડી શાંત થઈ ગયો. બીજે દિવસે કન્યાએ માતાને કહેતાં માતા બોલી, -
જો તારા પતિ મધ્યમ સ્વભાવના છે. માટે તું ગમ ખાતાં શીખજે. ક્યારેક એ ગુસ્સે થશે, પણ તું સામો બોલ-બચાવ નહિ કરે, તો પોતાની મેળે એ શાંત થઈ જશે. એટલે તું સમજ કે તારે એક દેવતા નહિ, પણ સર્જન મનુષ્યની ઉપાસના કરવાની છે. તેથી ઉદ્ધત અક્કડ પણ નહી ને બહુ નમતા કરગરતા પણ નહિ, એવું
જીવન જીવવાનું.” ખરેખર એમ વર્તતાં છોકરીનું જીવન સુખદ ચાલ્યું. - ત્રીજી પુત્રીનો વારો આવ્યો ત્યારે એણે પતિને જ્યાં લાત મારી ત્યાં પતિ તો ઉલટો એને કહે છે કે “અહો દેવી ! શું તારો પ્રેમ ! કેવો તારા પગનો સુકોમળ મીઠો સ્પર્શ ! પણ તને વાગ્યું હશે, લાવ પંપાળું એમ કરી એના લાત લગાવનાર પગને પંપાળવા બેસી ગયો ! બીજે દિવસે માતાને જઈને કહેતા એણે દીકરીને એવી સલાહ આપી કે, -
જો આ તારા પતિના વર્તાવ પરથી લાગે છે કે એ બહુ આજ્ઞાપેક્ષી સ્વભાવના છે, આજ્ઞાકારી સ્વભાવના નહિ, એમને તું આજ્ઞા પૂછવા જાય, નમ્ર કરગતી થઈને રહે એ નહિ ગમે. એ તો ઊલટો તારી આજ્ઞાની અપેક્ષા રાખશે. તેથી જેમ જેમ તું પ્રેમભરી આજ્ઞા કરશે, તેમ તેમ એ ખુશી થશે. માટે એ ઉપાસ્ય દેવતા નહિ, પણ તું દેવતા થઈને રહેજે, તો બંનેનો પરસ્પર મેળ જામશે, પ્રેમ વધશે ! ખરેખર છોકરી એમ પતિ પર હુકમ બજાવતા કરતાં સુખી થઈ.'
આમાં એક મહત્વની જીવનચાવી જડે છે. લોક કહે છે કે “સામા સાથે સંબંધ બાંધવો હોય તો પહેલાં તો એના સ્વભાવ આપણને અનુકૂળ હોય એ જોવું પડે.” પરંતુ એ જોવામાં કેટલીક વાર માણસ થાપ ખાય છે. કેમકે સામાને સંબંધ બાંધવો હોય એટલા પૂરતું પહેલાં દંભથી અનુકૂળ સારો સ્વભાવ દેખાડે. પછી સંબંધ ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org