________________
| શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન
ઓળખીને એમના પર મન ઓવારી જતું નથી માટે જાતે એને આદરવાની વાત તો કયાં, કિંતુ બીજાએ આદરેલું હૈયે જચતું પણ નથી.
જુઓ બીજો દાખલો
સમરાદિત્ય રાજકુમારને પહેલી મુલાકાતે, પરણી લાવેલી બે રાજકન્યાઓ સાથે બેઠેલી સખી કુમારને પાનનું બીડું આપતાં કહે છે, -
‘કુમાર સાહેબ ! લ્યો આ આપની પ્રાણપ્રિયાઓએ તૈયાર કરેલું પ્રેમનું બીડું.'
કુમારને તો જિનવચનના અંજામણ નીચે કશું બોલવાની તક જ જોઈતી હતી; એટલે તક ઝડપી પૂછે છે, -
હું? પૂછો તમારી સખીઓને કે એમને મારા પર પ્રેમ છે?'
તમારે કોઈને ભાગ્યે જ પહેલે તબક્કે આવો પ્રશ્ન કરવાનું બન્યું હશે. છતાં સમરાદિત્યનું આ પ્રશ્ર કરવાનું હૈયે જચે ખરૂં ? કે એમ લાગે છે કે “આવું તે પૂછાય ? તે ક્યારે? પહેલા મીલને?'
બસ, અહીં જ કસોટી છે. ઉત્તમ પુરુષોના સત્ કર્તવ્યો, તાત્ત્વિક બોલ અને વિવેકભર્યો વર્તાવ હૈયે જચે છે કે કેમ ? એના જાત માટે મનોરથ જાગે છે ખરા ? જો નથી જચતા, મનોરથો નથી જાગતા, તો જિનવચનનાં મન પર અંજામણ ક્યાં રહ્યા ? અંજામણ હોય તો લાગે કે “ ખરો નરવીર, ખરૂં પૂછયું.' બાકી તો જાત આચરણ તો દૂર, પણ મહાપુરુષોએ આચરેલું પચાવવાની ય ત્રેવડ નહિ, ત્યાં જિનવચનરંગના વાંધા.
સમરાદિત્યના પ્રશ્ન પર પેલી સખી કહે છે, “કુમાર સાહેબ ! પ્રેમનું શું પૂછો છો ? જ્યારથી એણે આપનો ગુણભર્યો પરિચય સાંભળ્યો છે ત્યારથી તો એ રાતદિવસ આપના માટે તૂરી રહી છે! ગાંડીતૂર બની છે ! આપની રટમાળા ચાલુ
કુમાર કહે, - “તો પછી એમને એ પૂછો કે “પ્રેમીજન પોતાના પ્રિય પાસે એવું કરાવવા ઇચ્છે ખરું કે જેથી એ પ્રેમપાત્રને આ સંસારકારાગારમાં રુલવું પડે ?'
કેવો પ્રશ્ન? જિનવચનના અંજામણમાં એને નવી પત્નીઓને એ ઠસાવવું છે કે “તમે મારી પાસે જે વિષયભોગ કરાવવા આવ્યા છો, એ ચીજ એવી છે કે જેથી મારે પછી આ ભવકેદમાં જકડાયા રહેવું પડે ને દુઃખદ ભવભ્રમણ કરવાં પડે. એવી મારી પરિસ્થિતિ સર્જવાનું તમે કરાવો એમાં શું તમારો પ્રેમ ગણાય, કે નિષ્ફરતા ? સાચો પ્રેમી તો સામાને ઊંચે ચડવાનું કરી આપે, નીચે પટકવાનું નહિ, એ તો દુશ્મનનું કામ ગણાય.” તમે તે પ્રેમી થઈને આવ્યા છો કે દુશ્મન?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org