Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 99
________________ | શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન સાસરે. હવે એને પતિ પર કેટલો બધો રાગ ઊછળતો હોય? એ પહેલો મળે ત્યારે કેવી હોંશ અને હેતથી ? આ બધું તો તમારા અનુભવનું છે ને? એ બધું છતાં ક્ષણભર એ ઊભું રાખીને બ્રાહ્મણપુત્રીએ પતિ પહેલપહેંલો પાસે આવતાં માતાની સલાહ મુજબ એણે પતિને લાત લગાવી. કોઈ જિનવચનનાં આકર્ષણ નીચે, બીજી બાજુ આપણા પર સામાને ઊભરાતો રાગ છતાં, એને ઘડીભર ટક્કર લાગવા જાય એવું આચરણ કર્યું છે? પૃથ્વીચંદ્ર રાજકુમાર પરણી લાવેલી આઠ નવોઢાને પહેલી મુલાકાતે કહે છે, “સાંભળો ગુણોના ભંડાર! જેના મનોરથ લઈને આવ્યા છો એ ભોગસુખના વિપાક કેવા ભયંકર કટુ છે એ જાણો છો ? વિપાકફળનાં સુખ તો એક જ વાર નસો ખેંચાઈ તણાઈને મોત નીપજાવે, પરંતુ આ વિષયભોગ તો સુમાર વિનાના દુઃખભરી દુર્ગતિઓના અને દુઃખદ મૃત્યુઓ આપે! શું અહીં વિષયભોગથી તૃપ્તિ થવાની છે? ભૂલા પડતા મા. અગ્નિ જો ઝૂમે ઈધણે, નદીએ જો જલધિ પૂરાય; તો વિષયસુખ ભોગતાં, જીવ એ તૃમો થાય.' વિષયભોગ રૂપી ધનથી તો જીવનો કામાગ્નિ બૂઝે નહિ, વધે છે. આ સંસારચક્રમાં ભમતાં જીવે અનંતી વાર દેવલોકના વિષયભોગ પણ કર્યા , છતાં ક્યાં છે આજે તૃપ્તિ ? માટે વિષયોમાં મૂઢ ન બનો. વિષયભોગથી સુખી બનવાની આશા રાખો મા. ઝાંઝવાના નીર જેવા એ સુખની લત મૂકી દો.' પહેલી મુલાકાતે નવોઢા પત્નીઓના ઊછળતા રાગ-સ્નેહ અને ભારે બહુમાન છતાં જિનની જિનવચનની છાયા-અંજામણ નીચે એ રાગને ટક્કર લગાડી જાય એવા કેવા આ બોલ ? તમારે આવો પ્રસંગ તો શાનો પરંતુ મહાપુરુષ પૃથ્વીચંદ્ર રાજકુમારની આ બોલવાની વર્તણુક તમારા હૈયે જચે ય ખરી? સમજ્યા નહિ? તમને શું એમ લાગે ખરું કે “વાહ! એણે અવસર-સર ખરેખરૂં કહ્યું? કે શું એમ થાય કે “આવું તે પહેલી તબક્કે કહેવાતું હશે? સામી બિચારીને કેટલો આઘાત લાગે ! સાધુ થયો હોય તો તો ઠીક, પણ ઘરમાં બેસીને આવું પહેલ પહેલાં કરાય?’ - જો આવું લાગે તો એનો અર્થ જ એ કે, પૃથ્વીચંદ્રનો એ વર્તાવ હૈયે જચતો પણ નથી, આચરવાની તો વાતે ય ક્યાં? પૃથ્વીચંદ્રના બોલ શા ખોટા છે? જિનવચનને અનુસરતા એ બોલ છે. પ્ર. પણ તે આવા ટાણે બોલાય? ઉં. ત્યારે શું સામાને ભોગના કીચડમાં ખેંચાવ્યા પછી બોલાય? વાઘને લોહી ચખાડ્યા પછી લોહીનો ત્યાગ શિખવવાનો? કે લોહી ચખાડ્યા પહેલાં ? વાત એ છે કે મન પર જિનવચનનું અંજામણ નથી, એનું કારણ જિન-વીતરાગને ખરેખરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126