________________
શ્રી ભગવતીજી સત્ર વિવેચન વિચારજો શેઠનું હૃદય, એમની ઉત્તમતા, એમને ચોલમજીઠ લાગેલા જિનવચનના રંગ, એમણે કેળવેલી મહાત્માગીરી ? છે વિચારવા જેવું ? એ શીલપાલન તે આટલી પરાકાષ્ટા પર્યન્તના આત્મભોગ અને દુશમનદયા સુધી કરવાનાં પરાક્રમ સાથે કરે, અને આપણે ચાલુ સુખદ સંયોગોમાં ય શીલપાલન ન કરીએ ? સહેજ આંખને સખણી ન રાખી શકીએ? શીલભંજક વાંચન-દર્શન છોડી ન શકીએ? આજના સિનેમા-ચિત્રપટો ટી.વી. શું છે? આંખ અને મનથી શીલ ભંગાવનાર કે શીલરક્ષા આપનાર ? એટલી ય જોવાની નફટાઈ ન છૂટે? શેઠનો ગજબનાક પરાક્રમ જાણ્યા પછી પરસ્ત્રી માત્રનો આંખ, મન અને કાયાથી ત્યાગ ન થાય ?
ત્યારે શેઠની દયા પણ કેટલી બધી ઊંચી? હજીય ‘દુષ્ટ અભયા કષ્ટમાં ન મૂકાઓ એ ભાવનામાં રમે છે! દેવતાઈ સન્માન મળ્યાં! લોક અને રાજા આ દિવ્ય બનાવ પર પાગલ થઈ ગયા છે ! નિંદા ટળી ને ભારોભાર પ્રશંસા પ્રસરી ગઇ છે ! છતાં એની કોઈ ખુશ ખુશાલી શેઠને નથી; એમને તો બિચારી રાણી કષ્ટમાં ન પડો” એ ચિંતા છે. એટલે હજી પણ રાજાના પૂછવા છતાં બોલતા નથી. આવી જીવલેણ દુશ્મનભૂત અભયા ઉપર પણ દયા હોય એમને બીજા સાથે વૈર-વિરોધ કે દુશ્મનાવટ હોઈ શકે? ત્યારે, આપણે કદાચ એ દયા સુધી હજી ન પહોંચ્યા હોઈએ, પરંતુ ચાલુ જીવનમાં વૈર-વિરોઘથી ન બચી શકીએ? સાજી સારી સ્થિતિમાં ય જગમૈત્રી ચિંતવી ના શકીએ? વાતવાતમાં ઝગડવાનું કે સામાન્ય બાબતમાં ક્યારેય પણ ઝગડવાનું ન છોડી શકીએ? ત્યારે એવો કોઇ વન્ય પ્રસંગ ન બનાવીએ કે આપણો અપરાધ કરેલાને ઉદારતાથી ક્ષમા આપી ઉપરથી એને કોઈ સહાય કરાય ?
શેઠ તો જીવલેણ અભયા કચ્છમાં ન મૂકાય માટે બનેલ વસ્તુ કહેતા નથી, પરંતુ શાસનદેવતાને લોકનિંદા મિટાવવી છે તે તરત જ આકાશવાણી કરી લોક અને રાજાને બધી વિગત કહી દે છે. શેઠ નાઇલાજ બન્યા. રાજાને રાણી પર હવે ગુસ્સાનો પાર નથી. સ્ત્રી જાતને મારી તો શું નખાય, એને દેશવટો દઈ દીધો. લોકમાં શેઠનો, સત્યનો અને શાસનનો જયજયકાર ફેલાઈ ગયો.
આ બધો પ્રતાપ જિનવચનના રંગનો, અંજામણનો. જિનવચન પાળવાનું આવ્યું ત્યાં બીજાં પ્રલોભનો કૂચા અને ભયંકર આપત્તિ પણ વિસાતમાં નહિ! એટલો બધો એ બધા કરતાં જિનવચનનો ભારે પક્ષપાત, શી વાત જિનવચન એટલે ! જગતમાં હીરા-માણેક મળે, દેવતાઈ વિમાન ને અપ્સરાઓ મળે, પરંતુ જિનવચન ક્યાં મળે? ક્યારે મળે? મારે તો એકજ આશ જિનવચનની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org