________________
( શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન |
ઉ.- હા, વિશુદ્ધ ભાવે માંગવામાં પ્રણિધાન યાને મનનું કેન્દ્રીકરણ થાય છે. અને પ્રણિધાન એ સિદ્ધિનું બીજ છે. પ્રણિધાનથી પ્રવૃત્તિ અને વિજ્ઞજય દ્વારા સિદ્ધિ થાય છે. એમ ષોડશક અને “યોગવિંશિકા'-શાસ્ત્ર કહે છે, તેમ ગણધર ભગવાને જયવયરાય” સૂત્રમાં પ્રણિધાન માટે જ “ભવનિવ્વઓ' વગેરે માગણી મૂકી છે. વારંવારની શુભ માંગણી અને વારંવારના પ્રણિધાનથી અંતરાય કર્મ તૂટે છે; પછી સિદ્ધિ કેમ ન થાય. માગણી અરિહંત પરમાત્મા આગળ કરીએ છીએ અને એ પ્રભુનો અચિંત્ય પ્રભાવ પંચસૂત્ર શાસ્ત્ર ને “લલિતવિસ્તરા” શાસ્ત્ર કહે છે. એમના અચિંત્ય પ્રભાવે સિદ્ધિ થાય એ નિશ્ચિત છે, નિસંદેહ છે. માટે અરિહંત પરમાત્મા પર એમની અચિંત્ય શક્તિ પર અટલ શ્રદ્ધા રાખી માગો, નિરંતર નિયમિત વારંવાર માગો, જરૂર મળશે.
ખરેખરૂં માંગવાનું આ સત્ત્વ છે, આમાં પરાક્રમ છે, કે માથા વાઢ દુશ્મનની પણ દયા આવે, હૃદયભીની કરુણા ઊભરાય એ બિચારાનું ભલું થાઓ, એને કષ્ટ ન આવો” એવો હૈયે દયાલચબચ સદ્ભાવ ઊઠે.
સુદર્શન શેઠ સ્વયં પવિત્ર રહીને ફસાવનારી અને લોકનિંદા તથા ઠેઠ શૂળી સુધી પહોંચાડનારી અભયારાણી ઉપર આ દયા કરી રહ્યા છે. પરંતુ એમની પત્ની મનોરમાને શેઠની પવિત્રતાની ખાતરી છે, એટલે એને તો લોકનિંદા અને વિશેષ ધર્મનિંદા અસહ્ય થઈ પડે છે. એ કેમ બેસી રહે? એણે શેઠનું કલંક ઊતરે એ માટે કાઉસ્સગ્ગ માંડ્યો. શાસનદેવતા હાજર થઈ પૂછે છે, કેમ શું છે?'
-મનોરમા કહે છે, “આ જુઓને નગરમાં શું ચાલી રહ્યું છે ? આવા પવિત્ર આત્માની જગતમાં હલકાઈ અને શાસનની નિંદા થાય ?'
બસ, પેલી બાજુ જ્યાં સુદર્શન શેઠને શૂળીએ ચડાવી છૂટકારાનો દમ ખેંચે કે હાશ, રાજાનો હુકમ બજાવાઈ ગયો !” અનાડી લોક ખુશી થાય છે કે, “બરાબર, આ લુચ્ચાને ઠીક સજા મળી !” પણ ત્યાં તો શાસન દેવતાએ ઝટ શૂળીનું સિંહાસન બનાવી દીધું ! લોકો જુએ તો શેઠને એના પર બેઠેલા અને માથે છત્ર, બે બાજુ ચામર, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ તથા “જય હો નિષ્કલંક શીલધારી સુદર્શન શેઠનો', એવો જયનાદથી દીપી ઊઠેલા દેખે છે અનાડીઓનાં મોઢા પહોળા થઈ ગયા કે હૈ? આ શું?'
રાજા ખબર પડતાં આશ્ચર્ય પામી દોડતો આવ્યો. પૂછે છે, “શું આ? શેઠ શી હકીકત છે ?”
પરંતુ શેઠને ક્યાં બોલવું છે? અરે ! હજીય એમને તો એ ચીંતા છે કે “કદાચ બિચારી અભયારાણી મુશ્કેલીમાં ન મૂકાય!” શેઠ નથી બોલતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org