________________
83
%e3eeeeeeeee
e
e
| શ્રી ભગવતીજી સત્ર વિવેચન
ખરી રીતે સામાનો સ્વભાવ સારો, આપણને અનુકૂળ હોવો એ મુખ્ય નથી, કિંતુ પોતે સામાના સ્વભાવને અનુકૂળ બની જવું એ અગત્યનું છે, એ સુખદ જીવનની ચાવી છે.
બ્રાહ્મણી આ ચાવી સમજતી હતી એટલે એણે ભલે પહેલાં પોતાની કન્યાનો ઉમેદવાર સારા સર્જન સ્વભાવવાળા તરીકે શોધ્યો હશે, પરંતુ માત્ર એના પર મદાર ન બાંધી. એને તો મુખ્ય એ રાખ્યું કે મારી દીકરીએ સામાના સ્વભાવ-રીતભાતને અનુકૂળ થઈ જવું જોઈએ,” અને એ મારે સામાનો સ્વભાવ-રીતિનીતિનો પત્તો લગાડવા લાતનો પ્રયોગ કરાવ્યો, ને પછી દીકરીઓને શિખવાડ્યું તમારે આ રીતે પતિને અનુકૂળ બની જવું. કન્યાઓ એમ વર્તીને સુખી થઈ. પહેલી દીકરી રોદણું રોવા ન બેઠી કે “પતિ ખરાબ સ્વભાવનો છે, ને ભારે મિજાજી છે, તે આપણી જરાક શી ભૂલમાં ભારે સજા ઠોકે છે ! ક્યાં આવા સાથે પાનું પડ્યું?' ના, એ પોતે પતિના સ્વભાવને અનુકૂળ થઈ ગઈ. એના સ્વભાવને માતાએ ઓળખાવી દીધા પછી એની દેવની જેમ ઉપાસના કરનારી થઈ. ક્યાંક ભૂલ થઈ તો તરત જ ભૂલ કબૂલી ક્ષમા માગી લેતી, ને પતિની ચોકસાઈની પ્રશંસા કરતી. એટલે પેલાને વિફરવાની તક જ નહોતી રહેતી. ઊલટું એને પત્ની તરફ આવર્જન-આકર્ષણ ઊભું થઈ ગયેલું. પછી શાનો ચડભડાટ કરે ?
સામાનો તીખો કે કડક સ્વભાવ હોય છતાં આપણે પણ કોઈ અહત્વ સાચવવાના સ્વભાવમાં કોઈ ધનલાલસા કે વિષય લંપટતાના, કોઈ સામાના દોષ જ જોવાના, સામાને મૂકી બીજા પર જ પક્ષપાત કરવાના વગેરે સ્વભાવમાં તણાઈએ છીએ એટલે સામા સાથે મેળ ખાતો નથી, ને એના કડક સ્વભાવનો વાંક કાઢીએ છીએ. આત્મજાંચ કરો, તપાસો આપણી સામાના સ્વભાવને અનુકૂળ થવાની કેટલી તૈયારી છે ? આ યાદ રહેવું જોઈએ કે સામાનો સારો સ્વભાવ મુખ્ય નથી પરંતુ આપણે એને અનુકૂળ થઈ જઈએ એ અગત્યનું છે. સુખી કોણ ?
વસ્તુ વ્યક્તિ કે પ્રસંગ અનુકૂળ શોધનારો નહિ, પણ વસ્તુ વ્યક્તિ કે પ્રસંગ ને પોતે અનુકૂળ બની જનારો. વસ્તુ અનુકૂળ શોધવા જનારો કદાચ એ મેળવશે, પણ આજનાં પુણ્ય કાચાં, તે પછી એમાં કોઈને કોઈ દ્રષ્ટિએ ઉણપ દેખાશે, તે સહી નહિ શકે, ને રોદણું ઊભું થશે. બસ ત્યાં સુખ લુપ્ત ! એના બદલે પોતે જ એને અનુકૂળ બની જશે, તો કશી ન્યૂનતા નહિ લાગે એટલે સુખ અખંડ.
દાખલા તરીકે સમજો કે દરજીએ કોટ સીવી આપ્યો, પરંતુ કપડું ધોયે ચડી જાય એવું નીકળ્યું તે પહેરવામાં જરા તંગ કરે છે. હવે જો “એ કોટ અનુકૂળ નહિ, અનુકૂળ નહિ,” એમ કર્યા કરવાનું થશે તો મોંઘવારીમાં કપડા-સિલાઈના મોટો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org