________________
| શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન E આવું દુનિયામાં. પિયરથી સાસરે જવા જાય, ને રસ્તામાં સાગ્રીતનો લાભ લેવાય. કોણ હિસાબ રાખવાનું હતું કે ક્યારે નીકળી પિયરથી, ને ક્યારે પહોંચી સાસરે ? એમ ઘણી ગયો છે ધંધાર્થે, ને પાડોશી બપોરે ભોજન-આરામ અર્થે ઘેર આવ્યો છે. મકાન જોડે જોડે એવા છે કે ઉપરના માળ, અગાશી બારણા વગેરેથી સીધા એકથી બીજામાં જઈ શકાય છે પછી અનર્થ ચાલ્યા કરે. શેઠાણી કોઈ કાર્યનાં બહાને ગુમાસ્તા-પત્નીને ઘેર બોલાવે છે, અને પછી પોતે શેઠનાં કારસ્તાનમાં સામેલ છે. અનર્થ ચાલતાં શી વાર? કોણ બચાવશે આર્ય પ્રજાને? સંતતિ નિયમનનાં સાધન સગવડ વધ્યા પછી આજના કોલેજિયન સાથે ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની કઈ દશા છે? સાથે લેસન કરવાના બહાને, નોટચોપડી એકબીજાના ઘેર લેવા જવાના બહાને, ફરવા જવા સભા મેળાવડામાં જવા કે સિનેમા જોવા જવાના બહાને શા અનર્થો નહિ થતા હોય?
કપિલાએ જાળમાં સુદર્શનને ફસાવ્યા. પરંતુ એ તો સાવધાન છે. જિનવચનથી અંજાયેલા છે વિષયરંગથી નહિ. અને જિનવચન તો કહે છે કે
“સાધુ અને શ્રાવક તણાં વ્રત છે સુખદાઈ શીલ વિના વ્રત જાણજો કુસકાસમ ભાઈ રે શીલસમો વ્રત કો નહિ.
કઠોર વ્રતોનું પાલન હોય, ઘોર તપસ્યા હોય, અગાઘ શાસ્ત્રબોધ હોય, પરંતુ જો શીલ ન હોય, તો એ બધું કુશકી જેવું છે. એનું કારણ એ છે કે શીલની બેપરવાહીમાં અને કુશીલની વૃત્તિમાં મૂળ હૃદય જ અપવિત્ર રહે છે, પછી અપવિત્ર દિલની વ્રત-તપ-જ્ઞાનની વૃત્તિઓ શી રીતે પવિત્ર હોય? વળી કુશીલનું પાપ એવું ખતરનાક છે કે એને મનમાં ઘાલો એટલે એ બાબતનો સંતોષ રહે નહિ, દિલ જઈ જઇને કુશીલ પાપ તરફ ખેંચાયા કરે વિચાર સરણી મેલી ને મેલી રહ્યા કરે. પછી એવા એ તરફ ખેંચાઈ ગયેલું મન વ્રત આદિમાં કરી શકે નહિ. ત્યારે મુખ્ય કિંમત હૃદયની પવિત્રતાની છે. હૃદયને મલીન અને એવા પ્રત્યે આકર્ષાયેલું રાખવું હોય, પછી સારું તત્ત્વ ભલે કાયા કે વાણીમાં ઉતાર્યું પરંતુ એ હૃદયમાં ક્યાંથી પ્રવેશી શકે ? માટે જિનવચન આ કહે છે કે
“મૂળ વિના તરુવર જેહવા, ગુણ વિના લાલ કમાન શીલ વિના વ્રત એડવાં, ભાખે શ્રી વર્ધમાન રે,-શીલ સમું વ્રત કો નહિ.” - સુદર્શન શેઠને જિનવચનનું અંજામણ છે. એનો રંગ છે, એટલે એકાંતમાં યુવાન સ્ત્રી એની મેળે આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી ઊભી છે, છતાં એની કઇ જ લલચામણ નથી, આકર્ષણ નથી, એમાં ભોગસુખને ઝેર સમજે છે, નરકની કાતિલ કટારી દેખે છે, ધીખતી ભઠ્ઠી લખે છે. ધર્મ એમાં પડવામાં જિનવચનનો ભયંકર ભંગ અને બધા વ્રત નિયમ ધર્મ સુકૃતો ઉપર કાજળનો કૂચડો ફરી વળવાનું દેખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org