________________
Essessessessessessessme98eases0029ossessessessesses
સોનાની કઢાઈ પચી કરી દેત. પરંતુ ના, એને અંજામણ હતું જિનવચનનું, અને જિનવચન તો કહે છે, ચોરી-અન્યાય અનીતિ ન કરીશ. એનો માલ પચશે નહિ પણ ફૂટી નીકળશે. “ચોરીનું ઘન ન રહે ઘરમાં, ચોર સદા ભૂખે મરે'જે પુણ્ય આવો ઊંચો માનવભવ આપ્યો છે, એનું સહચારી પુણ્ય ખાવા જેટલું તો આપી દેશે. અને એટલુંય પુણ્ય નહિ હોય તો લાખ અનીતિ કરવા છતાં ખાવા જેટલુંય નહિ પામે. માટે અધિક મેળવવાના લોભમાં ચોરી અનીતિથી આ સુવર્ણજીવનની માટી ન કરીશ. ધ્યાન રાખજે કે ચકચકતા સોનૈયા કિંમતી નથી, કિંમતી તો તારું પવિત્ર હૃદય છે. એના પર જ બીજા લખલૂટ લાભદાયી ગુણો અને શુભ અધ્યવસાયો શુભ ચિત્તભાવો ઊભા કરી શકાય છે. માટે પવિત્ર દિલ પહેલું સાચવવાનું. સમજી રાખવાનું કે હૈયું નિર્મળ રાખ્યું હશે તો જ બીજા શુભ ભાવો કમાઈ શકાશે, સગુણો સગાં થશે. માટે ધનના ખોટા લોભમાં હૃદય મેલું અપવિત્ર નથી કરવું.”
- જિનવચન આ કહે છે. એનાથી અંજાયેલું મન એના આદેશ પર જ મદાર રાખી પ્રવર્તવાનું. સાજન એ કરે છે અને સોનાની કઢાઈ ચાઉં કરવાનું જરાય મન જ થતું નથી. એ લઇને ઊયો ભાડાનો ઘરમાલિક છીપા પાસે અને એને કહે છે, લો આ તમારા ઘરમાંથી નીકળેલી સોનાની કઢાઈ ખોદતાં મળી આવી છે.”
ત્યારે છીપો ય જબરો નીકળ્યો. એ કહે, - “ના, મારી શેની? મારા ભાગ્યમાં હોત તો હું ઘર ભોગવતો હતો ત્યારે જ મળી હોત ને ? મકાન તો હાલ તમારા તાબામાં છે, ને મળી આવી છે, માટે હકપૂર્વક ઘર ભોગવો એમ આ પણ ભોગવો.”
બસ, બંને વચ્ચે ન લેવાની ખેંચાખેંચ ચાલી. એકે ય રાખી લેવા તૈયાર નહિ ! શું સોનાની કઢાઈ? આજે સગા બે ભાઈ વચ્ચેય બે વાસણ તાણી લેવાની લડાઈ ચાલે છે, ને અહીં સોનાની કઢાઈ પણ ન લેવાની ખેંચાખેચ ચાલે છે ! બસ કેસ પહોંચ્યો રાજા સિદ્ધરાજ જયસિંહ પાસે. આ એમાંથી પરિણામ એ આવ્યું કે રાજાએ સાજનને પોતાનો દંડનાયક મંત્રી બનાવ્યો, અને સામંત રાજાઓ પાસેથી ખંડણીઓ ઉઘરાવવાનું કામ સોંપ્યું. પ્રામાણિક્તા જોઈ ને ?
૯. જિનવચનના અંજામણ મ
::::::::
જિનવચનનાં અંજામણ અન્યાય અનીતિથી બચાવે છે. એમ દુરાચારથી રક્ષણ કરે છે, ચાહ્ય બીજી ગમે તેવી આપત્તિ આવે. સુદર્શન શેઠને જાણો છો ને?
સુદર્શન શેઠે શું કર્યું? મિત્ર પત્ની કપિલાએ પોતાના ઘરમાં “તમારા મિત્ર માંદા છે જોવા ચાલો’ એમ જૂઠું હંકારી ઘેર બોલાવીને એકાંત ઓરડામાં દ્વાર બંધ કરી દઈ ભોગની માગણી કરી. વિષય મોજ માણી લેવાની તક છે ને ? ચાલે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW