________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન છે. એ કાંઈ આ માનવ અવતારે પોષાય એવું નથી. કેમકે અહીં ચૂક્યા એટલે તો પછી હલકા ભાવ અને હલકી કુશીલ અને બીજાં દુષ્ટ દુષ્કૃત્યોની પરંપરા જ ચાલે ! ત્યાં પાછું એની ખરાબી સમજાવનારે ય ન મળે અને જાતે એની ગંધ પણ ન આવે ! એટલે આંખ મીંચીને દુઃશીલ - દુષ્કૃત્યો અને દુષ્ટ વૃત્તિઓમાં ડૂબી જ જવાનું રહે. એટલે પછી ખલાસ ! નરક નિગોદાદિ દુર્ગતિઓમાં ભટકતા થઈ જવાનું ! અસંખ્ય કાળે પણ છૂટકારો મુશ્કેલ ! અહીંના ક્ષણિક ક્ષુદ્ર કુશીલસંગના સુખ માટે આ ભયાનક્તા કોણ ઊભી કરે?
સુદર્શન શેઠને આ ફાંસામાંથી બચવું છે, ને પેલી બાઈ ધર્મની હલના ન કરાવે એ પણ સાચવવું છે. એટલે એને કહે છે, “અરે ! – ભૂલી પડી. હું તો નપુંસક છું.'
સાંભળતાં જ કપિલા ઝંખવાણી પડી ગઈ. તરત જ કહે છે, “એમ? તો તો જાઓ, કોઈને આ કહેશો નહિ.'
બસ, સુદર્શન છૂટી ગયા, ને મનમાં ગાંઠ વાળી કે એકલી સ્ત્રીવાળા મકાનમાં જવું ય નહિ, ને ઊભા ય ન રહેવું.
સુદર્શનનો જિનવચન પરનો રંગ કેવો? એ જરા આગળ પણ જુઓ, કપિલા રાજરાણી અભયાની સખી હતી. એણે એને વાત કરી ત્યારે અભયા કહે છે, “ઘેલી રે ઘેલી ! સુદર્શન તને બનાવી ગયો ! એ નપુંસક નથી, એને તો છ છોકરા છે. મૂર્ખ ! આવડત જ નહિ નહિતર હાથમાં આવેલો જતો કરાય ?'
કપિલાને ટોણો લાગ્યો. એ કહે છે, “હવે તમારામાં આવડત છે તે જોઇશું.” અભયા કહે છે, “એમાં શું? હું તને બતાવીશ.”
કપિલા કહે, “શું બતાવશો? હવે તો એ શિખાઈ ગયો. તમારે ત્યાં એય આવે જ શાનો? કે તમારાથી એને ત્યાં એકાંતમાં મળાય જ શાનું?'
અભયા કહે ધીરી પડ. તું તો સાવ ભોળી. એના રસ્તા જુદા અવસરે કરી દેખાડીશ.” બસ અભયાએ પેંતરો રચ્યો. સુદર્શનની તપાસ કરાવી કે એ એકલા કયાં મળે? પત્તો લાગ્યો કે પર્વતિથિએ શુન્ય ઘરમાં ધ્યાનમાં રહે છે. પછી એણે સુદર્શનના દેહ પ્રમાણ સોને મઢેલું એક પૂતળું કરાવ્યું ને બરાબર પોષધની રાતમાં માણસો પાસે બહારથી એ પૂતળું મંગાવ્યું. માણસો રાણીના મહેલ પર લઈ આવતાં નીચે દરવાને પૂછે છે આ શું ઢાંકીને લઈ જાઓ છો ? પેલા કહે છે, આજે રાણી સાહેબને કામદેવની પૂજા વિધિ કરવાની છે તે એમની મૂર્તિ લઈ જઈએ છીએ. લ્યો જૂઓ' એમ કહીને પૂતળા ઉપર ઢાંકેલું કપડું ખસેડીને બતાવે છે.
થયું જવા દીધું પૂતળું અંદર. થોડી વાર પછી એને ફૂલહારથી શણગારી કરી બહાર કાઢ્યું. લઈ ગયા ગામ બહાર. ધોઈને પાછું લાવ્યા. વળી દરવાને પૂછતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org