________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન છે કે હવે જાણે જિનવચને એમના પર જાદુ કર્યો છે કે કામણ વશીકરણ કર્યું છે તે એને જ સર્વસ્વ દેખે છે. કહો જિનેશ્વર ભગવંતે જ જાણે કુમારપાળના મન પર જાદુ-કામણ-વશીકરણ કર્યું છે તે એ એમના વચન તરફ સહેજે સહેજે ખેંચાય છે. જિનનું જિનના વચનનું કુમારપાળના મન પર મોટું અંજામણ છે, તે હવે શાના લોકથી લોકસંજ્ઞાથી અંજાય? એટલે જ લોકોને શું લાગશે એની પરવા કર્યા વિના ઘોડાના પલાણને પુંજણીથી પુંજી લે છે. ત્યાં એક સામંત રાજાને હસવું આવવા પર એ સમજી ગયા,, એને આગળ બોલાવી એના પગ પર પોતાનો પગ મૂકી ભાલો આરપાર ઉતાર્યો. જ્યાં પોતાનો પગ વીંધી ભાલો પોતાના પગને વીંધવા ગયો ત્યાં એ કમકમે છે. - કુમારપાળ કહે છે, “કેમ ભાઈ ! લડાઈમાં ભાલા ખાવા પડશે તો એ ખાવાની થોડી તાલિમ અહીં લેવી જોઇએ ને?”
પેલો કહે “મહારાજ ! એની તે તાલિમ લેવાની હોય?” “તો પછી લડાઇમાં મોટા જીવ મારવા પડશે માટે અહીં નાના જીવ મારવાની તાલિમ લેવી પડે ખરી? મૂર્ખ ! તને શું ખબર નથી કે લડાઇમાં તો સામે અપરાધી શત્રુ આવે છે એટલે આપણી સંસાર- લાલસાએ એને મારવા પડે છે. પરંતુ નાના જંતુનો શો ગુનો તે અહીં પલાણ પર તો બિચારા નિરપરાધી નાના જીવ બેઠો હોય, તે એને શું વગર વાંકે કચડી નાખવાના? આ તને વગર વાંકે સહેજ ભાલાની અણી વાગે એ નથી ગમતું, તો એ નાના જીવોને આખા પ્રાણના નાશ થઈ જાય એ ગમે ? આપણા પ્રમાદથી એને કચડી નાખવાના ?' સામંત રાજા તરત સમજી ગયો, મહારાજા કુમારપાળનો ઉચ્ચ વિવેક, ઊંચી જાગૃતિ અને સાચી જીવદયા પર ઓવારી ગયો, તરત પગમાં પડી ક્ષમા માંગે છે, ને કુમારપાળની પ્રશંસા કરે છે.
વાત એ છે કે લોકના અંજામણ મન પરથી કાઢી નાખી જિનનાં અને જિનવચનનાં અંજામણ ધરો. જિનવચનને સાપેક્ષ બનો. એની જરાય અવગણના બેપરવા, વિસ્મરણ થાય નહિ. એ જિનવચનને બંધાયા રહેવાની અપેક્ષાભાવ જયણાના મહાધર્મને સુલભ કરે છે.
મદાંધ જુલ્મી દત્ત રાજા કાલિકસૂરિજી મહારાજને સભામાં બોલાવી પૂછે છે “બોલો યજ્ઞનું શું ફળ?'
આચાર્ય મહારાજ કહે છે, “યજ્ઞનું ફળ હિંસા'. રાજા પૂછે, - “હિંસાનું ફળ શું?”
અહીં આચાર્ય મહારાજના મન પર રાજા કે લોકોને અંજામણ નથી. એમના મન પર તો જિનવચનનું અંજામણ છે. “શી વાત જિનવચન એટલે ! કેવા અહોભાગ્ય કે આ વિશ્વમાં અત્યન્ત દુર્લભ એવાં જિનવચન મળ્યાં! બસ, મારે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org