Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 85
________________ ને શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન કે જે આ જગતમાં અતિ અતિ દુર્લભ છે અને અનંત કલ્યાણસાધક છે, એનાં અંજામણ દિલ પર ધરો જો, પછી જુઓ કેવા સાપેક્ષ અને જયણાશીલ બની જવાય છે ! ૧૮ દેશના માલિક મહારાજા કુમારપાળને હૃદય પર જિનવચનના અંજામણ લાગી ગયાં હતાં. એમને મન “શી વાત જિનવચન ! કેવાં અમૂલ્ય, કેવાં વિશ્વહિતકર, કેવાં સંસારચ્છેદક જિનેન્દ્ર પરમાત્માં વચન ! દિલને આ અહો અહો, આ સંભ્રમ આ અંજામણ જિનવચનનાં હોય એટલે પછી સહેજે એના કહેલ માર્ગ તરફ હૈયું સાપેક્ષ બને જ. તમે પણ આ ઊભું કરો, જિનવચનને સર્વશ્રેષ્ઠ અને એકજ તરણતારણ તથા શરણ કરવા યોગ્ય માનો, તો તમે પણ એવા બનવા લાગશો. ભૂલશો નહિ, જગતનાં ધન-માલ વગેરે તો ઘણું મળે, પણ જિનવચન મળવાં અતિ બહુ કઠિન છે. એ મળ્યાં છે તો હવે આજની ગમે તેવી ભૌતિક વિજ્ઞાનની શોધો અને સગવડોથી અંજાવાનું શું? જિનવચનના અંજામણ મહાકર્તવ્ય છે ! મહારક્ષક છે ! મહારાજા કુમારપાળનું જિનવચન-જિનશાસન પ્રત્યેનું આકર્ષણ કેવું અને એના પર સાપેક્ષતા તથા જયણા કેવી કે પોતાને લડાઈ લડવા જવું છે એ માટે ઘોડા પર સવારી કરતાં પહેલાં ઘોડાના પલાણને સુંવાળી પૂંજણીથી પૂંજી લેવાનું, જેથી કોઇ નિર્દોષ- નિરપરાધી જીવ ન મરે ! કેવી સ્વ-પરરક્ષાની જયણા ! જિનવચનનું અંજામણ એ કરાવે છે. ગુરુ પાસે શાસ્ત્રશ્રવણ કરીને એ મેળવ્યું છે. wwww * ૮. લોકસંજ્ઞાના અંજામણ જ માણસ લોકસંજ્ઞાના અંજામણમાં ભૂલે છે. અનાદિ આ ભવપર્યટનમાં કેમ જાણે લોકે લોકસંજ્ઞાએ બાહ્યભાવે જીવના મન પર જાદુ કર્યો છે, કામણ કર્યા છે, એટલે જીવ એ તરફ ખેંચાય છે. કામણ વશીકરણ એ જ કરે છે ને? જીવની પ્રજ્ઞાને દબાવી એવો પરવશ કરે છે કે એ સહેજે સહેજે એ તરફ ખેંચાય છે. સામાથી એવો એ અંજાઈ ગયો છે કે એને જ એ દેખે. જીવનું અહીં એવું જ બને છે. લોકસંજ્ઞાનું અંજામણ જીવને એની તરફ જ તાણે છે. કુમારપાળને જો એ અંજામણ હોત તો સંગ્રામ માટે નીકળવા વખતે એ જોયું હોત કે ઘોડાના પલાણને પંજણીથી પુંજી લેવા અંગે આજુબાજુ ઊભેલા સામંત રાજાઓ અમલદારો વગેરે શું માનત? એ લોકો કાંઈ એવા જિનશાસનના પરિચિત નહિ, પરમાર્થ દ્રષ્ટિવાળા નહિ, તેથી હાંસી કરત કે “મોટા પંચેન્દ્રિય મનુષ્યજીવોના ઘાતની લડાઈ લડવા જવા વખતે આ નાના જીવની રક્ષાનું પુંજવા પ્રમાર્જવાનું શું?” અને ખરેખર એક સામંત રાજા પાછળથી મશ્કરીમાં હસ્યો ય ખરો. પરંતુ કુમારપાળ મહારાજાને એવા લોકનું લોકસંજ્ઞાનું અંજામણ નહોતું. ગુરુ પાસેથી જિન વચનનું શ્રવણ કરીને એની એવી અસર લીધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126