Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 83
________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન બંધ કરતાં જીવ મરે નહિ. આ જીવજંત જોવાની કાળજી એ સાપેક્ષપણું કહેવાય એને બચાવવાના યત્ન એ જયણા કહેવાય. એમ વાસણમાં કાંઇ પાણી વગેરે નાખવું છે, ત્યાં પણ પહેલાં એમાં જીવજંતુ જોવા તરફ અને એને બચાવવા તરફ દ્રષ્ટિ એ સાપેક્ષ પણું કહેવાય, જયણા કહેવાય. એવું કપડું ધોવામાં કાઢતાં પહેલાં એમાં કોઇ માંકણ વગેરે નથી ને એ જોવા તરફ અને બચાવવા તરફ દ્રષ્ટિ ગઇ એ સાપેક્ષ હ્રદય કહેવાય. એમ, બોલવામાં કાળજી રખાય, પહેલું ધ્યાન જાય, કે અસત્ય ન આવે, અપ્રિય ન બોલાય, કોઇને અહિતકર ન બને, એ સાપેક્ષતા કહેવાય. એમ, કોઇની સાથેના વ્યવહારમાં આપણાથી અન્યાય, અનીતિ, વિશ્વાસભંગ, વગેરે ના સેવાઇ જાય એ માટેની સચિતતા કાળજી સાવધાની રહે એ સાપેક્ષતા કહેવાય. એવું, ક્યાંક સામે કે આજુબાજુ જુઓ છો એમાં પરસ્ત્રી તરફ રાગ-આકર્ષણથી ન જોવાઇ જાય એવી ચિંતા કાળજી સાવચેતી રખાય એ સાપેક્ષતા કહેવાય, જયણા-યતના કરી ગણાય. એમ જીવન વ્યવહારમાં બ્રહ્મચર્યની નવ વાડનો ભંગ ન થાય એની સાવચેતી રખાય એમાં દિલ સાપેક્ષ, જયણાવાળું કહેવાય. ત્યારે પરિગ્રહપાપમાં ધ્યાન રહે કે બહુ લોભ તો નથી થતો ને ? અતિશય તૃષ્ણા તો નથી થતી ને ? મમ્મણ શેઠની મમતા તો જાગતી નથી ને ? પરિગ્રહ તો પૂર્વના પુણ્યનો ખુરદો કરે છે, ને આય-વ્યયમાં પાપસ્થાનકો સેવરાવી નવો પાપોનો ઢગ ભેગો કરાવે છે. તો એવા પરિગ્રહમાં આત્માનો શક્ય બચાવ કેમ કરૂં !..' ઇત્યાદિ સાવધાની રહે એ સાપેક્ષતા છે. નહિતર તદ્દન નિરપેક્ષ નિષ્ઠુર નિર્ભીક હૃદય ગણાય. ઇન્દ્રિય-વિષયોના અંગે પણ સાપેક્ષ દિલ અને જયણા જરૂરી છે. દા.ત. પકવાન્ન જમવા મળ્યું, ત્યાં જીભડીની ચળ અને મનની લોલુપતા ન પોષાય, ગાઢ રાગથી વાસના કુસંસ્કાર ન દ્રઢ થાય, રસની કવિતા ન ગવાય, પાપના થોક ન બંધાય, વગેરેની કાળજી કરવી એ સાપેક્ષતા છે. નિરપેક્ષ હૃદયને આની કોઇ ચિંતા પરવા હોતી નથી. એવું બીજા વિષયોમાં, દા.ત., સંગીતના કે સન્માનના શ્રવણમાં, કપડાં, મકાન, ફર્નીચર વગેરેના ઠઠારામાં, સુંવાળા ગાદલા વગેરેમાં, સિનેમા-નાટક, પ્રદર્શન જોવામાં, ફૂલ-અત્તર- ઇસેન્સ સુંઘવામાં વગેરે વગેરે વિષયોમાં કોઇ બચાવની ચિંતા જ નહિ, પરવા જ નહિ, આંખ મીંચીને જ એમાં પ્રવર્તવાનું,-એ બધું નિરપેક્ષ દિલના ચાળા છે. ત્યાં ‘અરે ! ગૃદ્ધિ-આસક્તિલંપટતા-મદ વગેરેના કુસંસ્કાર વધારે દ્રઢ બને, અને થોકબંધ ચિકણાં અશુભ કર્મ બંધાય, બીજી બાજુ ત્યાગ, તપ, દાન, શીલ, વગેરે ધર્મ માટે જીવ નિઃસત્વ અસમર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126