________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
નાલાયક બને !' એનો કમકમાટીભર્યો વિચાર રાખી ને એથી શક્ય એટલો આત્માને કેમ બચાવું એની કાળજી રખાય, સાવચેતી સેવાય, એ સાપેક્ષતા કહેવાય, જયણાયતના કહેવાય.
આવીજ સાપેક્ષતા દેવ-ગુરૂ-ધર્મની ઉપાસના અંગે રાખવાની છે, કે એમના પ્રત્યે જરાય અવિનય ન સેવાઇ જાય ! આશાતના ન થઇ જાય ! નિંદા-અવર્ણવાદ ઘસાતું બોલવાનું ન બની જાય ! તેમ બીજાની દેવ-ગુરૂ-ધર્મોપાસનામાં અંતરાયભૂત ન થઇ વાય ! આની પાકી ચીવટ, કાળજી સાવચેતી રાખવાની.
१८
એવી સાવચેતી, ક્રોધ-લોભ, મદ-માયા, હાસ્ય-મશ્કરી, ઇર્ષ્યા-અસૂયા, વૈર-વિરોધ વગેરે મેલી લાગણીઓથી જીવને શક્ય એટલો બચાવી લેવાની ’કાળજી-સાવધાની રહે એ સાપેક્ષતા છે, જયણા છે. ઉપદેશ શ્રવણની અસર આ રીતે લેવાની છે.
આના કેટલાક દાખલા જુઓ,
કુમારપાલ મહારાજા પચાસ વરસની ઉંમર સુધી રાજા સિદ્ધરાજ જયસિંહના ભયથી રખડપટ્ટીમાં રહ્યા, પછી રાજ્યગાદી પામ્યા, ને વર્ષોની જહેમતથી કેટલા દુશ્મન રાજાઓને જે૨ કરી ૧૮ દેશના સમ્રાટ બન્યા. હવે તો નિરાંતે સત્તા-ઠકુરાઇ અને અમન-ચમનમાં જ મશગુલ ૨હેવાનું મન રહે ને ? પણ ના, ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ પાસે ધર્મનું શ્રવણ એવું કર્યું કે એ ઉપદેશથી પોતાના દિલને ભાવિત કરતા ગયા. એના પરિણામરૂપે એમણે સાપેક્ષતા કેવી કેળવી ? એ જયણાશીલ કેવા બન્યા ? કે ભલે રાજ્યના સંરક્ષણ અર્થે ૧૧ લાખ ઘોડા રાખ્યા છે, પરંતુ એને પાણી ગળેલું જ પાવાનો પાકો પ્રબંધ રાખ્યો. બોલો આજે શ્રાવકના જનાવરને શું, પણ શ્રાવકના સંતાનને અળગણ પાણી ન જ વાપરવા ન જ પીવાનો આગ્રહ છે ? ના, જયણાધર્મ અને સાપેક્ષ હૃદય, કે જે જૈનશાસનની અનેરી બક્ષીસ છે, મહામૂલ્યવંતો ધર્મ છે, એની ગમ જ નથી, ગમ છે તો કદર નથી.
પ્ર. કળિયુગની બલિહારી છે ને ?
ઉં. કળિયુગ તો કુમારપાળ રાજાના વખતે પણ હતો. તો એમને કેમ ન નડ્યો ? કેમ એ ભાન ભૂલા ન બન્યા ? માટે બલિહારી કળિયુગની ના માનો, પણ નીતરતા ભૌતિક જડવાદી વાતાવરણની અંજામણની સમજો. એમાં ખોટાં અંજાઇ જાઓ છો, એને કિંમતી લેખો છો, માટે આજે સામાન્ય પણ જયંણા ગઇ, દિલ સાપેક્ષ મટી, પાપ-નિરપેક્ષ બની ગયું. કાચા પાણીના અસંખ્ય જીવ તો મરે, પણ એને ગાળીને જે સૂક્ષ્મ ત્રસ બચાવી શકાય એમ છે, એને ય હોઇયાં કરી જવામાં કે ન્હાવા-ધોવામાં કચડી નાખવામાં દિલને કોઇ ક્ષોભ નથી. અરેરાટી નથી, દયા નથી. જડવાદી ભૌતિક લાલ-પીળાનાં અંજામણ ફગાવી દો, અને જિનવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org