________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન
૭
ભાવિત કરવો એટલે એની અસર ઊભી કરવી. હૃદયમાં અસર ઊભી કરવી એટલે સાંભળેલી વસ્તુ પ્રત્યે એને યોગ્ય વલણ ઊભું કરવાનું. દા.ત. શ્રવણ કોઇ પાપ-સ્થાનકના વર્ણનનું અને એની ત્યાજ્યતાનું કર્યું. તો એને યોગ્ય વલણમાં પહેલું તો એ ત્યાજ્ય તત્ત્વની વાત છે, અનર્થ કારક વસ્તુની વાત છે, માટે એ વસ્તુ અનિષ્ટ લાગે, એના પ્રત્યે આજ સુધી જીવ રુચિ-આકર્ષણ ધરતો હતો, એમાં હોંશહર્ષ રહેતા હતા, તે હવે હૈયાનું વલણ બદલાય. હવે એના પ્રત્યે અરુચિ અણગમોવિરોધ ઊભો થાય અને એમાં ભય લાગે. કંપ ધ્રુજારી ગ્લાની અનુભવમાં આવે. દા. ત. સાંભળ્યું કે આ આ રીતે અવિનય પાપ છે, અને એ ત્યાજ્ય છે, અહિતકર છે, તો આજદિન સુધી એવા એવા અવિનયના પ્રકાર પ્રત્યે નિશ્ચિત હતા, કોઇ ગ્લાની નહોતી, તે હવે એ અવિનયની પ્રત્યે અનિષ્ટતા- અરુચિ- તિરસ્કારનું વલણ ઊભું થાય. દિલને ભય લાગે કે આવા તો કઇ વાર મેં અવિનય કર્યા, તો મારૂં થશે શું ? કેટલાં પાપ અને કેટલો કુસંસ્કારનો જથ્થો ભેગો કર્યો ? કલેજું કંઇક કંપે, ખટકો થાય. અને અવિનય આચરવા યોગ્ય નથી એવું ચોક્કસ લાગે. આનું નામ એના પ્રત્યે દિલનું વલણ બદલાયું. એ પરિવર્તન થયું એ શ્રવણની અસર થઇ કહેવાય. એવી અસર હવે જાગતી રખાય, એનું નામ દિલ શ્રવણથી ભાવિત કર્યું કહેવાય. જેવું આમાં, એવું બીજા હિંસાદિ પાપો, ઇંદ્રિયવિષયો, ક્રોધ-લોભાદિ મલીન લાગણીઓ અને આશાતનાઓના પાપસ્થાનકોનાં શ્રવણ પર દિલમાં એ પાપસ્થાનકોની પ્રત્યે ભય અરુચિનું વલણ ઊભું થાય, દિલમાં એની અસર જાગતી રહે, એ દિલને શ્રવણથી ભાવિત કર્યું કહેવાય.
આ ભાવિતતાનું પરિણામ જયણામાં આવે. મન જયણાશીલ બને, શક્ય એટલા પ્રમાણમાં એ પાપસ્થાનકથી બચવાની કાળજીવાળું બને. પહેલાં દિલ જે એના પ્રત્યે નિરપેક્ષ હતું તે હવે સાપેક્ષ બને. અકાર્ય થયું પાપ લાગ્યું, એની પરવા નહોતી, ચિંતા નહોતી એ નિરપેક્ષપણું કહેવાય. હવે એ મટી પરવા ઊભી થઇ, ચિંતા રહે છે, એ સાપેક્ષપણું કહેવાય.
સઘળા ઉપદેશના શ્રવણની સાર્થક્તા આ છે કે કર્તવ્યાકર્તવ્ય પ્રત્યે સાપેક્ષ બનો, સચિંત બનો, શક્ય એટલા પ્રમાણમાં કર્તવ્યપાલન અને અકર્તવ્યત્યાગ તરફ કાળજીવાળા, પ્રયત્નશીલ, યતનાવાળા થાઓ; અને એમાં કચાશ રહે ત્યાં દિલમાં મુંઝવણ કંપ ખેદ અનુભવો.
એક બારી બંધ કરવી છે, દિલ જો પાપ પ્રત્યે નિરપેક્ષ નહિ હોય તો, ઝટ બારીના સંધાનની ભાગ તરફ નજર નાખશે કે કોઇ વાંદો, ગીરોલી, કરોળિયો વગેરે જીવજંતુ તો નથી ને ? નહિતર બિચારૂં બારી બંધ કરતા કચરાઈ જશે ! જંતુ ઝીણું હોઇ તરત નજરે ન પણ ચડ્યું, તો ય સુકોમળ કપડાના છેડાથી સાંધાના ભાગ પૂંજી લેશે જેથી જીવજંતુ હોય તો આપાછું થઇ જાય, જેથી પછી બારી-બારણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org