Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 20
________________ | શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન કીડા-કીડી કે પશુ-પંખી ય જડ માટીના માલને તો કિંમતી સમજે છે. વિશિષ્ટ માનવબુદ્ધિએ પણ આ જ ગણતરી ? કે ગણતરી કોઈક ઊંચી વિવેકવાળી હોય? જ્ઞાનીઓ તો આ કહે છે કે શ્રાવક “ધર્મમાં ધનબુદ્ધિ', “જિનપૂજા-સત્કારમાં ઘનબુદ્ધિ”, “જિનવચનમાં ધનબુદ્ધિ' ઘરનારી હોય, અર્થાત્ એ ઘર્મને સાચું ધન માને, જિનેશ્વર ભગવંતની પુષ્પાદિપૂજા અને આભૂષણાદિ સત્કારને સાચું ધન ગણે, જિનભાષિત વચનને ખરું ધન ગણે. એ કમાવામાં લંપટ અર્થાત્ અધિકાધિક સ્પૃહાવાળો હોય, પરંતુ સંતોષ વાળી લેનારો નહિ, જિનવચનથી જ કરવાનું છે, અને એ અગાધ-અમાપ છે. એનો સંતોષવાળી લીધ્યે કેમ ચાલે? માટે આજે ગણધરો અને આચાર્યોએ ગુંથેલા જિનવચનમાંથી ભલે થોડુંક જ મળે, પરંતુ એ ય ઓછું નથી! જીવનભર એને ભણે જઈએ ચિંતવ્ય જઈએ અને યાદ કર્યે જ જઈએ એટલું બધું છે ! અહીં આપણે શ્રી ભગવતીજી સૂત્ર વાંચવા-સાંભળવાનું છે. જિનવચનનો પારાવાર પ્રભાવ સમજતા હોઈશું તો આ વાંચવા-સાંભળવામાં અપાર રસ રહેશે. નહિતર પછી “પૈસા એ પૈસા, બાકી બધું હેઠ” એ બુદ્ધિ રાખવામાં આ અણમોલ ગણધરવારસાની કદર નહિ રહે, એ મેળવવાની નિત્ય લગની અને નિત્ય ઉદ્યમ નહિ જાગે, માટીના ઘનમાં લીન બનેલાને તો, ધાન્યના ધનેરાની જેમ, એમાંથી બહાર નીકળવાનું મન જ શાનું થાય ? “જિનવચન જેવું નિધાન જગતમાં નથી, જિનવચન જેવો પાલક-પોષક-તારણહાર કોઈ રનના ય ઢગલા નથી,' એ વસંત માન્યતા રખાય, તો એમાં ધરાયા વિના પરિશ્રમ કર્યે જવાય. અને એનો લાભ કેટલો બધો ? ભવાંતરે પણ પછી થોડું પણ જિનવચન મળતાં આત્માને એકદમ ઊંચે ચડાવી દે ! આ ૨. પ્રભુદર્શનનો પ્રભાવ શાસ્ત્રમાં નરસિંહનું દૃષ્ટાંત આવે છે. નરસિંહ પૂર્વભવે ભિખારી હતો, ભીખ માંગતાં ય પેટ પુરાતું નહોતું, તેથી નગર છોડી બીજે ગામ જવા નીકળ્યો, સાધુ મળ્યા. સાધુને એ કહે, “મહારાજ ! ભીખ માગવા ઘર ઘર ફરું છું છતાં મળતું નથી. મને કાંક બતાવો.' સાધુ કહે તું ધર્મ કર, ધર્મ વિના સુખ ન મળે. આ પૂર્વભવે તે ધર્મ નહિ કર્યો હોય એટલે તો અહીં મળતું નથી. હવે અહીં ધર્મ નહિ કરે તો આગળ શું જોવા મળશે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126