________________
[ શ્રી ભગવતીજી સત્ર-વિવેચન તે હો, આના ઉંડાણમાં ઊતરવાની જરૂર નથી, નહિતર પૂર્વની વાત કદાચ બહાર પ્રગટ થઈ જાય. આપણે તો કામથી કામ “હવે બીજા વિશ્વાસુ માણસને જ કામ ભળાવી દેવું જેથી બાળક નામશેષ થઈ જાય.”
મૂરખ માણસ સામાનું ભાગ્ય જોતો નથી તે સામાને ખત્મ કરવાના ભયંકર અપકૃત્ય કરવા દોડે છે.
ધવલશેઠે શ્રીપાળને ખત્મ કરવા કેટલા વાનાં કર્યા? પરંતુ તેથી શ્રીપાળનું શું બગયું? પહેલાં તો શ્રીપાળનો બત્રીસ લક્ષણા પુરષ તરીકે પકડીને ભોગ આપવાની યોજના કરી, પરંતુ એમાં છેવટે શ્રીપાળને પગે પડવા આવવું પડ્યું ને કાલાવાલા કરવા પડયા કે કુમાર સાહેબ! મારાં વહાણ ચલાવી આપો ને? તમે લક્ષણવંતા અને ભાગ્યવાન મહાપુરુષ છો તેથી તમારા ચરણસ્પર્શથી વહાણ ચાલતા થઈ જશે એવો મને વિશ્વાસ છે !
વળી આગળ પર શ્રીપાળને દરિયામાં પટકી દેવા વહાણના ખીલા વિનાના ઝરખામાં ચડાવ્યા ! ઝરુખો નીચો વળી ગયો. શ્રીપાળ દરિયામાં પડ્યા, પણ મગરમચ્છ તરાપાની જેમ પીઠ પર ઝીલી લઈ થાણા બંદરે ઉતાર્યા ને ત્યાં શ્રીપાળને રાજકુમારી પરણવા મળી. ક્યાં દરિયામાં પટકાવી જવાની ઘટના? ને ક્યાં રાજકુમારી પરણવા મળે?
મૂરખ ઘવળ શ્રીપાળને મારી નાખવા ઊંધા ને ઊંધા વેતરણ કરતો ચાલ્યો પણ એમાં શ્રીપાળને અધિક અધિક સંપત્તિ મળતી ચાલી.
એમ અહીં ભિખારીમાંથી બાળક બનેલાને બનતું આવે છે. રાજાએ વિશ્વાસુ માણસને કહ્યું પેલી માલણના બાળકને લઈ બહુ દૂર દૂર જંગલમાં જઈ કોઈ કૂવામાં પધરાવી દેજે. માણસ ઘોડા ઉપર બેસી નીકળ્યો. બગીચામાં જઈ જુએ છે તો બાળક એí બેસી રહ્યું છે, તે એને ઉઠાવીને ઘોડા પર ચડી ઘોડો જંગલમાં મારી મૂક્યો. પરંતુ બાળક કાલી કાલી ભાષામાં પૂછે છે “કાકા! ક્યાં લઈ ચાલ્યા? મને ભૂખ લાગી છે, લાડવો ખવરાવશો? ઘોડેસ્વાર માણસ આ સાંભળી અને બાળકનો નિર્દોષ પ્રસન્ન ચહેરો જોઇ, હૈયું પીગળી ગયું. મનને થયું કે “હાય ! આવા ભગવાનના ઘરના રમકડા જેવા બાળકનો મૂર્ખ રાજા નાશ કરાવવા ઇચ્છે છે? કિન્તુ રાજા મૂર્ણ થાય, પણ હું મૂર્ણ ન થાઉં કે આવું ગોઝારું કૃત્ય કરું ! જુઓ બાળકનાં પૂર્વભવના બહુ હોંશે હોશે કરેલા માત્ર પ્રભુદર્શનનું પુણ્ય શું કામ કરે છે! માટે જ જ્ઞાની ભગવંતો કહે છે મનવાંછિત મેળવવા આડા-અવળા પાપધંધા કરવાના ફાંફાં શું મારો? ધર્મનું શરણું લો. જીવનમાં વીતરાગ ભગવાને કહેલા ધર્મની ખૂબ ખૂબ પ્રવૃત્તિ કરો અરિહંત ભગવાનની ખૂબ ખૂબ ભક્તિ કરો. પાપપ્રપંચો જે કામ નહિ કરે તે અરિહંત ભગવાનની ભક્તિ અને ધર્મસાધનાઓ કરશે, ત્યાગ તપસ્યા, વ્રત-નિયમ, બ્રહ્મચર્ય, વગેરેની આરાધના કરશે, પૂછો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org