________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન
રાજાએ સૂચવ્યા પ્રમાણે કાનમાં કહ્યું કે ‘કામ તાબડતોબ પતાવી દેવાનું છે, એમ પિતાજીએ કહેવરાવ્યું છે.’
રાજકુમારે ‘સારું’ એમ કહી માણસને આરામ કરવા રવાના કર્યો, પોતે કવર ખોલીને ચિક્રિમાંથી વાંચતાં જ એવો હરખી ઊઠ્યો અને બોલી પડ્યો કે ‘વાહવાહ ! બાપુજી કેવા કદરદાન કે નરસિંહકુમારે આ વિજયનું મહાપરાક્રમ કર્યું તે બદલ કે નરસિંહને બેન ‘વિષા’ તાબડતોબ આપી દેવાનું (૫૨ણાવી દેવાનું) લખે છે ! વાહ ધન્યવાદ બાપુ તમને !’ જુઓ આમાં
એક કાનાથી કેટલો ફરક ?
કેટલાક કહે છે ને કે સૂત્રમાં જરાક અશુદ્ધ બોલ્યા એમાં શું બગડી ગયું ? પણ કહો ‘સવ્વ’માંથી અડધો ‘વ’ કાઢી નાખી ‘સવ’ બોલાય, દા.ત., ‘નમો લોએ સવ્વ સાહૂણં’ ને બદલે ‘નમો લોએ સવ સાહૂણં’ ‘સવ્વ પાવપ્પણાસણો’ ને બદલે ‘સવપાવપ્પણાસણો’ બોલાય તો કેટલો ફરક પડે ? ‘સવ્વ સાહૂણં' એટલે સર્વ સાધુઓને, પણ ‘સવ સાહૂણં’ એટલે મડદા સાધુઓને નમસ્કાર કરું છું'’ એવો અર્થ નીકળે, એમ ‘સવપાવપ્પણાસણોનો અર્થ ‘મડદાના પાપનો નાશ કરનાર નમસ્કાર મંત્ર' એવો થાય તો શું આ નમસ્કારની સ્તુતિ કરી ? ગુણ ગાયા ? કે હલકાઇ કરી ? સાધુની ય કેવી હલકાઇ ? આ કોનું પરિણામ ? ઉચ્ચારની અશુદ્ધિનું
અહીં પ્રસ્તુતમાં ‘તરત વિષ દઇ દેજે’ને બદલે ‘તરત વિષા દઇ દેજે’, માત્ર એક કાનો વધ્યો, તો કેટલો બધો ફરક પડ્યો ?
મહારાજા સંપ્રતિના પિતા કુણાલને આવું જ બનેલું. કુણાલ ઉજ્જૈનીમાં હતો ત્યાંના અધિકારી સુબા પર કુણાલના પિતા અશોકે ચિઠ્ઠિ લખી ‘કુમારો અધીયતાં’ અર્થાત્ કુમારને હવે ‘ અધ્યયન કરાવો,’ પરંતુ ચિઠ્ઠિ રાજા લખી ગાદી પર મૂકી બહાર ગયા. શોક્ય રાણી આવી ચિઠ્ઠિ જોઇ એમાં ‘અ’ના માથે પોતાની આંખના કાજળથી બિંદુ લખી દીધું. ‘કુમારો અંઘીયતાં’ ચિઠ્ઠિ વાળી મૂકી દીધી. રાજાએ જોયા વિના માણસ દ્વારા ચિઠિ મોકલી ત્યાં તો નિરીક્ષક માણસ ચિઠિ વાંચી ચમક્યો !
કુણાલ પૂછે છે ‘કેમ ચમક્યા ?’
‘આવી ચિઠિ આવી છે, પણ તેથી તમને અંધ કરાય ? જરાય નહિ.'
કુણાલ કહે, ‘પિતાજીનો આદેશ હું ન માનું તો પછી બીજો કોણ માનશે ?’ પોતાની જાતે તપાવેલા સળિયાથી પોતાની આંખ ખત્મ કરી. કેટલામાં ? ...‘અ’ને બદલે ‘અં’ થવામાં ! આ સૂચવે છે, -
(૧) સૂત્ર બોલવામાં જરાય અશુદ્ધ ન કરો. એમ, (૨) બીજા સાથે બોલવામાં હલકા તુચ્છ શબ્દ ન બોલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org