________________
શ્રી ભગવતીજી સત્ર વિવેચન E હોય? ગમે તે હો પણ આને ખત્મ કરાવી નાખવા બીજા મારાને ખાનગીમાં કામ સોંપતાં કહ્યું “જો આને દૂર દૂર જંગલમાં લઈ જઈ કોઈ કૂવામાં પધરાવી દેજે.”
“પરંતુ હે નગરજનો! જુઓ કે જેને રામ રાખે તેને કોણ ચાખે? માણસ બીજાનો દ્રોહ કરવા ફોગટનાં પાપો કરે છે. સામો પુણ્યવંતો હોય તો એથી એનું કશું બગડતું નથી.
આ નરસિંહકુમાર મહાપુણ્યવાન તે જંગલમાં ગમે તે બન્યું હશે, મારાએ કૂવામાં નાખી દેવાને બદલે કોઈ મોટા શેઠને સોંપ્યો હશે, તે આજે મોટા શેઠનો દીકરો બની અહીં આવ્યો, ને ફરીથી રાજજોષીએ એને જોતાં પાછી એ જ આગાહી કરી ! ત્યારે મારું દુષ્ટ હૃદય એ વસ્તુ સહન કરી શક્યું નહિ, ને મેં આને વહાલ દેખાડી મારા પુત્રની સાથે યુદ્ધની કળા શીખવી, અને અવસર આવતાં દુમનની સામે એને લડવા મોકલ્યો. “એક જ મારી ધારણા હતી કે યુદ્ધમાં મરશે ને કાંટો નીકળી જશે.”
મારા જેવા અધમ માણસોને ઉચ્ચ માનવજનમની કદર નથી, તે એવો પરોપકારાદિ સગુણ સાધી લેવાને બદલે પરદ્રોહ-વિશ્વાસઘાત જેવા ભયંકર કુકૃત્ય કરે છે. એને ખબર નથી કે જેની ખાતર આ દુષ્ટ કૃત્યો કરે છે એ પદાર્થો તો અહીં મરીને છુટી જવાના છે, પછી શા સારુ એવા નાશવંત પદાર્થ ખાતર દુષ્કૃત્યો કરી તારા અવિનાશી આત્માનું બગાડે ? વળી દ્રોહ કરી સામાનું બગાડવા ઇચ્છે છે, પરંતુ
જેનું પ્રબળ પુણ્ય તપે છે, એને ઊંધા પાસા સવળા થઈ જાય; તે નરસિંહકુમાર યુદ્ધમાં મરવાને બદલે વિજેતા બન્યો ! એટલે વળી પાછો પેંતરો કર્યો. યુદ્ધ જોવા સાથે ગયેલા પુત્ર પર ચિઢિ મોકલી કે “આને વિષ આપી દેજો.” ત્યાંય નરસિંહકુમારનું પુણ્ય જબરું, તે ગમે તે રીતે ચિઢિમાં “વિષ'ને બદલે “વિષા” થઈ ગયું ! અને ત્યાં ગયેલી બેન વિષાને ભાઈએ આની સાથે પરણાવી દીધી ! નરસિંહકુમાર જમાઈ થઈને પાછો આવ્યો ત્યારે મને આશ્ચર્ય સાથે દુઃખ થયું કે “અરર ! આ ક્યાંથી મારો જમાઈ બની ગયો ?'
માણસનું ધાર્યું શું થાય છે, જ્યાં બળવાન કર્મસત્તાનું સામ્રાજ્ય ચાલી રહ્યું હોય છે? છતાં મૂઢ માણસ પાપપ્રપંચો કરવામાં બાકી રાખતો નથી; એટલે કેટલા હજારો લાખો દુઃખભર્યા દુર્ગતિના અવતારોની પરંપરાના આંધણ ચડે એમાં નવાઈ શી? પાપપ્રપંચો કરી અહીં કશું વળવાનું તો નહિ, તે અંતે બધું મૂકીને મરવાનું અને પાપનાં પોટલા માથે લઈ દુર્ગતિના પ્રવાસે નીકળી પડવાનું! છતાં આશ્ચર્ય છે કે અહીં પાપપ્રપંચો છોડવા નથી! પણ એનું કારણ પરલોક નજરમાં લેવો જ નથી. આવી જ મારી પાપિચ્છતા જુઓ કે “દીકરી રાંડે તો ભલે રાંડે પણ આ નરસિંહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org