________________
2006:0
%
ae%e0%aa%
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પૂરમાં દર્શને જઈ ન શક્યો, તો ભૂખ્યો રહ્યો ! ને આઠમે દિન પૂર ઊતરી જતાં પ્રભુ પાસે જઈ ભક્તિથી ખૂબ રોયો, - “પ્રભુ ! તારા દર્શન વિના મારા ૭-૭ દિન વાંઝિયા ગયા ! ઓ પ્રભુ! મને ભલે ભૂખ્યો રાખજે; પરંતુ આવી દર્શનબંધની સજા કદી ન કરીશ.” વિચાચે.
દેવપાલને દર્શનની કિંમત કેવી? ૭-૭ દિવસના ઉપવાસ થયા છતાં આઠમે દિન દર્શન કરી હાશ નથી માનતો કે “ચાલો આજે ખાવાનું ખુલ્લું થશે.' પરંતુ દર્શન વિનાના સાત દિવસ વાંઝિયા ગયા એનું રુદન કરે છે. પ્રભુનાં દર્શનને એ કેવી કિંમતી સમજ્યો હશે. આઠમે દિવસે એનાં ભક્તિરુદનથી આકર્ષાઈ ચક્રેશ્વરી દેવી આવીને કહે છે,- “દેવપાલ ! દેવપાલ ! તારા આ ઋષભદેવ ભગવાનની હું અધિષ્ઠાયી દેવી છું. તારી પ્રભુભક્તિથી તુષ્ટમાન થઈ ગઈ છું, તો તું આ ભક્તિનાં બદલામાં માગી લે, હું તારું શું પ્રિય કરું? હું તને શું આપું?'
ત્યાં દેવપાલ કહે છે, “મને ભક્તિ આપ.' દેવી આગ્રહ કરે છે કે “ભક્તિ તો તારી પાસે છે જ. બીજું કાંઈ માગી લે !'
ત્યાં દેવપાલ કહે છે “તું આપે એ ગધેડા તુલ્ય છે. મારી પ્રભુભક્તિ ઐરાવણ હાથી જેવી છે. તે કહે છે ભક્તિના બદલામાં કાંઇક માગ, એનો અર્થ એ કે તું તારો ઐરાવણ હાથી વેચી દે, ને બદલામાં ગધેડો ખરીદી લે. એમ કરવા જેટલો હું મૂર્ખ નથી.” - દેવપાલનાં પ્રભુદર્શન અને બીજી ભક્તિ કેવાક હશે એ જોવા જેવું છે એની સામે આપણાં પ્રભુદર્શન સરખાવો.
દર્શનનું ફળ દેવતા સામે ચાલીને આવી આગ્રહપૂર્વક આપવા માગે તો આપણે એ નથી જોઈતું ને? અરે ! પ્રભુનાં દર્શન કરતાં કોઈ દેવતા દર્શન દે, તો ખીલી ન ઊઠીએ ને ? દર્શન-ધર્મને એટલું બધું ઊંચું અને મહાકિંમતી માનીએ ખરા કે એની આગળ કરોડો અબજો રૂપિયા તુચ્છ લાગે? આદ્રકુમારનાં દર્શન -
આકુમારને અભયકુમારે જિનપ્રતિમા ભેટ મોકલી. “તમે જાજો વિદેહમાં, કહેજો ચાંદલિયા ! સીમંધર તેડું મોકલે.” આ આપણે ગાઈએ ત્યારે સીમંધર ભગવાનનાં દર્શન કેવાક ઝંખીએ છીએ? જુઓ આદ્રકુમારની ઝંખના
આદ્રકુમારને પૂર્વ ભવ અને ત્યાં પાળેલું સંયમ ખ્યાલમાં આવી ગયું. અનાર્યદેશમાં જન્મેલાને વીતરાગ પ્રભુદર્શન અને સંયમસાધના એવા કિંમતી લાગ્યાં કે બીજું બધું તુચ્છ લાગ્યું, તે દેશ મૂક્યો, કુટુંબ મૂક્યું, રાજ્યવૈભવ મૂકી અનાર્યદેશમાંથી અહીં આદેશમાં આવી, ચારિત્ર સંયમ લઈ લીધું. અનાર્યદેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org