________________
| શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન : ભવ કહ્યો. એ સાંભળીને પેલાને પૂર્વ જનમનું સ્મરણ પણ થઈ આવ્યું. ત્યારે હવે એ કહે છે, “વાહ જબરો જાદુગર ! જેવું બોલે છે, તેવું દેખાડી પણ આપે છે.' પરંતુ હું ક્યાં એમ ભોળવાઉં એવો છું ?' કહો અહીં આબેહુબ પૂર્વજન્મ યાદ આવ્યો, તો ય ક્યાં અસર લેવાની વાત રહી ? એટલે અસર તો લેવી હોય તો લેવાય, જુની પકડો મૂકવી જ ન હોય તો કશી જ અસર ન થાય. એવા કેટલાય ડોસા ડોસી હોય છે જે કહે છે, “મહારાજ કહે એ બધું માત્ર સાંભળવાનું, પણ કાંઈ લહેવાઈ જવાનું નહિ. કલેજું ઠેકાણે રાખી સાંભળીએ તો શાના ઊછળી પડાય?” બોલો હવે, આવાઓ રોજ ને રોજ સાંભળે છતાં સાંભળ્યાની શી અસર એને ? અસર થઈ જાય એને કાચાં કાળજાના ગણતા હોય, પછી એવા છોકરા જુવાનિયાને શાના સાંભળવા લાવે ?
મૂઢતા તે કેટલી કે જિનવચનની અસર લે એના કાચાં કલેજાના ગણે? અને કશી અસર ન લે એ પાકું કલેજું? અરે ! પાકું કે ધિટું નિષ્ફર ? એવું કલેજું ઠેકાણે ગણાય ? કે ખસી ગયેલું ? અને સારી અસર લે એ ઠેકાણે આવ્યું કહેવાય કે કાચું કહેવાય ?
પેલા મગર વાંદરાની વાત જાણો છો ને? મગર રોજ વાંદરાને પીઠ પર બેસાડી સમુદ્રની લહેર કરાવતો હતો, એમાં એક વાર સમુદ્રની વચ્ચે જઈ કહે છે,
દોસ્ત ! આજે તારી ભાભીને તારું કલેજુ ખાવાની ઇચ્છા થઈ છે, તો કાઢી આપ.” - હવે વાંદરો શું કરે? જો ના કહે તો પેલો સમુદ્રમાં જ ડૂબાડી દે તો? ને હા કહે તો પેટ ફાટી મરવાનું જ આવે ને? પણ એ હોશિયાર હતો. ઝટ મગરને કહે
છે,
વાહ રે વાહ દોસ્ત! “ભાભીને બિચારીને કોક દિ' ઇચ્છા થઇ. તો તે પહેલાં ન કહ્યું? આપણે લઈને આવત ને? આજ ઝાડેથી ઠેકતાં મારૂ કાળજું ખસી ગયું, તે જઇને પડ્યું કાદવમાં. એટલે એને ધોઈને સૂકવ્યું છે ઝાડ પર. એ...પેલું દેખાય ઝાડ પર. ચાલ જલ્દી જઈને લઈ આવીએ.”
મગર ભોળો, તે લઈ ચાલ્યો વાંદરાને કિનારે, વાંદરો ઝટ ઠેકડો મારી ચડી બેઠો ઝાડ પર. કહે છે, “જા મૂરખ જા, કાળજું મારું તો ઠેકાણે જ છે. તારું ખસી ગયેલું, તે કાળજું ખસવાનું સાચું માની લીધું ?'
કહો જો કાળજું ઠેકાણે કોનું? ને ખસી ગયેલું કોનું? પાકું કોનું ને કાચું કોનું? સાચા યથાસ્થિત તત્ત્વ અને માર્ગ કહેનારાં જિન વચનની અસર લઈ પોતાની અસત્ માન્યતા ઘોરણોને તિલાંજલિ આપીને એને અંતરમાં ઉતારે એનું કલેજું ઠેકાણે ? કે પોતાનું ખોટું પકડી રાખી મહાદુર્લભ મળેલ સત્ય વસ્તુ ને જતી કરે એનું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org