Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 76
________________ | શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન વિકથાના અનર્થ : એમ, જો સાંભળતી વખતે અંદર અંદર વિકથા, કુથલી વાતો માંડી, તો ય નિદ્રાની માફક અનર્થ તો થવાના જ; ઉપરાંત વાચનાની અને વાચનાદાતા ગુરુની અવગણનાનું પાપ પણ લાગવાનું. કોઈ મોટા માણસને મળવા ગયા, ને એ તમને કાંઈક કહેતા હોય, એ વખતે વિકથા-વાતોચીતો કરો ખરા? કરો તો એ સામાને અપમાન જેવું લાગે કે નહિ? તો અહીં તો સુધર્માસ્વામીની વાચના છે, એની તરફ બેપરવાઈ કરી વાતચીતો કેમ કરાય ? વાચનાના અપમાનથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. જ્ઞાન લેવા આવો ત્યાં જ્ઞાનાવરણ તૂટવાને બદલે બાંધીને જાઓ એ કેટલી મૂર્ખાઈ ? કોઈ વાત કરાવવા આવે ત્યાં આ વિચારો કે “ લેવાના બદલે દેવાના થશે” જ્ઞાનાવરણકર્મ તૂટવાને બદલે બંધાવાનું થશે માટે વાતો નહિ જોઈએ. નહિ કરવાની; ન સાંભળવાની” એમ વાતોમાં થતી ગુરુની અવગણના પણ ગુરુ પ્રત્યેના બહુમાનને તોડી નાખશે. સાધુ કે આચાર્ય પ્રત્યેનું બહુમાન તૂટે, પછી “નમો આયરિયાણં' “નમો લોએ સવ્વસાહૂણં' જપો એની શી કિંમત ? પ્ર. - આટલા અનર્થ હોય તો તો સાંભળવા જ ન આવીએ એ સારું ને? ઉ. - શું સારૂં? એમાં તો એ બેપરવા કરી કે “ચાલો આપણે ગુરુસેવા ય ન જોઈએ, ને શાસ્ત્રશ્રવણ પણ નહિ.” આમ ગુરુસેવા અને શાસ્ત્રશ્રવણની બેપરવા કરાય, એ કેટલું મોટું પાપ ? પેલામાં તો આ બંનેની પરવા ગરજ ઊભી છે, વાતચીતોને લીધે થોડી અવગણના ઊભી થાય છે એટલું જ પાપ છે, ને એ પાપ પણ મનને સમજાવીને છોડી શકાય છે. ઇન્દ્રિય ચંચળતાના અનર્થ : ત્યારે ઇન્દ્રિયોને જો સંગોપી ન રાખો, તો એ ચળવિચળ થઈ કોઈ ને કોઈ વિષય તરફ ભટકશે. આંખ ક્યાંક જશે, કાન વળી બીજે, ત્યારે નાક કોઈ સુવાસ તરફ, તો સ્પર્શેન્દ્રિય કોઈ સ્પર્શ પરખવામાં પડશે... આના અનર્થ સમજો છો ? આવાં પછી કોઇ પણ શુભ યોગમાં સ્થિરતા જ નહિ આવે, ચંચળતા-ચળવિચળતા જ રહ્યા કરશે. ત્યારે યોગચાંચલ્ય એ મોટો દોષ છે. કેમકે મન શુભ યોગમાં બંધાતું જ નથી. પછી અનાદિના વિષયલુબ્ધ મનને વિષયોની રટણ-રમણતામાંથી શી રીતે બચાવી શકાવાનું હતું? શુભ યોગો શુભ ધર્મપ્રવૃત્તિઓનું પ્રયોજન એ છે કે એમાં મન બંધાવાથી વિષયરમણતા ઓછી થતી આવે, ને એના સંસ્કાર ઘસાતા જાય. પરંતુ જો યોગચાંચલ્ય જ રહ્યા કરે, તે પણ મહાન પુણ્યોદયે શુભ યોગસાધના કરવાનો અવસર મળ્યો ત્યારે પણ એવાં મનને જો બાંઘવું નથી, સ્થિર નથી કરવું, તો પછી શુભયોગ વિનાના કાળે તો બચવાનું રહે જ શાનું? અનાદિ વિષયલુબ્ધ મન વિષયોમાં ભટક્યા કરવાનું. એટલે જ યોગસ્થિરતા માટે ઈન્દ્રિયો સંગોપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126