________________
| ૭ર :
અને શ્રી ભગવતીજી સૂત્રનવિવેચન રાખવી અતિ જરૂરી છે. તો સૂત્રશ્રવણ વખતે પણ અત્યંત આવશ્યક છે કે વિકથાદિથી સર્વથા દૂર રહી શ્રવણ યોગમાં મનને સ્થિર રખાય. નહિતર પછી એ વિકથા ડાફોળિયાં કે સંકલ્પ વિકલ્પની કુટેવ ૬ઢ બનવાથી ચંચળ મનથી કરાતી હજારો વર્ષની ય યોગસાધના જીવને ઊંચો નહિ લાવી શકે. આ વસ્તુ વર્ષોના એ રીતે સાધનારાઓમાં દેખાય છે કે એ વર્ષો પછી પણ ત્યાંના ત્યાં જ છે, એવા જ યોગચાંચલ્યવાળા છે. માટે નિદ્રા- વિકથા વગેરે ત્યજી દઈને એકાગ્રતાથી અંજલિ જોડી શ્રવણ કરવાનું. અંજલિ જોડી રાખવાથી સૂત્રવચન અને વક્તા ઉપર બહુમાન જાગતું રહે છે ને અનાદરદોષથી બચાય છે.
શ્રવણની ચોથી શરત એ, કે સાંભળતા જવાય તેમ તેમ એને સ્વાત્મામાં લાગુ કરતા જવાય, ઘટતી અસર લેતા જવાય. શાસ્ત્રાશ્રવણનો આ ઉદ્દેશ છે કે શાસ્ત્રનાં વચનોનું હૃદયમાં પરિણમન થાય; હૃદય એના કહેલા ભાવથી ભાવિત થાય. શ્રવણની આ મોટામાં મોટી શરત છે, અતિ અગત્યની શરત. કેમકે, બીજી બધી શરતો પાળી સાંભળ્યું પરંતુ કહેલી વસ્તુનું જો હૃદયમાં પરિણમન ન કરવાનું હોય, દિલને એનાથી ભાવિત-વાસિત ન કરવાનું હોય, હૃદયમાં એની અસર ન લેવાની હોય, તો શાસ્ત્રોનાં કિંમતી વચનોનો લાભ શો ? જેટલો વખત શ્રવણમાં ગયો એટલો સમય બાહ્ય આશ્રવોથી પાપ કથલાથી બચ્યા એટલો જ? પછી હૃદય એની એ મિથ્યા મતિ, એના એ રાગ-દ્વેષ, મદ-તૃષ્ણા, વગેરેથી વાસિતનું વાસિત? એને કશો ધક્કો ન લાગ્યો ? એના પર કોઈ અસર ન પડી?
પ્ર. સાંભળીએ એટલે અસર તો પડે જ ને ?
ઉ. - ને, એવો કોઈ નિયમ નથી. નિર્ધાર હોય કે હું જે માનું છું અને કરૂં છું, એ બરાબર જ છે, તો સાંભળ્યાની કશી અસર ન થાય. તીર્થકર ભગવાનના સમવસરણમાં એવા કેટલાય પાખંડીઓ કુ-વાદીઓ મિથ્યામતિઓ બેસે છે, જે સાંભળે છે બધું, પરંતુ એની અસર લેવાની વાત નહિ. પાછા સાંભળીને બહાર જાય એટલે ભગવાનનાં વચનની સામે બખાળા કાઢે, એનું ખંડન કરે, લોકને સામે કુયુક્તિઓ ઘરી કહે “જિન વચને કહેલું ખોટું છે'. આમાં સાંભળ્યાંની ક્યાં અસર લીધી?
મનમાં જો લોચા વાળે કે “ઠીક છે, આ બધું કહે છે તે તર્ક- દલીલના જોરથી કહે એટલે બરાબર સાચા જેવું લાગે, પણ એ તો બુદ્ધિનો-વાણીનો ચમત્કાર છે. બાકી આપણે જે દેખીએ-માનીએ છીએ એ બરાબર છે. શું આખી દુનિયા માનતી-કરતી હશે તે ખોટું ?' - આવા હિસાબ મનમાં રાખી મૂક્યા હોય, ત્યાં શ્રવણની શી અસર? જંગલમાંથી જતા મુનિએ સામેથી આવતા એક પાપી જીવને પાપથી બચાવવા ઉપદેશ આપ્યો, યાવત પાપની ભયાનકતા દેખાડવા એનો પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org