________________
982520589%80%essessessessessweeeeeeeeeeeeews
4 શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન મહાત્માગીરીમાં ચડાવ્યો ! ચિલાતીપુત્ર જંગલમાં હવે એક હાથમાં લોહી-નીગળતું છોકરીનું ડોકું અને બીજા હાથમાં તલવાર લઈ દોડી રહ્યો છે; વચમાં ચારણમુનિ અર્થાત ગગનગામી લબ્ધિવાળા વિદ્યાધર સાધુમહાત્મા મળ્યા એમને “શું કહેવા માગો છો?' એમ ગુસ્સામાં તડકાવે છે, ત્યારે મુનિ કહે છે, “ઉવસમ વિવેગ સંવર.” કહીને તરત આકાશમાં ઊડી જાય છે.
ચિલાતીપુત્ર આ જોઈ ચોંકી ઉઠે છે. ! મુનિએ કહેલા ત્રણ પદ પર ચિંતનમાં ચડી જાય છે. સંભવતઃ ત્યાં એને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવે છે. એ વિચારે છે
કે,
“અહો ! આ મહાત્માએ શું કહ્યું? “ઉવસમ, ઉપશમ; શાનો ઉકળાવાટમાં ઉકળી રહ્યો છે?' શાંત થા.ખરેખર ! આ તલવારના જોર પર હું ક્રોધમાં ધમધમી રહ્યો છું, ઉકળતો છું, ત્યાં સુધી બીજાને દબડાવું ખરો કે “શું કહેવા માગો છો? પરંતુ ખરેખર હું પોતેજ સ્વસ્થ નથી, જાતેજ ઉકળાટમાં સીધું વિચારી શકતો નથી, પછી બીજાની હાજરી લેવાની શી લાયકાત ? સાચું લાઈનસરનું વિચારવું-કરવું હોય તો પહેલાં જાતે જ કષાયના ઉકળાટ વોસિરાવવા જોઈએ, કષાયમુક્ત થઈ શાંત પ્રશાંત ઉપશાંત થઈ જવું જોઈએ ,બીલકુલ સ્વસ્થ સમભાવમાં આવી જવાય પછીજ યોગ્ય સીધી લાઈનની વિચારણા આવી શકે ને એ આવ્યા પછી જ ખરાં જીવનકર્તવ્ય સૂઝે.'
બસ, એટલું વિચારતાં જ ચિલાતીપુત્ર તલવાર ફેંકી દઈ શાંત-સ્વસ્થ બન્યો. ત્યારે વિચારો કે એવા દેવી-દેવતા જે શસ્ત્ર હાથમાં રાખી બેઠા છે, એ શાંત-સ્વસ્થ ક્યાંથી હોય ? અજ્ઞાન લોક એને ઈષ્ટ દેવ માને છે ! એવા આદર્શમાંથી એ શું મેળવે? સમતા ઉપશમ ? કે વિરોધી પર ધમધમાટ ? ચિલાતીપુત્ર તલવાર ફેંકી દઈ ઉપશાંત-સ્વસ્થ બની આગળ વિચારે છે,
અહો ! મુનિએ શું કહ્યું? “વિવેગ', વિવેક કર. તારી કઈ ચીજ, અને પારકી કઈ, એનો વિભાગ સમજ. આ છોકરીને શાની તારી માની હજી એનું ડોકું હાથમાં ઝાલી રહ્યો છે? તારી હોય તો ધડ કપાઈ શાનું જાત? તારી હોત તો મરી કેમ જાત? મુનિએ ખરું કહ્યું, આ મારી ચીજ નથી. મારાં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, જે કજે કર્યા, પ્રગટ કર્યા પછી મારી સાથે જ રહે. મારી તો આ ચીજ, કે જે મને ભયમુક્ત કરે, દુઃખ મુક્ત કરે, તારે, પણ કદી મારે નહિ. બાકી તો જગતની ચીજો ન મારી, ને સાથે જ રહેનારી, ન નિર્ભય રાખે, ન દુઃખમુક્ત કરે. તો પછી આ ડોકાનું ય મારે શું કામ છે ?'
બસ, એટલું વિચારી ડોકું ફગાવી દીધું, અને સ્નેહ-કામવાસનાથી મુક્ત બન્યો. ત્યારે એ પણ જોવા જેવું છે કે જે દેવ સ્ત્રીને સાથે રાખી બેઠા છે, એ નેહમુક્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org