________________
શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન અદ્ભુત લઈ આવ્યા હશે કે અહીં હવે એક નાનકડું “ઉવસમ વિવેગ સંવર'નું જિનવચન મળ્યું તો એના પર મહાલયલીન મહાધ્યાનસ્થ મહાત્મા અને તે પણ ઘોર પીડા-વેદનાની વચ્ચે અત્યંત ઊંચી ક્ષમા-સમતા અને જિનવચનના એકાગ્ર ચિંતનમાં સ્થિર થઈ ગયા. તે મરણ આવ્યું ત્યાં સુધી! જિનવચનની સમજુતીઓ :
જિનવચન કેટલું અદ્ભુત કે આવી ઘોર વેદના શાંતિથી સહવાની તાકાત આપે છે ! શું એ પીડા વખતે દુઃખી હતા? ના, મહાદુઃખ છતાં જરાય દુઃખી નહિ! મન જિનવચનના પ્રકાશમાં એટલું બધું મસ્ત હતું કે સમજતા કે
(૧) કાયાએ કરેલા પાપગુમડાનું આ નસ્તર ચાલી રહ્યું છે. (૨) જે કાયા પાપમાં કૂદેલી, એવી દુષ્ટ કાયાને આ ઠીક જ વળતર છે.
(૩) બીજાને હોંશથી મારવાની તાકાત હતી તો હોંશથી મરી જાણવાની પણ તાકાત છે.
(૪) પીડાવા દો કાયાને, મારે તો આત્માનો પાપ કચરો સાફ થઈ રહ્યો છે. વિધાય વિંધાય કાયા! તું વિંધાય એમ મારાં કર્મ વિંધાય.”
(પ) કાયાદિ પરભાવના વફા નીચે દટાયેલ આત્મસમૃદ્ધિ તો જ પ્રગટ થાય કે જો આ ધરા ખોદાઈ પિંખાઈ જાય.
(૬) કીડીઓ બિચારી ભલે તૃપ્ત થાઓ. આ કાયા તો માટીનું ભાંડ, તે આમેય એક દી ફૂટી જનારી જ હતી, તો ભલે અત્યારે ફૂટો.
(૭) આ જીવો બિચારા કર્મનો માર તો ખાઈ રહ્યા છે, તેથી દયાપાત્ર છે, તો મારે દયાપાત્ર પર દ્વેષ કરવાથી સર્યું.
(૮) હું ઉપશમ-વિવેક-સંવરમાં છું. કાયાની મમતા મારે નથી, કાયા મારો પરિગ્રહ નથી, તો એના પરના આક્રમણમાં મારે ઘેવાઈ જવાનું શું ? મારે તો સંવર, મમતા ઠેષ વગેરે આશ્રવ પર ઢાંકણ જ સલામત રહો. - ચિલાતીપુત્રને જિનવચનથી આ સમાધાનો મનમાં રમતાં હતાં, તેથી મનને જરાય દુઃખ નહોતું. પણ આ જિંદગીમાં પહેલી જ વારના મળેલા આ નાનકડા જિનવચનના પ્રભાવનું કારણ પૂર્વ જીવનમાંના જિનવચનના ભરપૂર પરિચય-પરિશીલન હતા. માટે આ વાત છે કે દ્વાદશાંગી શ્રુતમાંથી ઘણું નષ્ટ થઈ જવા છતાં જે આજે અલ્પ પણ મળે છે એનાં શ્રવણ-મનન-પરિશીલનનો ખૂબ અભ્યાસ રાખો. જિનવચનના આ અભ્યાસને જીવનમાં મુખ્ય બનાવવાથી ભવાંતરમાં એ સુંદર જવાબ આપશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org