________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન આટઆટલી જંગી ઉત્પાદન કરી શકે એવી વિજળી, યંત્ર વગેરેની શોધથી તો ઊલટુ જીવનધોરણ ડાટ મોઘું થઈ ગયું ! મોંઘવારી, અછત, તે તે પ્રાંતના નિકાસ અંકુશ, બેકારી, હડતાલો વગેરે વગેરે સમસ્યાઓ આજે કેટલી બધી ઉભરાઈ ઉઠી છે ? મધ્યમ વર્ગ કેટલો રેંસાઈ રહ્યો છે ? આજના વિજ્ઞાન પાસે આના ઉકેલ જ ક્યાં છે ? મૂળમાં દ્રષ્ટિ જ ખોટી, એટલે વિકટ સમસ્યાઓ ઉકેલવાને બદલે દહાડે દહાડે નવી ઉભી કરે છે ! અનાદિના જડાસક્તિના સંસ્કારવારસાવાળા જીવોને જડની અધિકાધિક સગવડો અપાય ત્યાં જડની લોલુપતા ઔર વધે વધે અને તેથી કલેશ ન વધે એ કેમ બને ? વધે જ.
ત્યારે જ્ઞાનીઓની દ્રષ્ટિ ચૈતન્યને મુખ્ય કરવાની; તેથી જડની ગુલામી ઓછી કેમ થતી આવે એજ મુખ્ય આશય. પછી એવી એવી બાબતો એવી વાતો બતાવી કે જેથી જડાસક્તિ વધવા ૫૨ ઊભી થતી સમસ્યાઓ ઊકલતી આવે. જ્ઞાનીઓનાં વચન મુજબ ચાલનારને જીવનમાં એવી સમસ્યાઓજ નહિ કે જીવને જે મુંઝવ્યા કરે. અરે ! એ વચનને સચોટ માથે ધર્યા પછી ય ઘણું ઉકલી જાય છે, ત્યારે આચરણમાં ઉતારી દીધા પછી તો પૂછવાનું જ શું ? આજે ‘જૈન' નામ ધરાવવા છતાં અને ‘અમે જિનને માનીએ છીએ' એવો દાવો રાખવા છતાં જિનવચનને સચોટ માનવાનું એકમાત્ર એના પર અવિહડ શ્રદ્ધા ધરવાનું મોંઘું થઈ ગયું છે. એટલે જડ વિજ્ઞાનની વાતોમાં મુંઝાઈ જવાય છે. અને જીવનમાં કેટલીક સમસ્યાઓનો ભોગ બનાય છે. નહિતર ચંદ્રલોક પરના ઉતરાણની કે બીજી ગમે તેવી વાતો આવે એમાં મુંઝાવાનું શું હોય ? એમ, ‘અરે ! આટલી જાલિમ મોંઘવારી ? આ શું થવા બેઠું છે ? ક્યાં સુધી આ ચાલવાનું ?... આ ભાઈ કેમ વાંકો ?.... પત્નીનું કેમ દિલ ઓછું થઈ ગયું છે ?... પાડોશી કેમ પૂંઠે પડયો છે ?... શ્રાવકો કેમ એક બીજા પર ચડા-ઉતરી કરે છે ?.... સંઘમાં કેમ અરાજકતા જેવું દેખાય છે ?.... ‘વગેરે વગેરે સમસ્યાઓ કેમ ચિત્તને કોર્યા કરે ? કેમ એનાં માત્ર રોદણાં જ ગાયા કરવાનું થાય ? વરસોના વરસો જવા છતાં સમસ્યા ઊકેલવાનું બને નહિ અને બદબોઈ ગાવાનું એવું ચાલ્યા કરે કે જેમાં બીજાના દિલ પણ નિંદા, અવગણના, તિરસ્કાર ભર્યા બનાવાય ? કેમ આવું બધું ચાલે ? કહો, જિનવચન ૫૨ સર્વેસર્વા શ્રદ્ધા નહિ, ને વિજ્ઞાનના આવિષ્કાર તથા એની સાથોસાથ શરૂ થયેલ. નવી જીવનપદ્ધતિઓનાં અંજામણે અંજાઈ જવાનું બને.જેને મહત્વ આપવાનું બન્યા કરે, એટલે પછી પહેલાં કહ્યાં તેવા ચિત્તસંતાપો કર્યા ક૨વાનું અને બફારા કાઢવાનું બને એમાં નવાઈ નથી.
નહિતર, જો જડનાં આકર્ષણ એવાં ન રાખ્યા હોય, અને જિનવચનને સર્વેસર્વા માન્યા હોય, તો બહાર સંઘમાં દોષ પ્રસર્યાની બૂમ મારતા પહેલાં જાતે તો એવા દોષોથી બચે ને ? જિનવચને ફરમાવેલ અમૂઢ દ્રષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org