________________
t
ને શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન આ જ વાત છે કે જડવિજ્ઞાનના પલ્લે ન પડાય, એનાં આકર્ષણ-મૂલ્યાંકન ન કરાય, અને જિનવચન પર જ અથાગ બહુમાન ધરાય, તો જીવનની કઈ સમસ્યાઓનો ઉકેલ આવે. જિનવચન શ્રદ્ધા
ગણધર મહર્ષિઓ અને પ્રખર શાસ્ત્રકાર આચાર્ય ભગવંતો કમ બુદ્ધિના નહોતા, મહા બુદ્ધિનિધાન હતા એમ એમનાં શાસ્ત્રો કહે છે. છતાં એમણે પણ એકજ વાત રાખી હતી કે “તમેવ સર્ચે નિસ્સેકં જ જિPહિં પવેઈઅં” “જે જિન ભાખ્યું તે નવિ અન્યથા” એવો દ્રઢ રંગ રાખ્યો હતો. જિનવચનને ટંકશાળી સત્ય માનતા હતા. શ્રી ભગવતી સૂત્રમાં અને એની ટીકાગ્રંથમાં આ સ્પષ્ટ દેખાય છે. એનું કારણ મૂળમાં પુરુષ વિશ્વાસ. કહેનાર કોણ છે? વીતરાગ સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુ એ સાચા આમ પુરુષ છે. જગત પર એકાંત કરુણા વરસાવનારા, તત્ત્વ સંબંધમાં લેશમાત્ર અજ્ઞાનતા મૂઢતા વિનાના અને સ્વયં રાગ-દ્વેષાદિ દોષોથી તદ્દન મુકાયેલા માટે પુરુષ-વિશ્વાસે વચનવિશ્વાસ; એ ન્યાયે એમનાં વચન પર અનન્ય અને અથાગ શ્રદ્ધા કરવાની. સમર્થ બુદ્ધિનિધાનોએ જો જિનવચન પ્રમાણ કર્યું તો આપણે કોણમાત્ર? અલબત ભગવતીસૂત્રમાં તર્ક દલીલો આવે છે, એથી વાત દિલને જી જાય, છતાં પણ બધે જ કાંઈ દલીલ ન મળે. એટલે પછી ત્યાં શું અશ્રદ્ધા કરવાની ? ના, વચન પ્રમાણ જ કરવાનું. ગણધર ગૌતમસ્વામીજી જેવાએ વચન પ્રમાણ કર્યું તો આપણે પણ એ જ કરીએ.
પ્ર. - તો પછી પ્રભુનાં શું લોક અંગેના વચનો કે આવાં નરકસ્થાનો છે, આવા દેવલોક છે, વગેરે, તે શું એમજ માની લેવાય? આજે ચંદ્રલોક અને મંગળલોકની તો વૈજ્ઞાનિકો જુદી વાત કરે છે.
ઉ. - પ્રભુના વચન જરૂર માની લેવા જોઈએ. વિજ્ઞાનની વાતો તો દહાડે દહાડે ફરે છે. ૨૫-૫૦ વરસ પહેલાં કેવી વાતો હતી ? ને આજે કેવી છે ? ગુરુત્વાકર્ષણના નિયમ પર કેટલો બધો મદાર હતો ! ત્યારે પ્રો. આઈન્સ્ટાઈનની Theory of Relativity સાપેક્ષવાદ અને પરસ્પર સંબંધના સિદ્ધાન્ત એમની માન્યતાઓને કેવી ફેરવી નાખી ? વૈજ્ઞાનિકોનાં સંશોધન અધુરાં છે, અને સદા અધુરા રહેવાના.
માટે એના પર મદાર ન બાંધતાં જિનવચન પર જ મદાર બાંધવા જેવો છે, જે ત્રિકાળસત્ય છે. ભલે એની નરક-દેવલોક જેવી વસ્તુ પ્રત્યક્ષ ન દેખાય, પરંતુ જ્યારે પહેલાં કહી તેવી અણુ-પરમાણુની વાત, છાયાપુદ્ગલની વાત, શબ્દપુદગલની વસ્તુ, પાણીની યોનિભૂત વાયુની હકીક્ત વગેરે વિજ્ઞાન-સંશોધનથી સાચી પડે છે, તે ઉપરાંત પણ બીજી કેટલીક કર્મફળ વગેરેની વાતો, તેમજ જીવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org