Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 72
________________ ( શ્રી ભગવતીજી પુત્ર વિવેચન E ૧૦ | (૯) જિનેશ્વરનાં વચન એમના જેવા પરમેશ્વર થવાનો માર્ગ બતાવે છે, માટે એ નિઃસ્વાર્થ-વચન હોઈ પ્રમાણભૂત છે. બીજે ક્યાંય આ માર્ગદર્શન નથી; ત્યાં તો પરમેશ્વરપણાની સોલ એજન્સી અમુક જ વ્યક્તિને અપાઈ ગયેલી છે. બીજો કોઈ એવા પરમેશ્વર થઈ ન શકે. ત્યારે અહીં તો માર્ગ ખુલ્લો મૂકયો છે, એ માર્ગે ખુશીથી પરમેશ્વર થાઓ. માટે આ કહેનારાં જિનવચન પ્રમાણ બને છે. (૧૦) જિનવચનને જ સાંગોપાંગ રૂપે મોટમોટા ચક્રવર્તી રાજામહારાજા અને મહારાણીઓ તથા બુદ્ધિનિધાન મંત્રીઓ ને શેઠશાહુકારોએ અતુલ સમૃદ્ધિ સત્તા સન્માનને ત્યજી દઈ જીવનમાં અપનાવ્યા છે. જિનવચનને અણીશુદ્ધ અનુસર્યા છે, તો એવાં તારક એકાંત કલ્યાણકર જિનવચન પર શંકા લવાય જ કેમ? એને મુખ્ય બનાવ્યા વિના ચાલેજ કેમ? આવી આવી રીતે જિનવચનને “તમેવ સર્ચે નિસ્મક માની “એસેવ અટ્ટ પરમટ્ટ, સેસે સવૅ ખલુ અણિ'-“આ જિનવચનકથિત તત્ત્વપૂર્ણ મોક્ષમાર્ગ જ ઈષ્ટ છે, પ્રાચ્યું છે, અર્થ છે, પરમાર્થ છે, બાકી બધું અનર્થ-અનિષ્ટ-અપ્રાર્થ્ય છે,” - એવી અટલ શ્રદ્ધા ઊભી થવી જોઈએ, દ્રઢ બનાવવી જોઈએ. જેથી ન તો વિજ્ઞાનની શોધોના લેશ પણ અંજામણ થાય, કે ન તો વૈભવ-વિલાસના કોઈ મહત્ત્વ દિલને અડી જાય. પછી ભગવતીસૂત્રનું શ્રવણ થશે એ ખૂબજ ભાવભર્યું થશે. જ ૬. શ્રી ભગવતી સૂત્ર શ્રવણની શરતો : સાંભળેલું સ્વજીવનમાં લાગુ કરો : ઉછળતા ભાવથી સૂત્રશ્રવણ કરાય એનું પરિણામ આ આવીને ઊભું રહે કે એને પોતાના જીવનમાં ઘટાવવાનું થાય. સારા શ્રવણનું લક્ષણ આ છે કે એને જીવનમાં ઘટાવવાનું થાય, લાગુ કરવાનું થાય. આટલું ભવ્ય સૂત્ર, ને એનું શ્રવણ મળે, પછી જો પોતાના જીવનમાં એને યથાયોગ્ય લાગુ કરવાનું ન કરાય, તો સાંભળ્યાથી શુ પામ્યા? અનંતા શ્રવણ આમ જ નિષ્ફળ કર્યા છે કે એ સાંભળેલી વસ્તુ પોતાના જીવન સાથે કાંઈ જ લેવાદેવા રાખી નથી; કાં તો લક્ષ પુણ્યકમાઈ અને પૌલિક સમૃદ્ધિમાનપાન મેળવવા પર, કાં શૂન્ય મગજે શ્રવણ, અથવા જેવાં બીજાં શ્રવણ કોરા દિલના એવું આ પણ શ્રવણ! પરંતુ એથી શું વળે? ભવના ફેરા ન ટળે; આત્માનું ઉત્થાન કે શુદ્ધિકરણ ન થાય. એ તો મેલા આશયો કાઢી નાખી ભાવભર્યા શ્રવણ થાય તો ઊંચા અવાય. અને એવા ભાવભર્યા શ્રવણ માટે સૂત્ર પર જિનવચન પર ઊંચા આદર-બહુમાન જોઈએ. શાસ્ત્ર પર જેટલું બહુમાન એટલી એની વાતો જીવનમાં ઉતારવાનું થશે, અને એ બહુમાનનું માપ એના લેખન, ઊંચા દ્રવ્યોથી પૂજન વગેરે પર અંકાશે. માટે તો જાણવા મળે છે, કે સંગ્રામસોની અને પેથડશા મંત્રી આ પાંચમું અંગ શ્રી ભગવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126