________________
*
****
=શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન સૂત્ર સાંભળતાં ગૌતમ સ્વામીના ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરમાં મહાવીર ભગવાનના શ્રીમુખેથી જ્યાં જ્યાં “ગોયમા'! શબ્દ સાંભળવા મળતો, ત્યાં ત્યાં એકેક સોનામહોર સાથિયા પર મૂકતા ! આ શું છે ? શાસ્ત્ર સૂત્ર પ્રત્યે હૈયામાં ઉછળતા ગૌરવ બહુમાનને એમણે સોનામહોરથી પૂજનમાં સક્રિય કર્યું. ચરિતાર્થ કર્યું. બાકી તો શક્ય પૂજન વિનાનું બહુમાન તો બુંદી કોટાની ભાવના જેવું થાય.
જેટલા પ્રમાણમાં વચન પર આદર-બહુમાન ઊંચા, એટલા ઉછળતા ભાવથી એનું શ્રવણ થશે. માટે તો જાણો છો ને કે “કાલે વિણયે બહુમાણે ઉવહાણે તહ ય અનિન્યવણે વંજણ અત્થ તદુભએ...” એ જ્ઞાનના ૮ આચારીમાં છઠ્ઠો નંબર સૂત્રનો સૂત્રપઠન-શ્રવણનો આવે છે ? પહેલું તો સ્વાધ્યાયનો કાળ સાચવો, પછી સૂત્ર અને સૂત્રપાઠકનો ભરપૂર વિનય અને બહુમાન ઊભું કરો, સૂત્રનું પુસ્તક જ્ઞાન આપે છે, જ્ઞાનદાતા એ ગુરુ કહેવાય. માટે પુસ્તક લઈ ભણવા બેસતાં, પહેલાં એને પગે લાગવું પછી ભણવાનું શરૂ થાય; આ વિનય. પુસ્તકને બગલમાં ન મરાય, કે એને માથા નીચે ઓશીકું ન બનાવાય, એને પગ ન અડાડાય, કે ભોંય ન મૂકાય, એ વિનય. એમ ગુરુનો વિનય સાચવવાની ભક્તિ બહુમાન કરવાના. ભક્તિ બાહ્ય સરભરાથી એને બાહ્ય બહુમાન કહેવાય. આંતર બહુમાન આંતર પ્રીતિ-ગૌરવ વસાવવાથી. એમ ચોથો જ્ઞાનાચાર ઉપધાન એટલે કે તપ, તપસહિત જોગ વહેવવાના. પાંચમો જ્ઞાનાચાર સૂત્ર અને ગુરુનો કદી અપલાપ ઈન્કાર નહિ કરવાનો. અવસર આવ્યે ઉપકારી ગુરુનો નિર્દેશ કરતાં શરમ કે નાનમ નહિ લાગવી જોઈએ.
આ પાંચ પ્રકારનો જ્ઞાનાચાર પાળો પછી જ સૂત્રનો અધિકાર આવે, સૂત્ર ભણવાનું કરાય, આચારો પાળવા નથી અને સીધું પુસ્તક લઈ સૂત્ર ભણવા લઈ બેસાય એ અધિકાર-લાયકાત વિનાની ચેષ્ટા છે. એથી એ કાળ-વિનયાદિ આચારોથી દબાય એવા દોષો-સ્વચ્છંદતા, અવિનય-ઉદ્ધતાઈ, સંસાર બહુમાન, ઉપકારી ગુરુ તરફ કૃતજ્ઞ ભાવ, ને સુખશીલતા -એ ઊભા રહે છે. પછી એ તફડંચી સૂત્રવિદ્વતા મેળવી લે એ પચે ક્યાંથી ? એવી વિદ્વત્તા પર જ એ સ્વચ્છંદતાદિ દોષ વધુ ફાલવા-ફૂલવાના ! આ પરિણામ લાવે એને “જ્ઞાન” કહેવાય કે “મહાઅજ્ઞાન' ? શાસ્ત્ર કહે છે,
તજ્ઞાનમેવ ન ભવતિ યદ્ગિદિતે વિભાતિ રાગગણ ' એ જ્ઞાન જ નથી કે જેના ઉદયમાં રાગાદિ દોષ સમૂહ ઝળકતો રહે.' સૂર્યના કિરણ પ્રસર્યા પછી અંધકાર શાનો ટકી શકે? જ્ઞાન તો સૂર્ય છે, એનો પ્રકાશ &યપટ પર પાંગર્યા પછી રાગાદિ અંધકાર શી રીતે ઊભો જ રહી શકે? ગુરુવિનય-ગુરુબહુમાનાદિ આચારોનાં ઘરખમ પાલન વિના એમજ જ્ઞાન ભણનારા અને ભણી રહેલામાં આ દેખાય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org